Ahmedabad : ગરમીમાં કેનાયો ફાઉન્ડેશન દ્વારા જરૂરિયાતમંદ લોકોને કેરીનો રસ, ઠંડા-પીણાનું વિતરણ

Ahmedabad : ગરમીમાં કેનાયો ફાઉન્ડેશન દ્વારા જરૂરિયાતમંદ લોકોને કેરીનો રસ, ઠંડા-પીણાનું વિતરણ

Jignesh Patel
| Edited By: | Updated on: Apr 24, 2022 | 10:54 PM

અમદાવાદમાં કેનાયો ફાઉન્ડેશન દ્વારા સાબરમતી ચાંદખેડા ન્યુ સીજી રોડ સહિતના અનેક વિસ્તારોમાં આવી મદદ પહોંચાડવામાં આવી છે નિસ્વાર્થ ભાવે કામ કરતા આ તમામ સ્વયંસેવકો પોતાના ખિસ્સામાંથી રકમ ભેગી કરી અને આ સેવાકીય પ્રવૃત્તિમાં ખર્ચ કરતા જોવા મળી રહ્યા છે.

અમદાવાદમાં(Ahmedabad)ઉનાળાની કાળઝાળ ગરમીમાં સેવાકીય પ્રવૃતિ વધી છે.કેનાયો ફાઉન્ડેશનની(Kenayo Foundation) ટીમે જરૂરિયાતમંદ લોકોને ગરમીથી બચવા આઇસ્ક્રીમ, કેરીનો રસ, ઠંડા-પીણા(Cold Drink) અને પાણીપુરી જેવી વસ્તુઓનું વિતરણ કર્યું હતું. જેમાં 400થી 500 લોકોને વિવિધ વસ્તુઓનું વિતરણ અલગ અલગ દિવસ કરી રહ્યા છે.કેનાયો ફાઉન્ડેશનની ટીમના સભ્યોએ અત્યાર સુધી શહેરના સાબરમતી, ચાંદખેડા અને ન્યુ સીજીરોડ સહિતના અનેક વિસ્તારમાં જરૂરિયાતમંદોને મદદ કરી છે. અગાઉ પણ શિયાળામાં ધાબળા વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.

અત્યાર સુધીમાં કેનાયો ફાઉન્ડેશન દ્વારા સાબરમતી ચાંદખેડા ન્યુ સીજી રોડ સહિતના અનેક વિસ્તારોમાં આવી મદદ પહોંચાડવામાં આવી છે નિસ્વાર્થ ભાવે કામ કરતા આ તમામ સ્વયંસેવકો પોતાના ખિસ્સામાંથી રકમ ભેગી કરી અને આ સેવાકીય પ્રવૃત્તિમાં ખર્ચ કરતા જોવા મળી રહ્યા છે.

અગાઉ પણ શિયાળામાં કેનાયો ફાઉન્ડેશન દ્વારા ધાબળા વિતરણ કાર્યક્રમો કરવામાં આવેલા છે. કેનાયો ફાઉન્ડેશન દ્વારા રાત દિવસ જોયા વિના સતત આ પ્રકારની સેવાકીય પ્રવૃતિઓ ની જરૂર જણાય ત્યાં તરત મદદ પહોંચાડવામાં આવે છે આવા અનેક કાર્યક્રમો સમાજની સેવા અર્થે નિયમિતપણે કરવામાં આવે છે.

આ પણ વાંચો : સુરત વાસીઓ માટે ખુશીના સમાચાર,આરટીઓમાં ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકમાં વેઇટિંગ ઘટ્યું

આ પણ વાંચો : Vadodara : યુનોના ઇકોસોક યુવા ફોરમ-2022 લીડર બોર્ડમાં આયુર્વેદિક અધિકારી સુધીર જોશીએ પ્રથમ ક્રમ મેળવ્યો

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Published on: Apr 24, 2022 06:41 PM
g clip-path="url(#clip0_868_265)">