Udhna Election Result 2022 LIVE Updates: ઉધના બેઠક પર ભાજપના મનુ પટેલની જીત

Udhna MLA Gujarat Vidhan Sabha Election Result 2022 LIVE Updates in Gujarati: આ બેઠક ઉપર ભાજપના મનુ પટેલની જીત થઈ છે. ઉધના બેઠક બન્યા પછી અહીં વિધાનસભાની બે જ ચૂંટણી યોજાઈ છે, જેમાં બંનેમાં ભાજપના પિતા-પુત્ર ઉમેદવાર વિજેતા બન્યા છે.

Udhna Election Result 2022 LIVE Updates: ઉધના બેઠક પર ભાજપના મનુ પટેલની જીત
Udhna election result 2022 live counting updates in gujarati
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 08, 2022 | 6:24 PM

ગુજરાતની ઉધના બેઠકનું પરિણામ 2022 LIVE Updates:  Gujarat Election 2022 સુરતની ઉધના વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મનુ પટેલની જીત થઈ છે. આ વખતની ટર્મમાં કોંગ્રેસે ધનસુખ રાજપુતને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. તેમની પાસે રૂપિયા 40599ની જંગમ મિલકત છે. તેમને  ધોરણ FY B.com સુધીનો અભ્યાસ કર્યો છે. ત્યારે ભાજપે મનુ પટેલને ટિકિટ આપી હતી. તેમની પાસે રૂપિયા  48252471ની જંગમ મિલકત છે. અભ્યાસની વાત કરીએ તો તેમને 9 પાસ સુધીનું શિક્ષણ મેળવ્યું છે. ત્યારે આમ આદમી પાર્ટીએ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર સામે મહેન્દ્ર પાટીલને ઉમેદવાર તરીકે ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા. તેમની પાસે રૂપિયા 2252611ની જંગમ મિલકત છે. અભ્યાસની વાત કરીએ તો તેમણે BA MCJ કર્યુ છે.

2017માં ભાજપ તરફે રહ્યા હતા મતદારો

આ બેઠક ઉપર ભાજપના મનુ પટેલની જીત થઈ છે. ઉધના બેઠક બન્યા પછી અહીં વિધાનસભાની બે જ ચૂંટણી યોજાઈ છે, જેમાં બંનેમાં ભાજપના પિતા-પુત્ર ઉમેદવાર વિજેતા બન્યા છે. 2017માં ભાજપના ઉમેદવાર વિવેક નરોત્તમભાઈ પટેલ કોંગ્રેસના પટેલ સતિષભાઈ ચંપકભાઈથી 42,528 મતોની સરસાઈ સાથે વિજયી બન્યા હતા. 2012માં કોંગ્રેસના ધનસુખભાઈ રાજપુતને 32754 મતથી હરાવીને ભાજપના ઉમેદવાર નરોત્તમભાઇ પટેલ ઉધના વિધાનસભા બેઠકના પહેલા ધારાસભ્ય બન્યા હતા.

ઉધના બેઠક પર લેઉઆ વર્સીસ કોળી મતો અને મરાઠી મતદારો મુખ્ય

ઉધના વિધાનસભા બેઠક પર કુલ 267653 મતદાર છે, જેમાં 155106 પુરૂષ મતદાર અને 112531 મહિલા મતદાર સંખ્યા છે. ઉધનામાં 80 હજાર ગુજરાતી મતદારો અને 65 હજાર મરાઠી મતદારો મુખ્ય છે. ગત ચૂંટણીમાં ઉધનામાં પાટીદાર વિરુદ્ધ કોળી પટેલ એટલે કે વિવેક પટેલનો કોંગ્રેસના પટેલ સતીશભાઈ વચ્ચે જંગ ખેલાયો હતો. હવે આ વખતે કયો પક્ષ કઈ રણનીતિ સાથે આવે છે તે જોવાનું છે. ઉધનાની બેઠક પર ભાજપ તરફથી વિવેક પટેલ રીપીટ થયા છે. ઉધના બેઠક પર ભાજપનો કોઈપણ ઉમેદવાર આવે, તેની જીતની સંભાવના પ્રબળ છે, હા આપ પાર્ટીની એન્ટ્રી ભાજપના વિજયમાં મતોનું માર્જીન વધારી પણ શકે છે અને ઘટાડી પણ શકે છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

આ પણ વાંચો:

ગુજરાત વિધાનસભા ચૂંટણી લાઈવ અપડેટ

ગુજરાત ચૂંટણી પરિણામ 2022 એલાયન્સ પાર્ટી વાઈઝ ટેલી લાઈવ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">