Pardi Election Result 2022 LIVE Updates: પારડીમાં ભાજપના કનુ દેસાઇનો વિજય, કોંગ્રેસના જયશ્રી પટેલનો પરાજય

|

Dec 08, 2022 | 2:37 PM

1962થી 2017 સુધી પારડી વિધાનસભા બેઠક પર 13 વખત વિધાનસભા ચૂંટણી થઈ છે. જેમાં 6 વખત કોંગ્રેસ અને 5 વખત ભાજપની જીત થઈ છે. 1990 સુધી બેઠક પર કોંગ્રેસનો દબદબો હતો. જો કે 1995માં પ્રથમવાર ભાજપે જીતથી ખાતુ ખોલાવ્યું હતુ.

Pardi Election Result 2022 LIVE Updates:  પારડીમાં ભાજપના કનુ દેસાઇનો વિજય, કોંગ્રેસના જયશ્રી પટેલનો પરાજય
પારડી વિધાનસભા બેઠક
Image Credit source: TV9 GFX

Follow us on

પારડી બેઠકનું પરિણામ 2022 LIVE Updates:  Gujarat Election પારડીની વાત કરીએ તો આ બેઠક પર ભાજપે કનુભાઇ દેસાઇને ટિકિટ આપી  હતી અને કનુભાઈ દેસાઈને  50, 000 મત પ્રાપ્ત થયા છે.  71 વર્ષના કનુભાઇએ B.Com સુધીનો અભ્યાસ કર્યો છે. તેમની પાસે 18 લાખ રુપિયાનું મકાન છે.તો 12 લાખ રુપિયાની જમીન છે. તેમની પાસે 4 કરોડ 45 લાખ જેટલી રકમ બેંકમાં છે અને રોકડ 1 લાખ 25 હજાર રુપિયા છે. તેમની પાસે 8 કરોડ 29 લાખ 38 હજા 15 રુપિયા જંગમ મિલકત છે. આ જ બેઠક પર કોંગ્રેસે 45 વર્ષના જયશ્રીબેન પટેલને ટિકિટ આપી છે. તેમણે ધોરણ 12 સુધીનો અભ્યાસ કરેલો છે. જયશ્રીબેન પાસે 20 લાખ રુપિયાનું મકાન છે. તેમના બેંક ખાતામાં 57 હજાર રુપિયા જેટલી રકમ છે. તેમની પાસે 20 લાખ 7 હજાર 838 રુપિયા જંગમ મિલકત છે. આમ આદમી પાર્ટીએ પારડી બેઠક પર કેતનભાઇ પટેલને ટિકિટ આપી છે. 38 વર્ષના કેતન પટેલે ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યો છે. તેમની પાસે દસ લાખ રુપિયાની જમીન છે. તો બેંકમાં 73 હજાર 101 રુપિયા છે. કેતનભાઇ પાસે જંગમ મિલકત 7 લાખ 48 હજાર 131 રુપિયા છે.

ગુજરાત ઇલેક્શન 2022: રાજકીય ઈતિહાસ

1962થી 2017 સુધી પારડી વિધાનસભા બેઠક પર 13 વખત વિધાનસભા ચૂંટણી થઈ છે. જેમાં 6 વખત કોંગ્રેસ અને 5 વખત ભાજપની જીત થઈ છે. 1990 સુધી બેઠક પર કોંગ્રેસનો દબદબો હતો. જો કે 1995માં પ્રથમવાર ભાજપે જીતથી ખાતુ ખોલાવ્યું હતુ. 1995માં ભાજપના કે.સી.પટેલ અહીં ચૂંટાયા હતા. 2002માં કોંગ્રેસે ભાજપ પાસેથી બેઠક આંચકી લીધી હતી. જો કે તે પછી 2007થી 2017 સુધી બેઠક પર ભાજપનો દબદબો રહ્યો છે. છેલ્લી 2 ટર્મથી ભાજપના કનુ દેસાઈ અહીં ચૂંટાય છે.

ગુજરાત ઇલેક્શન 2022 : 2017ની ચૂંટણીનું પરિણામ

  • ભાજપના કનુ દેસાઇને 98,379 મત મળ્યા
  • કોંગ્રેસના ભરત પટેલને 46,293 મત મળ્યા

ગુજરાત ઇલેક્શન 2022 : વર્ષ 2022 પ્રમાણે કેટલા મતદારો?

  • કુલ મતદારો – 2 લાખ 55 હજાર 098
  • પુરૂષ મતદારો – 1 લાખ 34 હજાર 834
  • સ્ત્રી મતદારો – 1 લાખ 20 હજાર 261

ગુજરાત ઇલેક્શન 2022 : જાતિગત સમીકરણ

પારડી વિધાનસભા બેઠક પર માછીમાર સમાજનું ખૂબ પ્રભુત્વ છે. આ બેઠક અનુસૂચિત જનજાતિ માટે અનામત છે. આ બેઠક પર માછીમાર સમાજને કોઈ પક્ષ અવગણી શકે તેમ નથી. આ સાથે જ આ વિસ્તારના પરપ્રાંતિય વોટ અને આદિવાસી સમાજના મતદારોના વોટ પર કોઈપણ પક્ષનો હારજીતનો મદાર રહેલો છે.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

આ પણ વાંચો:

ગુજરાત વિધાનસભા ચૂંટણી લાઈવ અપડેટ

ગુજરાત ચૂંટણી પરિણામ 2022 એલાયન્સ પાર્ટી વાઈઝ ટેલી લાઈવ

Published On - 2:31 am, Thu, 8 December 22

Next Article