Mangrol Election Result 2022 LIVE Updates : માંગરોળ બેઠક પર ભાજપના ઉમેદવાર ગણપત વસાવાના હાથમાં જીતની કમાન

|

Dec 08, 2022 | 2:45 PM

Mangrol Election Result 2022 LIVE Updates : માંગરોળ બેઠક પર ભાજપના ઉમેદવાર ગણપત વસાવાએ જીત મેળવીને બેઠક પોતાના નામે કરી હતી અને કોંગ્રેસના ઉમેદવાર અનિલ ચૌધરીને હારનો સામનો કરવો પડ્યો હતો.

Mangrol Election Result 2022 LIVE Updates : માંગરોળ બેઠક પર ભાજપના ઉમેદવાર ગણપત વસાવાના હાથમાં જીતની કમાન
Mangrol election result 2022
Image Credit source: TV9 Digital

Follow us on

ગુજરાતની માંગરોળ બેઠકનું પરિણામ 2022 LIVE Updates: માંગરોળ બેઠક પર ભાજપના ઉમેદવાર ગણપત વસાવાએ જીત મેળવીને બેઠક પોતાના નામે કરી હતી અને કોંગ્રેસના ઉમેદવાર અનિલ ચૌધરીને હારનો સામનો કરવો પડ્યો હતો.  Gujarat Election કોંગ્રેસે માંગરોળ વિધાન સભા બેઠક પર અનિલભાઈ સુમનભાઈ ચૌધરીને ટિકિટ આપી ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. તેમને Bcom સુધીનો અભ્યાસ કર્યો છે. ભાજપે ગણપતસિંહ વેસ્તાભાઈ વસાવાને ટિકિટ આપી છે. તેમની પાસે રૂપિયા 20608000,52 ની જંગમ મિલકત છે. અભ્યાસની વાત કરીએ તો તેમને MA Part-1 સુધીનું શિક્ષણ મેળવ્યું છે. ત્યારે આમ આદમી પાર્ટીએ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર સામે સ્નેહલકુમાર વસાવાને ઉમેદવાર તરીકે ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. તેમની પાસે રૂપિયા 1356808ની જંગમ મિલકત છે.

માંગરોળ બેઠક પર છે કોંગ્રેસનો દબદબો

માંગરોળ વિધાનસભા બેઠક પર ભૂતકાળની ચૂંટણીઓના પરીણામો પર નજર કરીએ તો અહીં વર્ષ 1962માં પ્રથમ ચૂંટણી યોજાઇ હતી. જેમાં કોંગ્રેસના રામજીભાઇ ચૌધરીએ 5888 મતોના માર્જીન સાથે જીત મેળવી હતી. જ્યારે વર્ષ 1967માં કોંગ્રેસના પી.ડી પટેલે કોંગ્રેસના જે. ડી ચૌધરીને 8605 મતોના માર્જીન સાથે હાર અપાવી હતી. ત્યારબાદ વર્ષ 1972માં યોજાયેલી ચૂંટણીમાં ફરી કોંગ્રેસના વિનોદભાઇ ચૌધરીએ જીત મેળવી હતી. ત્યારપછીની ચૂંટણી વર્ષ 2012માં યોજાઇ હતી, જેમાં કોંગ્રેસના પ્રભુભાઇ નાગરભાઇ વસાવાએ ભાજપના હેમલતાબેન વસાવાને મ્હાત આપી હતી. વર્ષ 2017માં યોજાયેલી ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ગણપત વસાવાએ જીત મેળવી હતી.

માંગરોળ બેઠક પર કુલ મતદારોની સંખ્યા અંદાજીત 2,21,928 છે. જેમાં 1,12,915 પુરૂષ મતદારો અને 1,09,003 મહિલા મતદારો છે. જ્યારે અંદાજે 10 અન્ય મતદારો છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

આ પણ વાંચો:

ગુજરાત વિધાનસભા ચૂંટણી લાઈવ અપડેટ

ગુજરાત ચૂંટણી પરિણામ 2022 એલાયન્સ પાર્ટી વાઈઝ ટેલી લાઈવ

Published On - 2:42 pm, Thu, 8 December 22

Next Article