કોંગ્રેસને વધુ એક ફટકો, કોંગ્રેસના સિનિયર નેતાએ આપનું ઝાડું પકડયું, મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આપમાં જોડાયા
ભાજપ અને કોંગ્રેસમાં (Congress) રહેલા તમામ નેતાઓ, કાર્યકર્તાઓ કે જેમની વિચારધારા આમ આદમી પાર્ટી સમાન છે તેવા તમામ મિત્રોનો આમ આદમી પાર્ટીમાં સ્વાગત છે : ગુલાબસિંહ યાદવ
અમે ગુજરાતની ભાજપ સરકારની અહંકારી સરકાર સામે લડત આપી છે અને આપતા રહીશું અને અમે પરિણામ માટે કામ કરીશું , પરિણામ આમ આદમી પાર્ટી માટે લાવીને બતાવીશું : કૈલાશદાન ગઢવી
આજે આમ આદમી પાર્ટી (AAP)ગુજરાતના ઇલેક્શન ઇન્ચાર્જ ગુલાબસિંહ યાદવ તેમજ આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ નેતા ઇશુદાન ગઢવી દ્વારા એક પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી. આ પત્રકાર પરિષદમાં (Congress)કોંગ્રેસના ત્રણ મુખ્ય નેતા કૈલાશ ગઢવી, (Kailashdan Gadhvi) એચ.કે. ડાભી અને પૂજાબેન શર્મા સહિત 300 કાર્યકર્તા આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા.
27 વર્ષ સુધી શાસનમાં રહી ગુજરાતની ભાજપ સરકારને અહંકાર આવી ગયો છે : કૈલાશદાન ગઢવી
આ સાથે કૈલાશ ગઢવીએ ભાજપ પર આકરા પ્રહારો કરતા કહ્યું કેટલા 27 વર્ષથી ભાજપની સરકારે કોઇ પ્રજાલક્ષી કામ કર્યા નથી. આજે ગુજરાતમાં શિક્ષણ હોય કે આરોગ્ય હોય કે મહિલા સુરક્ષાની બાબત હોય કે ખેડૂતોના મુદ્દા હોય દરેક બાબતે ભાજપ સરકાર નિષ્ફળ રહી છે. જ્યારે દિલ્હીમાં ફક્ત સાત વર્ષમાં અરવિંદ કેજરીવાલની સરકારમાં શિક્ષણ-આરોગ્યથી લઈને દરેક ક્ષેત્રમાં ઐતિહાસિક કાર્ય કરવામાં આવ્યા છે. આ કાર્યોથી પ્રભાવિત થઈને હું આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યો છું.
ભાજપ અને કોંગ્રેસમાં રહેલા તમામ નેતાઓ, કાર્યકર્તાઓ કે જેમની વિચારધારા આમ આદમી પાર્ટી સમાન છે તેવા તમામ મિત્રોનો આમ આદમી પાર્ટીમાં સ્વાગત છે : ગુલાબસિંહ યાદવ
આ સાથે ગુજરાતના પ્રભારી ગુલાબસિંહ યાદવે જણાવ્યું કે જે લોકો કોંગ્રેસ ભાજપમાં રહીને પણ હંમેશા પ્રજાલક્ષી કામ કરવા માગતા હતા. પરંતુ ત્યાં રહીને કરી શકતા ન હતા અને એ પાર્ટીમાં જેમના રૂંધાઇ રહ્યો હતો તેવા ઈમાનદાર લોકો આજે આમ આદમી પાર્ટીમાં જોડાઇ રહ્યા છે.
વધુમાં ગુલાબસિંહ યાદવે ગુજરાત સરકારને આડે હાથે લેતાં કહ્યું કે 27 વર્ષથી ભાજપા સત્તામાં છે. પરંતુ આજે આ સરકાર સાતમા ધોરણના પેપર પણ સુરક્ષિત રાખી શકતી નથી અને પેપર લીક થવું આજે ગુજરાતમાં એક સામાન્ય બાબત થઈ ગઈ છે કારણ કે સરકાર જ લીકેજ વાળી છે અને આમ આદમી પાર્ટી જ આ લીકેજ ને બંધ કરવા માટે સક્ષમ છે.
આવનારા ઇલેક્શનને લઈને ગુલાબસિંહ યાદવે જણાવ્યું કે 15 દિવસ પહેલાં આ સર્વેમાં આમ આદમી પાર્ટી 55 થી 58 સીટો જીતી રહી હતી. અને હવે વધુ મજબૂતાઈથી આગળ વધીને આ આંકડાને 100 સીટો સુધી લઈ જવા માગીએ છીએ.
વધુમાં ગુલાબસિંહ જણાવ્યું કે ભાજપ અને કોંગ્રેસ કે અન્ય પાર્ટીમાં કામ કરતા દરેક નેતા, કાર્યકર્તા જેની વિચારધારા આમ આદમી પાર્ટી જેવી કે દેશ પ્રેમ , ઈમાનદાર , માનવતાવાદી વિચાર ધરાવતા હોય તે બધા ભાઈઓ , મિત્રો , સહયોગીઓને આમ આદમી પાર્ટીમાં જોડાવવાનું આમંત્રણ આપ્યું.
આ પણ વાંચો :Ahmedabad : ગરમીમાં કેનાયો ફાઉન્ડેશન દ્વારા જરૂરિયાતમંદ લોકોને કેરીનો રસ, ઠંડા-પીણાનું વિતરણ
ગુજરાતમાં કોંગ્રેસ છોડી અન્ય પક્ષમાં જોડાનારા અંગે પ્રભારી રધુ શર્માએ આપ્યું આ નિવેદન