PM Modi Gujarat Visit Live : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જામનગરમાં જંગી જનસભા, 1500 કરોડના ખર્ચે 9 જેટલા વિકાસ કામોની આપી ભેટ

| Updated on: Oct 11, 2022 | 6:23 AM

PM Modi Visit Gujarat Live updates in Gujarati : PM મોદી ગુજરાત મુલાકાતના બીજા દિવસે ખાસ સૌરાષ્ટ્ર પર ફોક્સ કરશે. સાથે જ PM મોદી આગામી વિધાનસભા ચૂંટણીને લઈ તમામ ભાજપ આગેવાનોને (BJP Leaders) ચૂંટણીલક્ષી માર્ગદર્શન પણ આપશે.

PM Modi Gujarat Visit Live : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જામનગરમાં જંગી જનસભા, 1500 કરોડના ખર્ચે 9 જેટલા વિકાસ કામોની આપી ભેટ
PM Modi Gujarat visit

PM મોદી પોતાના મિશન ગુજરાતના બીજા દિવસે (PM Modi gujarat visit)  પણ અનેક લોકાર્પણ તથા જાહેર સભાને સંબોધશે. PM મોદી આજે આમોદ ખાતે જાહેર સભાને સંબોધી. જેમાં તેણે નામ લીધા વિના AAP પર નિશાન સાધ્યુ હતુ. PM મોદી પોતાના ગુજરાત મિશનના બીજા દિવસે ખાસ સૌરાષ્ટ્ર પર ફોક્સ કરશે. તમને જણાવી દઈએ કે, PM મોદી જામનગરમાં સૌરાષ્ટ્રના (Saurashtra) તમામ ભાજપ આગેવાનોને (BJP Leaders) ચૂંટણીલક્ષી માર્ગદર્શન પણ આપશે. તો PM મોદી બીજા દિવસનું રાત્રિ રોકાણ પણ જામનગરમાં જ કરશે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 10 Oct 2022 08:11 PM (IST)

    જામનગરને પીએમએ આપી 1448 કરોડના વિકાસકામોની ભેટ

  • 10 Oct 2022 08:07 PM (IST)

    જામનગરને પીએમએ આપી 1448 કરોડના વિકાસકામોની ભેટ

  • 10 Oct 2022 08:03 PM (IST)

    વડાપ્રધાનના સ્વાગત માટે ઉમટ્યા હાલારવાસીઓએ, પીએમને ફુલોની વર્ષાથી વધાવ્યા

  • 10 Oct 2022 08:00 PM (IST)

    PM Modi Gujarat Visit Live જામનગરમાં પીએમ મોદીનો યોજાયો રોડ શો

    જામનગરમાં દિગ્જામ સર્કલથી સાત રસ્તા સુધી વડાપ્રધાન મોદીનો યોજાયો રોડ શો, પીએમને નિહાળવા ઉમટી જનમેદની

     

  • 10 Oct 2022 07:52 PM (IST)

    PM Modi Gujarat Visit Live : જામનગરમાં પ્રદર્શની મેદાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જંગી જનસભા, કહ્યુ આજે ગુજરાતમાં બધી યોજનાઓ તેજ ગતિથી ચાલી રહી છે

  • 10 Oct 2022 07:51 PM (IST)

    PM Modi Gujarat Visit Live : જામનગરમાં પ્રદર્શની મેદાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જંગી જનસભા, કહ્યુ આજે ગુજરાતમાં બધી યોજનાઓ તેજ ગતિથી ચાલી રહી છે

  • 10 Oct 2022 07:50 PM (IST)

    PM Modi Gujarat Visit Live : જામનગરમાં પ્રદર્શની મેદાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જંગી જનસભા, કહ્યુ આજે ગુજરાતમાં બધી યોજનાઓ તેજ ગતિથી ચાલી રહી છે

  • 10 Oct 2022 07:49 PM (IST)

    PM Modi Gujarat Visit Live : જામનગરમાં પ્રદર્શની મેદાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જંગી જનસભા, કહ્યુ આજે ગુજરાતમાં બધી યોજનાઓ તેજ ગતિથી ચાલી રહી છે

  • 10 Oct 2022 07:31 PM (IST)

    PM Modi Gujarat Visit Live : જામનગરમાં પ્રદર્શની મેદાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જંગી જનસભા, કહ્યુ ગુલામીની માનસિક્તામાંથી મુક્તિ અપાવવાનુ અભિયાન ચલાવ્યુ

    સમુદ્રની પટ્ટી પર જે લોકોએ ગેરકાયદે બાંધકામ કર્યા હતા તેનો મુખ્યમંત્રીએ ચુપચાપ સફાયો કરાવી નાખ્યો. આ દબાણ ઝુંબેશને આખા ગુજરાતના સંતો મહંતોએ પણ આવકાર્યુ. કાયદો વ્યવસ્થાના પાલનમાં સહુનું ભલુ છે ગુજરાતે ગયા 20 વર્ષમાં શાંતિ જોઈ છે અને તેના કારણે સમૃદ્ધિના દ્વાર ખૂલ્યા છે. ગુજરાતે છેલ્લા 20 વર્ષમાં ભાઈચારો જોયો છે. આજે ગુજરાતમાં બધી યોજનાઓ તેજ ગતિથી ચાલી રહી છે. જામનગરના અને સૌરાષ્ટ્રના વિકાસના કામો મજબુત પાયો બની રહ્યો છે.

  • 10 Oct 2022 07:30 PM (IST)

    PM Modi Gujarat Visit Live : જામનગરમાં પ્રદર્શની મેદાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જંગી જનસભા, કહ્યુ ગુલામીની માનસિક્તામાંથી મુક્તિ અપાવવાનુ અભિયાન ચલાવ્યુ

    એવી ઈન્ડસ્ટ્રીયલ પોલિસી લાવ્યા છે જે ગુજરાતને ક્યાંય અટકવા જ નહીં દે-પીએમ ગુજરાતના વધુ વધુ યુવાનો એન્ટરપ્રેન્યોર બને, લાખો નવા રોજગાર ઉભા થશે આપણા જામનગરની કોસ્ટલાઈન, સમુદ્રકિનારો જૈવ વિવિધતાની ભરમાર છે જામનગરમાં ડોલ્ફીનના સંરક્ષણ માટે મોટી યોજના બની રહી છે. પ્રોજેક્ટ ડોલ્ફીન શરૂ કર્યો છે.

  • 10 Oct 2022 07:23 PM (IST)

    PM Modi Gujarat Visit Live : જામનગરમાં પ્રદર્શની મેદાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જંગી જનસભા, કહ્યુ ગુલામીની માનસિક્તામાંથી મુક્તિ અપાવવાનુ અભિયાન ચલાવ્યુ

    પહેલા અંગ્રેજોના જમાનાના કાયદા ચાલતા-પીએમ ગુલામીની માનસિક્તામાંથી મુક્તિ અપાવવાનુ અભિયાન ચલાવ્યુ છે. -પીએમ 2014 પહેલા ભારત 142માં નંબરે હતુ.- પીએમ વેપારીઓને નડતા 2000 કાયદાઓ ખતમ કર્યા-પીએમ જેમ ધ્યાનમાં આવશે એમ મારુ સ્વચ્છતા અભિયાન ચાલુ જ રહેશે-પીએમ

  • 10 Oct 2022 07:18 PM (IST)

    PM Modi Gujarat Visit Live : જામનગરમાં પ્રદર્શની મેદાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જંગી જનસભા

    જામનગરમાં સૌભાગ્ય નગરી તરીકે પણ ઓળખાય છે. જામનગર કંકુ, ચુડી, ચાંદલા, બાંધણી આ બધા માટે વખણાય છે.-PM

  • 10 Oct 2022 07:14 PM (IST)

    PM Modi Gujarat Visit Live : જામનગરમાં પ્રદર્શની મેદાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જંગી જનસભા

    જામનગર હિંદુસ્તાનના ખૂણેખૂણે જોડાયેલુ હોવુ જોઈએ. 26000 કરોડના ખર્ચે જામનગર, અમૃતસર, ભટીન્ડા કોરિડોરનું નિર્માણ થઈ રહ્યુ છે.

  • 10 Oct 2022 07:08 PM (IST)

    PM Modi Gujarat Visit Live : જામનગરમાં પ્રદર્શની મેદાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જંગી જનસભા

    એક જમાનો હતો જ્યારે ધારાસભ્ય પોતાના વિસ્તારમાં હેન્ડ પંપ મંજૂર કરાવવાની માગ કરતા હતા. આજે સૌની યોજના દ્વારા ગુજરાતના ખૂણે ખૂણે નર્મદાના નીર પહોંચાડવામાં આવી રહ્યા છે. પહેલાના ધારાસભ્યો કાચી માટીના રોડની માગ કરતા હતા. આજે ફોરલેન અને પેવર રોડની માગ કરે છે. નર્મદા હવે ગુજરાતના ખૂણે ખૂણે પરીક્રમા કરીને આશિર્વાદ આપે છે.

  • 10 Oct 2022 07:05 PM (IST)

    PM Modi Gujarat Visit Live : જામનગરમાં પ્રદર્શની મેદાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જંગી જનસભા

    વડાપ્રધાને કહ્યુ ગુજરાતે એવા પણ દિવસો જોયા છે જ્યારે 2 બેડા પાણી માટે કલાકો સુધી ટેન્કરની લાઈનમાં ઉભા રહેવુ પડતુ હતુ. એક ઘડો પાણી માટે ત્રણ ત્રણ કિલોમીટર દૂર જવુ પડતુ હતુ. 20-25 વર્ષ પહેલા ખેતરમાં પાણી માટે વલખાં મારવા પડતા હતા આખા કાઠિયાવાડની આ દશા હતા.

  • 10 Oct 2022 07:03 PM (IST)

    PM Modi Gujarat Visit Live : જામનગરમાં પ્રદર્શની મેદાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જંગી જનસભા

    યુક્રેનથી આપણા વિદ્યાર્થીઓ પરત આવ્યા.પોલેન્ડ સરકારે જે મદદ કરી તે જામ સાહેબના દયાળુ સ્વભાવની મૂડી હતા. જામનગર ક્રિકેટની દુનિયામાં આજે પણ ભારતનો ત્રિરંગો રોપ્યા કરે છે. જામનગરના ખેલાડીઓએ ક્રિકેટમાં મોટુ કાઠુ કાઢ્યુ છે. આટલી બધી પ્રતિભાઓથી ભરેલ, સેવાભાવનાઓથી ભરેલ આ ધરતી છે.

  • 10 Oct 2022 07:00 PM (IST)

    PM Modi Gujarat Visit Live : જામનગરમાં પ્રદર્શની મેદાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જંગી જનસભા

    જામસાહેબ મહારાજા દિગ્વિજય સિંહને શત શત નમન. મહારાજાએ બીજા વિશ્વયુદ્ધ સમયે જે કામ કર્યુ તેનો લાભ આજે પણ ભારતને મળે છે.

  • 10 Oct 2022 06:57 PM (IST)

    PM Modi Gujarat Visit Live : જામનગરમાં પ્રદર્શની મેદાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જંગી જનસભા

    વડાપ્રધાને કહ્યુ છોટે કાશીના આશિર્વાદ મળ્યા. પીએમએ ભૂકંપના દિવસોને યાદ કરતા કહ્યુ બે દાયકા પહેલા સૌરાષ્ટ્ર-કચ્છને ભૂકંપે રગદોળી નાખ્યુ હતુ. ભૂકંપ બાદ એવુ કહેવાતુ હતુ કે હવે ગુજરાત બેઠુ નહીં થાય, પરંતુ આ ગુજરાતની ખમીરવંતી પ્રજા છે. ખ ખમીરનો ખ જ ભણ્યા છે. આજે ગુજરાત દેશને ગતિ આપી રહ્યુ છે. ગુજરાતના વિકાસને વિસ્તાર આપવાનો અનુભવ થયો-PM

  • 10 Oct 2022 06:53 PM (IST)

    PM Modi Gujarat Visit Live : જામનગરમાં પ્રદર્શની મેદાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જંગી જનસભા

    જામનગરમાં પ્રદર્શની મેદાનમાં વડાપ્રધાનની જંગી જનસભા. આજે અહીં 8 પ્રોજેક્ટનું લોકાર્પણ અને શીલાન્યાસ કરવામાં આવ્યો છે.

  • 10 Oct 2022 06:42 PM (IST)

    PM Modi Gujarat Visit Live : જામનગરમાં પ્રદર્શની મેદાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જંગી જનસભા

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 1460 કરોડથી વધુના વિકાસકામોની જામનગરને આપી ભેટ, સૌની યોજનાના બીજા અને ત્રીજા તબક્કાનું લોકાર્પણ કરવામાં આવ્યુ.

  • 10 Oct 2022 06:35 PM (IST)

    PM Modi Gujarat Visit Live : જામનગરમાં પ્રદર્શની મેદાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જંગી જનસભા

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગર પહોંચ્યા, પ્રદર્શની મેદાનમાં વડાપ્રધાન મોદીની જંગી જનસભા

  • 10 Oct 2022 05:28 PM (IST)

    PM Modi Gujarat Visit Live : જામનગરમાં પ્રદર્શની મેદાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જંગી જનસભા

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોડીવારમાં જ જામનગર પહોંચશે. અહીં પ્રદર્શની મેદાનમાં તેઓ જંગી જનસભા સંબોધશે. આ સાથે તેઓ 1460 કરોડથી વધુના વિકાસકામોની જામનગરવાસીઓને ભેટ આપશે

  • 10 Oct 2022 04:56 PM (IST)

    PM Modi Gujarat Visit Live : વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગર જવા થયા રવાના

    વડપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ ઍરપોર્ટથી જામનગર જવા રવાના થયા છે. જામનગરમાં પીએમના અનેક વિકાસકામોની ભેટ આપશે. રૂ. 1460 કરોડથી વધુના પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે અને શિલાન્યાસ કરશે. આ પ્રોજેક્ટ્સ સિંચાઈ, વીજળી, પાણી પુરવઠા અને શહેરી માળખાકીય સુવિધાઓ સાથે સંબંધિત છે. સાંજે 5 કલાકે જામનગરમાં જનસભા સંબોધશે અને જામનગરમાં જ રાત્રિ રોકાણ કરશે.

  • 10 Oct 2022 04:43 PM (IST)

    PM Modi Gujarat Visit Live : ગઈકાલે મા મોઢેશ્વરીના દર્શન કર્યા અને આજે સમાજ દેવતાના દર્શન કરી રહ્યો છુ- વડાપ્રધાન નરેન્દ્ર મોદી

  • 10 Oct 2022 04:40 PM (IST)

    PM Modi Gujarat Visit Live : ગઈકાલે મા મોઢેશ્વરીના દર્શન કર્યા અને આજે સમાજ દેવતાના દર્શન કરી રહ્યો છુ- વડાપ્રધાન નરેન્દ્ર મોદી

  • 10 Oct 2022 04:35 PM (IST)

    PM Modi Gujarat Visit Live :PM Modi Gujarat Visit Live : વડાપ્રધાને છારોડી સ્થિત ‘મોદી શૈક્ષણિક સંકુલ’નું લોકાર્પણ કર્યુ

    સમાજે મને એક પ્રકારે મોટો ટેકો આપ્યો છે, મોટી તાકાત આપી છે. મારુ સૌભાગ્ય રહ્યુ છે કે મારુ કુટુંબ પણ મારાથી જોજનો દૂર રહ્યુ છે.- વડાપ્રધાન નરેન્દ્ર મોદી

  • 10 Oct 2022 04:33 PM (IST)

    PM Modi Gujarat Visit Live :PM Modi Gujarat Visit Live : વડાપ્રધાને છારોડી સ્થિત ‘મોદી શૈક્ષણિક સંકુલ’નું લોકાર્પણ કર્યુ

    ગઈકાલે મા મોઢેશ્વરીના દર્શન કર્યા અને આજે સમાજ દેવતાના દર્શન કરી રહ્યો છુ- વડાપ્રધાન નરેન્દ્ર મોદી

  • 10 Oct 2022 04:23 PM (IST)

    PM Modi Gujarat Visit Live :PM Modi Gujarat Visit Live : વડાપ્રધાને છારોડી સ્થિત ‘મોદી શૈક્ષણિક સંકુલ’નું લોકાર્પણ કર્યુ

    વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અમદાવાદ ખાતે મોદી શૈક્ષણિક સંકુલનું ઉદ્ઘાટન કર્યુ.

  • 10 Oct 2022 04:08 PM (IST)

    PM Modi Gujarat Visit Live :PM Modi Gujarat Visit Live : વડાપ્રધાને છારોડી સ્થિત ‘મોદી શૈક્ષણિક સંકુલ’નું લોકાર્પણ કર્યુ

    વડાપ્રધાને કહ્યુ મારે વ્યક્તિગત રીતે સમાજનો આભાર માનવો છે, આ સમાજનો દીકરો સૌથી લાંબા સમય સુધી સીએમ રહ્યો, આ સમાજના દીકરાને બીજી વખત પીએમ બનાવ્યો. અમે ક્યારેય કોઇને નડ્યા નથી. સમાજનો કોઇ પણ વ્યક્તિ મારી પાસે કામ લઇને નથી આવ્યો. મારૂ કુટુંબ જોજનો દૂર રહ્યું. ભલે આપણે મોડા પડ્યા પરંતુ દિશા સાચી છે. આ ભલે નાની વાત લાગે પરંતુ નાની વાત નથી. આપણા સમાજમાં પોતાની મેળે આગળ વધનારા લોકો છે. મને ખુશી છે કે બધા ભેગા મળીને ચિંતા કરી છે.

  • 10 Oct 2022 04:03 PM (IST)

    PM Modi Gujarat Visit Live : વડાપ્રધાને છારોડી સ્થિત ‘મોદી શૈક્ષણિક સંકુલ’નું લોકાર્પણ કર્યુ

    વડાપ્રધાને કહ્યુ મારે વ્યક્તિગત રીતે સમાજનો આભાર માનવો છે. આ સમાજનો એક દીકરો સૌથી લાંબા કાળ માટે મુખ્યમંત્રી રહ્યો, બીજી વાર વડાપ્રધાન બન્યો છતા સમાજનો એકપણ વ્યક્તિ એકપણ કામ લઈને મારી પાસે નથી આવ્યો. આ કોઈ નાની વાત નથી. આ સમાજના સંસ્કાર છે. મારે આ સમાજનું ઋણ સ્વીકાર કરવો છે. એટલા માટે હું આ સમાજને સો-સો સલામ કરુ છુ. આ સમાજને આદરપૂર્વક વંદન કરુ છુ.

  • 10 Oct 2022 04:01 PM (IST)

    PM Modi Gujarat Visit Live : વડાપ્રધાને છારોડી સ્થિત ‘મોદી શૈક્ષણિક સંકુલ’નું લોકાર્પણ કર્યુ

    મોદી સમાજ વિશે પીએમ મોદીએ કહ્યુ ભાગ્યે જ એવુ બન્યુ હશે કે આ સમાજ ક્યારેય કોઈને નડ્યો હશે. આપણા સમાજમાં પોતાની રીતે આગળ આવનારા લોકો છે.  મારા માટે સમાજના આશિર્વાદ લેવા એ ધન્ય ઘડી છે.

  • 10 Oct 2022 03:59 PM (IST)

    PM Modi Gujarat Visit Live : વડાપ્રધાને છારોડી સ્થિત ‘મોદી શૈક્ષણિક સંકુલ’નું લોકાર્પણ કર્યુ

    20 કરોડના ખર્ચે તૈયાર થયેલ સંકુલમાં 400 વિદ્યાર્થીઓને રહેવાની વ્યવસ્થા, તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ શૈક્ષણિક હેતુ માટે બજારથી અડધા ભાવે જમીન અપાવી હતી

  • 10 Oct 2022 03:56 PM (IST)

    છારોડી સ્થિત ‘મોદી શૈક્ષણિક સંકુલ’નું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યુ લોકાર્પણ, હોસ્ટેલ બિલ્ડીગને પણ ખુલ્લું મુક્યુ 

    વડાપ્રધાન નરેન્દ્ર  મોદી અમદાવાદના છારોડી પહોંચ્યા છે. અહીં તેમણે ‘મોદી શૈક્ષણિક સંકુલ’નું લોકાર્પણ કર્યુ. અને હોસ્ટેલ બિલ્ડિંગને પણ ખુલ્લુ મુક્યુ છે.

  • 10 Oct 2022 03:52 PM (IST)

    PM Modi Gujarat Visit Live : સર્વસમાવેશી વિકાસના કારણે ગુજરાતના અનેક જિલ્લાઓ કોસ્મોપોલિટન બન્યા-PM

    સર્વસમાવેશી વિકાસના કારણે ગુજરાતના અનેક જિલ્લાઓ બન્યા છે કોસ્મોપોલિટન : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

     

  • 10 Oct 2022 02:15 PM (IST)

    કોંગ્રેસ જુની ચાલાકીથી ગોઠવણ કરી રહી છે – PM મોદી

    વધુમાં વડાપ્રધાને કહ્યું કે, આવનારી ચૂંટણીમાં સતર્ક રહેવાની જરૂર છે. કારણ કે કોંગ્રેસ જુની ચાલાકીથી ગોઠવણ કરી રહ્યા છે. કોંગ્રેસ વાળા બોલતા નથી ઠંડી તાકાતથી ગામેગામ ગોઠવણ કરી રહ્યા છે. મારે એમની ટીકા કરવી નથી, પણ સતર્ક રહેવાની જરૂર છે. આ કોંગ્રેસ આજે પણ ગુજરાતને અપનામિત કરવનો કોઈ મોકો છોડતી નથી .

  • 10 Oct 2022 02:10 PM (IST)

    આજે સરદાર પટેલને વિશ્વ ફલક પર સન્માન મળ્યુ – PM મોદી

    વધુમાં સંબોધનમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, અમે વાતોના વડા કરનાર લોકો નથી.અમે કામ કરીને બતાવનારા છીએ. ગુજરાતનું ગૌરવ એ દરેક ગુજરાતીની વિરાસત છે. પહેલા અમે વિપક્ષમાં હતા ત્યારે નક્કી કર્યું હતુ કે સરદાર સાહેબને સન્માન અપાવીશુ. આજે સરદાર પટેલને વિશ્વ ફલક પર સન્માન મળ્યુ.

  • 10 Oct 2022 02:06 PM (IST)

    શિક્ષણની સીટોમાં નોંધપાત્ર વધારો થયો – PM મોદી

    વધુમાં વડાપ્રધાને ઉમેર્યું કે, ભારતીય જનતા પાર્ટી ગુજરાતવા વિકાસનો ધ્વજવાહક બની. છેલ્લા 8 વર્ષમાં સરકારે ખેતી અને પશુપાલન ક્ષેત્રે કામ કર્યા. છેલ્લા 20 વર્ષમાં ગુજરાતે વિકાસની છલાંગ લગાવી છે. નવી શિક્ષણ સંસ્થાઓ વધતા નવી સીટો ઉભી થઈ છે. પહેલા એન્જિનિયરોની 20,000 સીટો હતી હવે 70,000 સીટો છે. વધુમાં તેણે કહ્યું કે, હવે દોડવાનો સમય પુરો થઈ ગયો છે. હવે છલાંગ લગાવવાનો સમય છે.

  • 10 Oct 2022 02:01 PM (IST)

    20 વર્ષમાં ગુજરાત વિકાસની રેસમાં આગળ રહ્યું – PM મોદી

    આ ઉપરાંત વડાપ્રધાને આણંદમાં જનસંબોધન કરતા PM મોદીએ કહ્યું કે, છેલ્લા 20 વર્ષમાં ગુજરાત વિકાસની રેસમાં આગળ રહ્યું. ગુજરાતમાં ગામડાઓ સુધી ઉદ્યોગ લઈ જવામાં આવ્યા. તેમજ ગુજરાતે પ્રાકૃતિક ખેતીનું બીડુ ઝડપ્યુ તે પ્રશંશનીય. અવનારા દસ વર્ષમાં મારૂ આ ગુજરાત ગાજી ઉઠશે. આવનારા વર્ષોમાં ગુજરાત હાઈડ્રોજન હબ તરીકે ઓળખાશે.

  • 10 Oct 2022 01:56 PM (IST)

    કોંગ્રેસ ને પુછજો તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા ગયા ? – PM મોદી

    આ ઉપરાંત કોંગ્રેસ પર આડકતરી રીતે પ્રહાર કરતા PM મોદીએ કહ્યું કે,  તમે કોંગ્રેસ ને પુછજો તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા ગયા ? કોંગ્રેસ સરદાર પટેલના શરણોમાં માથું નહિ નમાવે. એમને કેજો કે હવે તો ઉદ્દારતા બતાવો, સરદાર પટેલના આશીર્વાદ મેળવો.

  • 10 Oct 2022 01:53 PM (IST)

    પહેલા લોકો કહેતા કે વાળુ ટાણે તો વીજળી આપો – PM મોદી

    સંબોધનમાં વધુમાં PM મોદીએ કહ્યું કે, પહેલા આણંદથી જાન નીકળે અને વડોદરા પહોંચે ત્યાં મૂર્હત નીકળી જતુ. હવે વીજળી, પાણી, રસ્તા સહિતની સુવિધા ઉભી કરાઈ છે. જ્યારે હું CM બન્યો ત્યારે લોકો કહેતા કે વાળુ ટાણે તો વીજળી આપો. હવે 24 કલાક વીજળી મળી રહી છે.

  • 10 Oct 2022 01:47 PM (IST)

    આજે ગુજરાતની દિકરી નિશ્વિત થઈ જીવે છે – PM મોદી

    વધુમાં વડાપ્રધાને કહ્યું કે,  ગુજરાતનો દરેક વ્યક્તિ જાણે છે કે ગુજરાત ભાજપ એટલે સેવા. ગુજરાતની વાત આવે ત્યાં ભાજપ દેખાય અને ભાજપની વાત આવે ત્યાં ગુજરાત દેખાય. ગુજરાતની દશા પહેલા કેવી હતી તે આજના યુવાને ખબર નથી, પરંતુ આજે સ્થિતિ જુદી છે.ગુજરાતની દિકરી નિશ્વિત થઈ જીવે છે.

  • 10 Oct 2022 01:42 PM (IST)

    આણંદમાં કેસિરયાનો સાગર હિલોડા લઈ રહ્યો છે – PM મોદી

    આણંદમાં સંબોધન કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આણંદવાસીઓ તો વટ પાડી દીધો, અહીં તો કેસિરયાનો સાગર હિલોડા લઈ રહ્યો છે. ગુજરાત અને ભાજપને અતૂટ નાતો છે. ક્યાંય પણ ગુજરાતની વાત આવે એટલે ભાજપ દેખાઈ. ગુજરાતે હંમેશા કમળને ખીલતુ રાખ્યું છે.

  • 10 Oct 2022 01:27 PM (IST)

    PM Modi Gujarat : વડાપ્રધાન મોદી આણંદ પહોંચ્યા

    PM મોદી આણંદ પહોંચ્યા છે. થોડીવારમાં તેઓ શાસ્ત્રી મેદાનમાં જનસભા સંબોધશે.

  • 10 Oct 2022 01:13 PM (IST)

    PM Modi Anand Visit : થોડીવારમાં આણંદ પહોંચશે PM મોદી

    ભરૂચમાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યા બાદ હવે વડાપ્રધાન મોદી થોડીવારમાં આણંદ પહોંચશે.

  • 10 Oct 2022 01:09 PM (IST)

    ભરૂચમાં વડાપ્રધાન મોદીએ 8200 કરોડના વિકાસકાર્યોનું કર્યું લોકાર્પણ

    ભરૂચ અને આમોદમાં PM મોદીએ 8200 કરોડની કિંમતના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું. તો સંબોધન દરમિયાન તેમણે AAP નું નામ લીધા વિના પ્રહાર પણ કર્યા.

  • 10 Oct 2022 12:55 PM (IST)

    PM Modi Gujarat : બલ્ક ડ્રગ પાર્ક માટે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કરી જાહેરાત

    હવે ગુજરાતમાં દવાનું ઉત્પાદન કરતા ઉદ્યોગોને એક જ સ્થળેથી મળશે જરૂરી તમામ સુવિધા. ભરૂચના જંબુસરમાં ઔદ્યોગિક પાર્ક બનશે. તો મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જંબુસરમાં બલ્ક ડ્રગ પાર્ક બનાવવાની જાહેરાત કરી છે. મુખ્યપ્રધાને કહ્યું કે બલ્ક ડ્રગ પાર્ક માટે રાજ્ય સરકાર 450 કરોડનો સહયોગ આપશે. કુલ 2 હજાર 506 કરોડના ખર્ચે બલ્ક ડ્રગ પાર્ક બનાવવામાં આવશે. 2 હજાર એકરથી વધુ વિસ્તારમાં બ્લક ડ્રગ પાર્ક પથરાયેલો હશે. આ પાર્ક બન્યાં બાદ દવા ઉત્પાદન કરતા ઉદ્યોગકારોને એક જ સ્થળેથી તમામ સુવિધા મળી રહેશે. એટલું જ નહીં ઉદ્યોગકારોને ખૂબ જ ઓછા ભાવે જમીન અને શરૂઆતમાં મૂડીરોકાણ કરવામાં રાહત અપાશે. મહત્વનું છે કે બલ્ક ડ્રગ પાર્ક માટે કેન્દ્ર સરકાર અગાઉથી જ 1000 કરોડ સહાયની જાહેરાત કરી ચૂકી છે.

  • 10 Oct 2022 12:21 PM (IST)

    અર્બન નકસલ નવા રૂપમાં આવી રહ્યા છે – PM મોદી

    વધુમાં વડાપ્રધાને આડકતરી રીતે AAP પર પ્રહાર કરતા કહ્યું કે, ‘અર્બન નકસલીઓ નવા રૂપમાં આવી રહ્યા છે. હવે અર્બન નક્સલીઓ નવા રંગરૂપ સાથે પ્રવેશવાની કોશિશ કરી રહ્યા છે, એમણે વાઘા બદલ્યા છે ભોળા યુવાનોને ભરમાવી રહ્યા છે. પણ મારે ગુજરાતની યુવા પેઢીને બરબાદ થવા નથી દેવી. નકસલીઓએ આદિવાસીઓની જીંદગી ખતમ કરી હતી અને હવે તેઓ આ અર્બન નકસલીઓને પણ ઘૂસવા નહિ દે…’

  • 10 Oct 2022 12:14 PM (IST)

    આજે ભારતનું અર્થતંત્ર 5 મા નંબરે – PM મોદી

    આ ઉપરાંત PM મોદીએ તેના સંબોધનમાં જણાવ્યું કે, 2014માં જ્યારે તમે મને વડાપ્રધાન બનાવીને દિલ્હી મોકલ્યો ત્યારે ભારત અર્થતંત્રમાં 10 માં નંબરે હતુ. આજે ભારત પાંચમાં નંબરે પહોંચી ગયુ છે. આજે ભારત એવા દેશોથી આગળ છે જેણે આપણા દેશ પર રાજ કર્યું હતુ.

  • 10 Oct 2022 12:12 PM (IST)

    આપણે ભારતમાં બનતા ફડાકડા લઈએ – PM મોદી

    મેક ઈન્ડિયાના મંત્રને સાકાર કરવા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આપણે ભારતમાં બનતા ફડાકડા લઈએ. એ કદાચ થોડો ઓછો અવાજ કરશે તો ચાલશે, પણ તેનાથી ગરીબોનું ઘર ચાલશે.

  • 10 Oct 2022 12:09 PM (IST)

    ઉત્પાદનનું હબ બન્યું ગુજરાત – PM મોદી

    વધુમાં PM મોદીએ જણાવ્યું કે, ડબલ એન્જિનની સરકારને પગલે આજે ગુજરાત ઉત્પાદનનું હબ બન્યું છે. ભરૂચ જિલ્લો પણ વાયબ્રન્ટ બની રહ્યો છે. આજે GACL ના પ્લાન્ટથી 2500 કરોડનું રોકાણ વધુ ઉમેરાશે.

  • 10 Oct 2022 12:07 PM (IST)

    પહેલા ભરૂચમાં છાસવારે કર્ફ્યૂ લાગતો – PM મોદી

    પહેલા ગુજરાતમાં લોકોને ગરબા કરવામાં પણ તકલીફ પડતી હતી. પરંતુ અમારી સરકારે કાયદો વ્યવસ્થા જાળવવા મોટા ગૂંડાઓને જેલની સલિયા પાછળ મોકલ્યા.આજે ભરૂચમાં પણ લોકો ચિંતામુક્ત થઈને ફરી શકે છે.

  • 10 Oct 2022 12:01 PM (IST)

    હવે ગુજરાતની બદલાયેલી તસવીર જોવા મળે છે – PM મોદી

    વધુમાં વડાપ્રધાને જણાવ્યું કે, છેલ્લા 20 વર્ષમાં મહેનત કરીને ગુજરાતે ઉદ્યોગ ક્ષેત્રે હરણફાળ ભરી છે.  આજે ગુજરાતની બદલાયેલી તસવીર જોવા મળે છે. એક સમય હતો જ્યારે ભરૂચ ખાલી થઈ રહ્યું હતુ, આજના યુવાનોને ખબર નહિ હોય પણ ભરૂચમાં જીવવા લોકો વલખા મારતા હતા, આજે ભરૂચમાં લોકો સુખ-શાંતિથી જીવે છે. વધુમાં જણાવ્યું કે, વિકાસ માટે સાનુકુળ વાતાવરણ જોઈએ. ગુજરાતના યુવાઓ માટે આજે સ્વર્ણિમ કાળ છે.

  • 10 Oct 2022 11:55 AM (IST)

    આજે ઉદ્યોગ સહિત અનેક બાબાતોમાં ભરૂચનો જયજયકાર – PM મોદી

    PM મોદીએ તેના સંબોધનમાં જણાવ્યું કે, ગુજરાત હોય કે રાષ્ટ્ર ભરૂચનુ  ઘણુ યોગદન છે. એક સમય હતો, જ્યારે ભરૂચ માત્ર ખારી સિંગ માટે જાણીતુ હતુ. પરંતુ આજે ઉદ્યોગ સહિત અનેક બાબાતોમાં ભરૂચનો જયજયકાર થઈ રહ્યો છે. એક રાજ્યમાં જેટલા ઉદ્યોગ હોય, તેનાથી વધારે ઉદ્યોગ માત્ર ભરૂચમાં જ છે.

  • 10 Oct 2022 11:50 AM (IST)

    PM Modi Gujarat : મુલાયમ સિંહનું નિધન દેશ માટે મોટી ખોટ – PM મોદી

    આમોદમાં જન સંબોધનની શરૂઆત કરતા PM મોદીએ કહ્યું કે, આજે સવારે એક દુ:ખદ સમાચાર મળ્યા, મુલાયમસિંહ યાદનું નિધન થયુ. તેમની વિદાય એ દેશ માટે મોટી ખોટ છે. મુલાયમસહિંહ સાથે મારે વિશેષ નાતો રહ્યો છે.

  • 10 Oct 2022 11:38 AM (IST)

    વડાપ્રધાન મોદીની નિતીના કારણે ગુજરાતનો વિકાસ થયો – CM ભૂપેન્દ્ર પટેલ

    ભરૂચના કાર્યક્રમમાં સંબોધન કરતા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, આજે ગુજરાતને જે સિદ્ધિ મળી છે, તેનો પાયો  PM મોદીએ નાખ્યો હતો. વડાપ્રધાન બન્યા બાદ મોદીએ મેક ઈન ઈન્ડિયા નો મંત્ર આપ્યો. નરેન્દ્ર મોદીની નિતીના કારણે ગુજરાતનો વિકાસ થયો. વધુમાં ઉમેર્યું કે, આત્મનિર્ભર યોજનાથી MSME સહિત ઉદ્યોગોને ફાયદો થશે. આ વિવિધ વિકાસ પ્રોજેક્ટથી આદિવાસી વિસ્તારમાં આર્થિક અને સામાજીક પરિવર્તન આવશે. તો વધુમાં તેમણે જણાવ્યું કે, વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ ગુજરાતનો સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે અને આજનો દિવસ ગુજરાતની વિકાસગાથામાં સુવર્ણ અક્ષરે લખાશે.

  • 10 Oct 2022 11:26 AM (IST)

    PM Modi Bharuch Visit : વડાપ્રધાન મોદી ભરૂચ પહોંચ્યા

    વડાપ્રધાન મોદી હાલ ભરૂચ પહોંચ્યા છે, તેઓ ભરૂચમાં 8200 કરોડના વિકાસકાર્યોનું ભૂમિપૂજન તથા ખાતમુહૂર્ત કરશે. તો આમોદમાં પણ તેઓ વિવિધ યોજનાઓનું લોકાર્પણ-ભૂમિપૂજન કરશે.

  • 10 Oct 2022 11:08 AM (IST)

    અમદાવાદમાં શૈક્ષણિક સંકુલનું ઉદ્ધાટન કરશે PM મોદી

    વડાપ્રધાન મોદી  આજે અમદાવાદમાં શૈક્ષણિક સંકુલના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કરશે, જે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટેનું શૈક્ષણિક સંકુલ છે. આ પ્રોજેક્ટ વિદ્યાર્થીઓને સર્વગ્રાહી વિકાસ માટે સુવિધાઓ પ્રદાન કરવામાં મદદ કરશે.

  • 10 Oct 2022 10:43 AM (IST)

    વડાપ્રધાન ભરૂચ, આણંદ, અમદાવાદ તથા જામનગરમાં ગજવશે સભા

    વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસની આજે બીજો દિવસ છે. આજે તેઓ ભરૂચ, આણંદ, અમદાવાદ તથા જામનગરમાં સભાઓ ગજવશે.સવારે 11 વાગે ભરૂચ માં 8200 કરોડના વિકાસ કર્યોનું ભૂમિપૂજન તથા ખાતમુહૂર્ત કરશે. તો 1 વાગે આણંદના શાસ્ત્રી મેદાનમાં જનસભા સંબોધશે. તો 3 વાગ્યે અમદાવાદ મોદી શૈક્ષણિક સંકુલની મુલાકાત લેશે. સાંજે 5:30 વાગે જામનગરમાં અંદાજે 1448 કરોડના પ્રકલ્પોનું કરશે ખાત મુહૂર્ત અને લોકાર્પણ કરશે અને જનસભા પણ સંબોધશે.

  • 10 Oct 2022 10:33 AM (IST)

    PM મોદી થોડીવારમાં રાજભવનથી સચિવાયલના હેલિપેડ પહોંચશે

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજભવનથી થોડીવારમાં વિધાનસભા સચિવાયલમાં હેલિપેડ પહોંચશે. જ્યાં હેલિપેડથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભરૂચ જવા રવાના થશે.

  • 10 Oct 2022 10:16 AM (IST)

    PM Modi Gujarat Visit : ચૂંટણી પહેલા PM મોદીના પ્રવાસનું રાજકીય મહત્વ

    વિધાનસભા ચૂંટણી પહેલા PM મોદીના પ્રવાસનું રાજકીય મહત્વ ઘણુ વધારે છે. ઉત્તર, દક્ષિણ અને સૌરાષ્ટ્રની બેઠકો પર તેની અસર થઈ શકે છે.વર્ષ 2017ની ચૂંટણીમાં ઉત્તર અને સૌરાષ્ટ્રમાં ભાજપને નુકસાન થયુ હતુ. જેમાં સૌરાષ્ટ્રમાં ભાજપને કોંગ્રેસ કરતા ઓછી બેઠકો મળી હતી. તો ઉત્તર ગુજરાતમાં પણ ભાજપનું નબળુ પ્રદર્શન રહ્યું હતું. ભરૂચમાં પણ BTP અને કોંગ્રેસનો દબદબો રહ્યો છે, ત્યારે ત્રણેય ઝોનમાં પક્ષને મજબુત કરવા PM મોદીનું ફોકસ રહેશે.

  • 10 Oct 2022 10:11 AM (IST)

    PM Modi Gujarat : આ મુલાકાત દરમિયાન ખાસ સૌરાષ્ટ્ર પર ફોક્સ કરશે વડાપ્રધાન

    ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ભાજપ પણ એક્શનમાં જોવા મળી રહી છે. વડાપ્રધાન મોદી પણ આગામી ચૂંટણીને લઈ ગુજરાત મુલાકાતે છે,ત્યારે આ દરમિયાન તેઓ સૌરાષ્ટ્ર પર વધારે ફોકસ કરશે. સાંજે 5 કલાકે જામનગરમાં જનસભાને સંબોધશે.જ્યાં તેઓ સૌરાષ્ટ્રના ભાજપ આગેવાનોને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપશે. તો વડાપ્રધાન રાત્રિ રોકાણ પણ જામનગરમાં જ કરશે.  આ ઉપરાંત આવતી કાલે PM મોદી સવારે 9.30 કલાકે જામકંડોરણા જવા રવાના થશે. તેમજ જામકંડોરણામાં જંગી જનસભા પણ સંબોધશે.

  • 10 Oct 2022 09:56 AM (IST)

    PM મોદી જામનગરમાં જ કરશે રાત્રિ રોકાણ

    ગુજરાત મુલાકાતે આવેલા વડાપ્રધાન મોદીએ ગઈકાલે જાહેરસભા સંબોધી મોઢેશ્વરી માતાજીના દર્શન કર્યા હતા બાદમાં ત્યાંથી મોઢેરા સૂર્ય મંદિર પહોંચી લાઈટ એન્ડ સાઉન્ડ શોનું લોકાર્પણ કર્યું હતું. PM મોદી પોતાના મિશન ગુજરાતના બીજા દિવસે પણ અનેક લોકાર્પણ તથા જાહેર સભાને સંબોધશે.તો આજે તેઓ રાત્રિ રોકાણ જામનગર જ કરશે.

  • 10 Oct 2022 09:36 AM (IST)

    PM મોદીના આગમન પહેલા વિસ્ફોટક પદાર્થની ચોરી થતા પોલીસ એલર્ટ

    રાજકોટમાં PMના આગમન પહેલા વિસ્ફોટક પદાર્થ ગણાતી જીલેટીન સ્ટીકની ચોરી થતા પોલીસ દોડતી થઇ ગઇ છે. રાજકોટના આજીડેમ વિસ્તારમાં આવેલી રાજહંસ કંપનીમાંથી 7 પેટી જીલેટીન સ્ટીક એટલે કે 1600 સ્ટીક ,બ્લાસ્ટીંગ કેપ અને બ્લાસ્ટીંગના વાયર સહિતની ચીજવસ્તુઓની ચોરી થઇ હોવાની આજી ડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. વિસ્ફોટક પદાર્થની ચોરીની ફરિયાદ નોંધાતા ક્રાઇમ બ્રાન્ચ, SOG સહિતની બ્રાન્ચોએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

  • 10 Oct 2022 08:55 AM (IST)

    PM Modi Gujarat Visit : જામનગરવાસીઓને 1460 કરોડથી વધુના પ્રોજેક્ટની ભેટ

    આજે જામનગરમાં વડાપ્રધાન મોદી 1460 કરોડથી વધુના પ્રોજેક્ટનુ લોકાર્પણ કરશે. આ પ્રોજેક્ટ્સ સિંચાઈ, વીજળી, પાણી પુરવઠા અને શહેરી માળખાકીય સુવિધાઓ સાથે સંબંધિત છે.

  • 10 Oct 2022 07:57 AM (IST)

    PM Modi Gujarat : ભાજપ આગેવાનોને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપશે વડાપ્રધાન

    ગુજરાત વિધાનસભા ચૂંટણીનું હવે કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયુ છે, ત્યારે આજે વડાપ્રધાન મોદી તેના ગુજરાત પ્રવાસના બીજા દિવસે ખાસ સૌરાષ્ટ્ર પર વધારે ફોકસ કરશે.  PM મોદી જામનગરમાં સૌરાષ્ટ્રના તમામ ભાજપ આગેવાનોને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપશે.

  • 10 Oct 2022 07:54 AM (IST)

    PM મોદી થોડી વારમાં સચિવાલય હેલીપેડથી આમોદ જશે

    વડાપ્રધાન મોદી આજે સવારે 9 કલાકે ગાંધીનગર સચિવાલય હેલીપેડથી આમોદ જશે, જ્યાં તેઓ વિવિધ વિકાસકાર્યોને ખુલ્લા મુકશે.

  • 10 Oct 2022 07:31 AM (IST)

    PM Modi Gujarat : આમોદમાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે વડાપ્રધાન

    ગુજરાતની મુલાકાતે આવેલા વડાપ્રધાન મોદી આજે ભરૂચના આમોદ ખાતે 8000 કરોડ રુપિયાથી વધુના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે. જાણો આજનો સંપૂર્ણ કાર્યક્રમ….

  • 10 Oct 2022 07:27 AM (IST)

    PM Modi Gujarat visit : મહેસાણાને 3092 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી

    ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવેલા વડાપ્રધાન મોદીએ પ્રથમ દિવસે મહેસાણા જિલ્લાને  3092 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી.

Published On - Oct 10,2022 7:19 AM

Follow Us:
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ભૂવાએ કરી તાંત્રિકવિધિ
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ભૂવાએ કરી તાંત્રિકવિધિ
બ્રાન્ડેડ કંપનીના નામે નકલી લિપ બામ બનાવાતી હોવાનો પર્દાફાશ
બ્રાન્ડેડ કંપનીના નામે નકલી લિપ બામ બનાવાતી હોવાનો પર્દાફાશ
તસ્કરોએ બેંકના 6 લોકર તોડી લાખો રુપિયાની કરી ચોરી
તસ્કરોએ બેંકના 6 લોકર તોડી લાખો રુપિયાની કરી ચોરી
ઉત્તર-પૂર્વથી પૂર્વના પવન ફુંકાતા ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીની આગાહી
ઉત્તર-પૂર્વથી પૂર્વના પવન ફુંકાતા ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીની આગાહી
કચ્છ: હાજીપીરના બિસ્માર રોડનુ સમારકામ ન થતા ફુટ્યો જન આક્રોષ- Video
કચ્છ: હાજીપીરના બિસ્માર રોડનુ સમારકામ ન થતા ફુટ્યો જન આક્રોષ- Video
ગાંધીનગર મનપા દ્વારા અટલ વૃદ્ધ સહાય આરોગ્ય રથને અપાઈ લીલી ઝંડી
ગાંધીનગર મનપા દ્વારા અટલ વૃદ્ધ સહાય આરોગ્ય રથને અપાઈ લીલી ઝંડી
ઊંઝા APMCની ચૂંટણીમાં પૂર્વ ચેરમેન દિનેશ પટેલ પેનલનો દબદબો યથાવત
ઊંઝા APMCની ચૂંટણીમાં પૂર્વ ચેરમેન દિનેશ પટેલ પેનલનો દબદબો યથાવત
APPAR કાર્ડ કઢાવવામાં આવી રહેલી સમસ્યા અંગે શિક્ષણમંત્રીએ કહી મોટી વાત
APPAR કાર્ડ કઢાવવામાં આવી રહેલી સમસ્યા અંગે શિક્ષણમંત્રીએ કહી મોટી વાત
અંકલેશ્વરમાં નરાધમે બાળકીને નિર્દયતાથી માર મારી આચર્યુ દુષ્કર્મ
અંકલેશ્વરમાં નરાધમે બાળકીને નિર્દયતાથી માર મારી આચર્યુ દુષ્કર્મ
રાજકોટમાં અશાંતધારા ભંગની ધારાસભ્યની રજૂઆત બાદ પોલીસ થઈ દોડતી- Video
રાજકોટમાં અશાંતધારા ભંગની ધારાસભ્યની રજૂઆત બાદ પોલીસ થઈ દોડતી- Video
g clip-path="url(#clip0_868_265)">