AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારત જોડો યાત્રાને લઈ જાગૃતતા લાવવા ઓલ ઇન્ડિયા કોંગ્રેસના મહામંત્રી જયરામ રમેશ ગુજરાતમાં, કહ્યુ ‘ભારત જોડો યાત્રા કોંગ્રેસ માટે સંજીવની બનશે’

જયરામ રમેશે (Jayram ramesh) જણાવ્યુ કે, રાષ્ટ્રીય કોંગ્રેસની ઉદેપુર ખાતેની ચિંતન શિબિરમાં ભારત જોડો યાત્રા કાઢવાનું આયોજન નક્કી કરાયુ હતુ. જે 2024ના લોકસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસ માટે સંજીવની બની રહેશે. કોંગ્રેસનું સંગઠન મજબૂત બનશે અને વધુમાં વધુ લોકો સુધી પહોંચવાથી તેઓ કોંગ્રેસ સાથે જોડાશે.

ભારત જોડો યાત્રાને લઈ જાગૃતતા લાવવા ઓલ ઇન્ડિયા કોંગ્રેસના મહામંત્રી જયરામ રમેશ ગુજરાતમાં, કહ્યુ 'ભારત જોડો યાત્રા કોંગ્રેસ માટે સંજીવની બનશે'
ઓલ ઇન્ડિયા કોંગ્રેસના મહામંત્રી જયરામ રમેશ
Narendra Rathod
| Edited By: | Updated on: Sep 24, 2022 | 5:14 PM
Share

કન્યાકુમારીથી કાશ્મીર સુધી રાહુલ ગાંધીની (Rahul Gandhi)  અધ્યક્ષતામાં ભારત જોડો યાત્રા (Bharat Jodo Yatra) નીકળી છે. જે 17માં દિવસે 340 કિલોમીટરનું અંતર કાપી આગળ વધી રહી છે. આ યાત્રા દેશમાં સાડા પાંચ મહિનામાં 3570 કિમિનું અંતર કાપવાની છે. ત્યારે કોંગ્રેસના ભારત જોડો યાત્રાના 17મા દિવસે સિનિયર લીડર જયરામ રમેશ (Jayram Ramesh) ગુજરાત પહોંચ્યા છે. યાત્રા વિશે વાતચીત કરતા તેમણે જણાવ્યુ હતુ કે, કોંગ્રેસ માટે યાત્રા સંજીવની સાબિત થશે, ગાંધીજીએ 80 વર્ષ પહેલા ભારત છોડોનો નારો આપ્યો હતો અને હવે કોંગ્રેસ ‘ભારત જોડો યાત્રા’ લઈને નીકળ્યું છે. ત્યારે ભારત છોડોમાં ન જોડાયેલા લોકો આજે ભારત જોડો વિશે અપ્રચાર કરી રહ્યા છે.

ભારત જોડા યાત્રાને લઈ જાગરૂકતા લાવવા પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ઓલ ઇન્ડિયા કોંગ્રેસના મહામંત્રી જયરામ રમેશ અમદાવાદ પહોંચ્યા છે. જયરામ રમેશે મીડિયા સમક્ષ નિવેદન આપ્યુ હતુ કે, રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં ભારત જોડો યાત્રાને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. યાત્રામાં રોજ સવારે 6 થી 11 સુધી 5000 જેટલા યાત્રીઓ જોડાઈ રહ્યા છે જ્યારે સાંજે રોજ યાત્રામાં 30 હજાર કરતાં પણ વધારે લોકો જોડાઈ એને સમર્થન આપી રહ્યા છે.

80 વર્ષ પહેલા ગાંધીજીએ અંગ્રેજો સામે લડતા ‘ભારત છોડો’ નો નારો આપ્યો હતો. હવે 80 વર્ષ બાદ કોંગ્રેસે ‘ભારત જોડો યાત્રા’ શરૂ કરી છે. એ સમયે જે લોકો અંગ્રેજોને સાથ આપતા હતા અને ભારત છોડોને સમર્થન નહોતું આપ્યું એ લોકો આજે ભારત જોડો યાત્રા વિશે અપ્રચાર કરી રહ્યા છે. રાજનીતિના ઇતિહાસમાં ક્યારેય ના યોજાઇ હોય એટલી લાંબી યાત્રા લઈને રાહુલ ગાંધી નીકળ્યા છે. ત્યારે ભાજપમાં તેની વિપરીત અસર જોવાની શરૂઆત થઈ ગઈ છે.

શા માટે ભારત જોડો યાત્રા?

જયરામ રમેશે જણાવ્યુ કે, રાષ્ટ્રીય કોંગ્રેસની ઉદેપુર ખાતેની ચિંતન શિબિરમાં ભારત જોડો યાત્રા કાઢવાનું આયોજન નક્કી કરાયુ હતુ. જે 2024ના લોકસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસ માટે સંજીવની બની રહેશે. કોંગ્રેસનું સંગઠન મજબૂત બનશે અને વધુમાં વધુ લોકો સુધી પહોંચવાથી તેઓ કોંગ્રેસ સાથે જોડાશે. આ રાજકીય બાબતો હોવા ઉપરાંત શા માટે ભારત જોડો યાત્રા એ અંગે વાતચીત કરતા જયરામ રમેશે જણાવ્યું કે, ભારતમાં આર્થિક વિસંગતતાને કારણે દેશ તૂટી રહ્યો છે.

આર્થિક સમાનતા આવશે તો જ દેશ જોડાશે. તો દેશને આર્થિક સમાનતા પર લાવવા, બીજી કે આજકાલ દેશમાં ધાર્મિક, આર્થિક, સામાજિક, પ્રાદેશિક ધ્રુવીકરણ વધી રહ્યું છે લોકોને તોડવા નહીં પરંતુ જોડવા માટે આ યાત્રા મહત્વની છે. જ્યારે અંતિમ કારણ માં રાજકીય કેન્દ્રીકરણ જણાવવામાં આવ્યું.

ભારત જોડો યાત્રા ગુજરાતમાં કેમ નહીં?

ભારત જોડો યાત્રા ગુજરાતની આજુબાજુના રાજ્યોમાંથી પસાર થાય છે પરંતુ ગુજરાતમાંથી પસાર નથી થઈ રહી. ભાજપે પણ આ સંદર્ભે આક્ષેપો કર્યા હતા. જયરામ રમેશે સ્પષ્ટતા કરી કે દક્ષિણથી ઉત્તર સીધો રસ્તો કોંગ્રેસ દ્વારા પસંદ કરવામાં આવ્યો. અનેક રૂટ જોવાયા એમાં આ એકમાત્ર રૂટ એવો હતો કે જે સંપૂર્ણ રીતના પદયાત્રાના રૂપમાં હોય. અન્ય રૂટમાં ક્યાંક રેલવે કે હોળીનો ઉપયોગ કરવો પડે એમ હતો.

આ સિવાય કંઈપણ કરીએ અમે 90 દિવસ પહેલા ગુજરાત આવી શકીએ એમ નહોતા અને એ સમયગાળામાં ચૂંટણી આવી ગઈ હોત. ગુજરાત કોંગ્રેસનું સંગઠન ભાજપ સામે લડવામાં વ્યક્ત હોય એ સમયે યાત્રા ગુજરાત લાવવા નહોતા માગતા. પરંતુ યાત્રા વચ્ચે પણ રાહુલ ગાંધી ગુજરાતમાં પ્રચાર માટે જરૂર આવશે એમ જયરામ રમેશે જણાવ્યું હતુ.

કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી અંગે જયરામ રમેશે શું કહ્યું?

આગામી સમયે કોંગ્રેસમાં સંગઠન ચૂંટણીઓ થવા જઈ રહી છે ત્યારે જયરામ રમેશે સ્પષ્ટ કર્યું કે રાહુલ ગાંધી ચૂંટણી નહીં લડે. અશોક ગેહલોત તેમને મનાવવા માટે યાત્રામાં આવ્યા હતા. રાહુલજી અડગ રહેતા અશોક ગેહલોતે સ્પષ્ટતા કરી કે તેઓ ઉમેદવાર છે. ભારતમાં કોંગ્રેસ એકમાત્ર પાર્ટી છે કે જેમાં અધ્યક્ષની પણ ચૂંટણી થાય છે. જો કે 125 વર્ષના ઇતિહાસમાં કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી માત્ર 4 વાર જ કરવી પડી છે. બાકી કોંગ્રેસ સહમતીમાં માને છે.

નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
g clip-path="url(#clip0_868_265)">