Gujarat Election 2022 : ચૂંટણી પહેલા PM મોદીનો ઝંઝાવાતી પ્રચાર, ત્રણેય ઝોનમાં પક્ષને મજબુત કરવા પર ફોકસ
ચૂંટણી નજીક આવતા વડાપ્રધાન મોદી (PM Modi) અને અમિત શાહ સહિતના નેતાઓના ગુજરાત પ્રવાસ (PM Modi gujarat visit) વધી રહ્યા છે, ત્યારે PM મોદીનો આ ગુજરાત પ્રવાસ રાજકીય રીતે ઘણુ મહત્વ ધરાવે છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીના (Gujarat Assembly Election) પડધમ વાગી ચૂક્યા છે, ત્યારે દરેક રાજકીય પાર્ટીઓ પ્રચાર અને પ્રસાર થકી મતદારોને રીઝવવા પ્રયાસ કરી રહી છે. આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી આ વખતે ગુજરાતમાં ત્રિપાંખિયો જંગ જામશે. આ બધાની વચ્ચે 27 વર્ષથી શાસન કરી રહેલી ભાજપ પાર્ટી (BJP Party) પણ પૂરજોશમાં પ્રચાર કરી રહી છે. વડાપ્રધાન મોદી અને અમિત શાહ સહિતના નેતાઓના ગુજરાત પ્રવાસ (PM Modi gujarat visit) વધી રહ્યા છે. PM મોદી હાલ ગુજરાત પ્રવાસે છે. ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવેલા PM મોદીનો આજે બીજો દિવસ છે.
PM મોદીના પ્રવાસનું રાજકીય મહત્વ
તમને જણાવી દઈએ કે, વિધાનસભા ચૂંટણી પહેલા PMના પ્રવાસનું રાજકીય મહત્વ ઘણુ છે. ભાજપના દિગ્ગજ નેતાના (BJP Leaders) પ્રચંડ પ્રચારની ઉત્તર, દક્ષિણ અને સૌરાષ્ટ્રની બેઠકો પર અસર થઈ શકે છે. જો રાજકીય ઈતિહાસ પર એક નજર કરીએ તો વર્ષ 2017ની ચૂંટણીમાં ઉત્તર અને સૌરાષ્ટ્રમાં ભાજપને નુકસાન થયુ હતુ. સૌરાષ્ટ્રમાં ભાજપને કોંગ્રેસ (Congress) કરતા ઓછી બેઠકો મળી હતી. 2017 વિધાનસભા ચૂંટણીમાં સૌરાષ્ટ્રની કુલ 48 બેઠકમાંથી ભાજપને 40% અને કોંગ્રેસને 58 % બેઠક મળી હતી. જ્યારે 2012 માં 69 % બેઠકો ભાજપને અને 27 % બેઠકો કોંગ્રેસે મેળવી હતી. જેથી વડાપ્રધાન મોદી આ વખતે જામનગર, રાજકોટ (Rajkot) સહિત જયેશ રાદડિયાના ગઢ જામકંડોરાણામાં તેઓ જનસંબોધન કરશે. આથી વડાપ્રધાન મોદીનું આ મુલાકાત દરમિયાન સૌરાષ્ટ્ર પર ફોકસ છે તેમ કહી શકાય.
આ બેઠકો મજબુત કરવા ભાજપની મથામણ
તો બીજી તરફ ઉત્તર ગુજરાતમાં પણ વર્ષ 2017માં ભાજપનું (Gujarat BJP) નબળુ પ્રદર્શન રહ્યું હતુ. તો મહેસાણા અને અમદાવાદનો પ્રવાસ પણ મહત્વનો માનવામાં આવી રહ્યો છે. આજે ભરૂચના આમોદ ખાતે વડાપ્રધાન મોદી કરોડોના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે. જો કે ચૂંટણીલક્ષી આ મુલાકાતનો બીજો હેતુ પ્રચાર થકી મતદાતાઓને રીઝવવાનો પણ છે. કારણ કે ભરૂચમાં BTP નો દબદબો રહ્યો છે. અહીંના રોબિનવુડ ગણાતા BTP વડા છોટુ વસાવાએ અહીંના વોટબેંક પર વર્ચસ્વ જાળવી રાખ્યું છે. આથી આમોદ અને ભરૂચની મુલાકાત પણ મહત્વની માનવામાં આવી રહી છે.આથી ત્રણેય ઝોનમાં પક્ષને મજબુત કરતા PM મોદીનું ફોકસ છે.