ગુજરાતમાં કોંગ્રેસ છોડી અન્ય પક્ષમાં જોડાનારા અંગે પ્રભારી રધુ શર્માએ આપ્યું આ નિવેદન
ખેડામાં કોંગ્રેસનું( Congress) શક્તિપ્રદર્શન જોવા મળ્યું. બે કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ જોડાયા..તો બીજી તરફ ફાગવેલ ભાથીજી મહારાજના મંદિરના પટાંગણમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર ઉત્તર ગુજરાતની જાણીતી તલવારબાજી કરતાં જોવા મળ્યા હતા.
ગુજરાતમાં(Gujarat)કોંગ્રેસ (Congress) છોડી બીજા પક્ષમાં જોડનાર કૈલાશ ગઢવી સહિતના નેતાઓ અંગે પ્રદેશ કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ(Raghu Sharma)નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું આવવા જવાનું ચાલતું રહેશે. કોંગ્રેસની વિચારધારામાં દમ છે.ગુજરાતની જનતા બધું જાણે છે કે, ભાજપની લાલચમાં બધા જાય છે. પરંતુ કોંગ્રેસ પાર્ટીને કોઈ ફરક નહીં પડે. તેમજ ખેડામાં કોંગ્રેસનું શક્તિપ્રદર્શન જોવા મળ્યું. બે કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ જોડાયા..તો બીજી તરફ ફાગવેલ ભાથીજી મહારાજના મંદિરના પટાંગણમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર ઉત્તર ગુજરાતની જાણીતી તલવારબાજી કરતાં જોવા મળ્યા હતા.
તેમજ તેવોએ તલવાર બાજી કરતાં કરતાં તેઓ કોંગ્રેસના નેતાઓને મળ્યા અને વિધાનસભાની ચૂંટણીમાં જીતનો હુંકાર કર્યો.. ફાગવેલ ભાથીજી મહારાજના આશીર્વાદ સાથે ધજા આરોહણ કરી તેમણે કોંગ્રેસની જીતનો દાવો કર્યો હતો.તેમણે ભાજપ પર કટાક્ષ કરતાં કહ્યું હતું કે, 2022 ગાંધીનગરની અંદર કોંગ્રેસનો ઝંડો લહેરાશે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આજે આમ આદમી પાર્ટી ઇલેક્શન ઇન્ચાર્જ ગુલાબસિહ યાદવ તેમજ આમ આદમી પાટીઁ ગુજરાત પ્રદેશ નેતા ઇશુદાન ગઢવીની હાજરીમાં કોંગ્રેસના ત્રણ મુખ્ય નેતા કૈલાશ ગઢવી, એચ.કે. ડાભી અને પૂજાબેન શર્મા સહિત 300 કાર્યકર્તા આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.
આ પણ વાંચો : Surat : રિંગરોડ ફલાયઓવર બ્રિજની રિપેરીંગ કામગીરીમાં વિલંબ, દોઢ માસમાં માત્ર 50 ટકા કામગીરી થઈ
આ પણ વાંચો : Vadodara : યુનોના ઇકોસોક યુવા ફોરમ-2022 લીડર બોર્ડમાં આયુર્વેદિક અધિકારી સુધીર જોશીએ પ્રથમ ક્રમ મેળવ્યો
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો