Rajkot Rural Election Result 2022 LIVE Updates : રાજકોટ ગ્રામ્ય વિધાનસભા બેઠક પર ભાજપના ભાનુબેન બાબરીયાનો વિજય, કોગ્રેંસના સુરેશ બથવારની હાર

|

Dec 08, 2022 | 5:51 PM

Rajkot Rural Election Result 2022 LIVE Updates : વર્ષ 2017ની ચૂંટણીની વાત કરીએ તો આ બેઠક પરથી ભાજપના ઉમેદવાર લાખા સાગઠિયા અને કોંગ્રેસમાંથી વશરામ સાગઠિયાને ટિકિટ આપવામાં આવી હતી. તેમાં ભાજપના લાખા સાગઠિયાની જીત થઈ હતી. રાજકોટ ગ્રામ્ય વિધાનસભા બેઠક પર ભાજપના ભાનુબેન બાબરીયાની 49 હજારથી વધુ મતથી જીત થઈ છે, જ્યારે કોંગ્રેસના સુરેશ બથવારની હાર થઈ છે.

Rajkot Rural Election Result 2022 LIVE Updates : રાજકોટ ગ્રામ્ય વિધાનસભા બેઠક પર ભાજપના ભાનુબેન બાબરીયાનો વિજય, કોગ્રેંસના સુરેશ બથવારની હાર
Rajkot Rural Election Result 2022 LIVE Updates
Image Credit source: TV9 GFX

Follow us on

ગુજરાતની રાજકોટ (ગ્રામ્ય) બેઠકનું પરિણામ 2022 LIVE Updates: Gujarat Election રાજકોટ ગ્રામ્ય વિધાનસભા બેઠક પર ભાજપના ભાનુબેન બાબરીયાની 49 હજારથી વધુ મતથી જીત થઈ છે, જ્યારે કોંગ્રેસના સુરેશ બથવારની હાર થઈ છે. રાજકોટ-ગ્રામ્ય બેઠક પર કોંગ્રેસે સુરેશભાઇ બથવારને ચૂંટણી મેદાને ઉતાર્યા છે. એફિડેવિટમાં દર્શાવ્યા પ્રમાણે તેમણે બીઇ (ઇલેક્ટ્રીક્લ)નો અભ્યાસ કર્યો છે. તેમની પાસે જંગમ મિલકત 59,49,687 રૂપિયા છે. આ બેઠક પરથી ભાજપના ઉમેદવાર ભાનુબેન ભથવારને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. એફિડેવિટમાં દર્શાવ્યા પ્રમાણે તેમની ઉંમર 47 વર્ષ અને બીએ સુધીનો અભ્યાસ કર્યો છે.તેમની પાસે જંગમ મિલકત 16,90,144 રૂપિયા છે. આ બેઠક પર આપના ઉમેદવાર વશરામભાઇ સાગઠીયા ચૂંટણી લડી રહ્યા છે. એફિડેવિટમાં દર્શાવ્યા પ્રમાણે તેમની ઉંમર 57 વર્ષ અને એલએલબીની ડિગ્રી મેળવેલી છે. તેમની પાસે જંગમ મિલકત 2,34,90,533 રૂપિયા છે.

વિધાનસભા ચૂંટણી 2022માં રાજકોટ (ગ્રામ્ય) બેઠક પર વિવિધ પક્ષના ઉમેદવાર

ભાજપ- ભાનુબેન બાબરીયા

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

કોંગ્રેસ- સુરેશભાઇ બથવાર

આપ- વશરામ સાગઠીયા

આ વખતની ચૂંટણીમાં રાજકોટ ગ્રામીણ બેઠક માટે ભાજપે નવા ઉમેદવારને મોકો આપ્યો છે. ભાજપે 2022 વિધાનસભા ચૂંટણીમાં ભાનુબેન બાબરીયાને ટિકિટ આપી છે. ત્યારે ગત ચૂંટણીની વાત કરીએ તો, વર્ષ 2017ની ચૂંટણીની વાત કરીએ તો આ બેઠક પરથી ભાજપના ઉમેદવાર લાખા સાગઠિયા અને કોંગ્રેસમાંથી વશરામ સાગઠિયાને ટિકિટ આપવામાં આવી હતી. તેમાં ભાજપના લાખા સાગઠિયાની જીત થઈ હતી. જણાવી દઈએ કે, રાજકોટ ગ્રામ્ય અનુસૂચિત જાતિ માટે અનામત બેઠક છે.

2017ના ચૂંટણી પરિણામ પર એક નજર

ગુજરાતમાં 14મી વિધાનસભાની ચૂંટણી 9મી ડિસેમ્બર અને 18મી ડિસેમ્બરના રોજ મતગણતરી કરવામાં આવી હતી. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળી હતી. જોકે, 2012ની ચૂંટણીની સરખામણીમાં કૉંગ્રેસનો વોટ શેર અને બેઠકમાં વધારો થયો હતો. ગુજરાતમાં 1985 પછી કોંગ્રેસ પાર્ટીએ સૌથી વધારે બેઠક મેળવી હતી. આ ચૂંટણીમાં બીજેપીને 99 બેઠક મળી હતી. કૉંગ્રેસને 77 બેઠક મળી હતી. એનસીપીને એક બેઠક મળી હતી. બીટીપીને બે બેઠક મળી હતી. અપક્ષના ફાળે ત્રણ બેઠક રહી હતી.

રાજકોટ ગ્રામ્ય બેઠક પર દલિત મતદારોનું પ્રભુત્વ, જાણો જાતીગત સમીકરણ

રાજકોટ ગ્રામ્ય બેઠક પણ દલિત સમાજ માટે અનામત છે. આ બેઠક પરથી હાલ ભારતીય જનતા પાર્ટીના લાખાભાઈ સાગઠીયા ધારાસભ્ય છે. તમને જણાવી દઈએ કે 2017ની ચૂંટણીમાં દલિત સમુદાય માટે આરક્ષિત 13 બેઠકોમાંથી ભારતીય જનતા પાર્ટીએ કુલ 7 બેઠકો જીતી હતી. દલિત મતદારોમાં ભાજપની સારી પકડ છે. ભાજપની સાથે કોંગ્રેસ પણ દલિત મતદારો પર સારી પકડ ધરાવે છે. આ વખતની ચૂંટણી રસપ્રદ છે કારણ કે આમ આદમી પાર્ટી પણ દલિત મતદારોને દોડમાં આકર્ષી રહી છે.

રાજકોટ (ગ્રામ્ય) બેઠક પર મતદારો

પુરુષ મતદારો- 1,88,200
મહિલા મતદારો-1,69,701
અન્ય -7
કુલ મતદારો- 3,57, 908

ગુજરાતમાં દલિત મતદારોના મત ભાજપ અને કોંગ્રેસ વચ્ચે વહેંચાયા હતા. 2012ની ચૂંટણીમાં ભાજપે 13 દલિત અનામત બેઠકોમાંથી 10 બેઠકો જીતી હતી. ભાજપે છેલ્લી બે ચૂંટણીઓથી વધુ દલિત મતદારોને આકર્ષ્યા છે. જણાવી દઈએ કે, ભાજપના લાખાભાઈ સાગઠીયા હાલ રાજકોટ ગ્રામ્ય બેઠક પરથી ધારાસભ્ય છે.

આ પણ વાંચો:

ગુજરાત વિધાનસભા ચૂંટણી લાઈવ અપડેટ

ગુજરાત ચૂંટણી પરિણામ 2022 એલાયન્સ પાર્ટી વાઈઝ ટેલી લાઈવ

Next Article