Karanj Election Result 2022 LIVE Updates: સુરત કરંજ બેઠક પર ભાજપના પ્રવિણ ઘોઘારીની જીત

|

Dec 08, 2022 | 6:12 PM

Karanj MLA Gujarat Vidhan Sabha Election Result 2022 LIVE Updates in Gujarati: સુરત કરંજ બેઠક પર ભાજપના પ્રવિણ ઘોઘારીની જીતથી ફરી અહીં ભગવો લહેરાયો છે.

Karanj Election Result 2022 LIVE Updates: સુરત કરંજ બેઠક પર ભાજપના પ્રવિણ ઘોઘારીની જીત
Karanj election result 2022 live counting updates in gujarati

Follow us on

ગુજરાતની કરંજ બેઠકનું પરિણામ 2022 LIVE Updates:  Gujarat Election Result સુરત કરંજ બેઠક પર ભાજપના પ્રવિણ ઘોઘારીની જીત થઈ છે. સુરતની કરંજ વિધાનસભા બેઠક પર થી આ વખતની ટર્મમાં કોંગ્રેસે ભારતી પટેલને ટિકિટ આપી  કરંજથી ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા.  તેમને  ધોરણ IIT ડ્રાફ્ટમેન સુધીનો અભ્યાસ કર્યો છે. ત્યારે ભાજપે પ્રવિણ ઘોઘારી ટિકિટ આપી હતી. તેમની પાસે રૂપિયા 85893229ની જંગમ મિલકત છે અભ્યાસની વાત કરીએ તો તેમને 12 પાસ સુધીનું શિક્ષણ મેળવ્યું છે. ત્યારે આમ આદમી પાર્ટીએ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર સામે મનોજ સોરઠિયાને ઉમેદવાર તરીકે ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. તેમની પાસે રૂપિયા 6581587ની જંગમ મિલકત છે. અભ્યાસની વાત કરીએ તો તેમણે ડિપ્લોમા ફાર્મસી કર્યુ છે.

સુરત કરંજ બેઠક પર ભાજપના પ્રવિણ ઘોઘારીની જીતથી ફરી અહીં ભગવો લહેરાયો છે. ભાજપના પ્રવીણભાઈ ઘોઘારી કરંજ વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય છે. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં પ્રવીણભાઈ ઘોઘારીએ કોંગ્રેસના ભાવેશભાઈ રબારીને લગભગ 35,000 મતોથી હરાવીને જીત મેળવી હતી. 2012માં ભાજપના જનક ભાઈ બગદાણાવાલાએ કોંગ્રેસના જયસુખભાઈ ઝાલાવાડિયાને 55 હજાર મતોથી હરાવીને જીત મેળવી હતી. સુરતની કારંજ વિધાનસભાની રાજકીય પૃષ્ઠભૂમિની વાત કરીએ તો અહીંના મતદારોએ ભાજપને સમર્થન આપ્યું છે.

કરંજ બેઠકને આમ તો ભાજપનો ગઢ માનવામાં આવે છે

સુરતના કરંજ વિધાનસભા ક્ષેત્રમાં રહેતા 60% લોકો પાટીદાર સમાજના છે, જેઓ હંમેશા ભાજપને સમર્થન આપતા આવ્યા છે. 2017ની ચૂંટણીમાં એવું માનવામાં આવતું હતું કે ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનની અસર આ પાટીદાર પ્રભુત્વવાળા વિસ્તારમાં થશે અને ભાજપને નુકસાન થશે. પરંતુ ચૂંટણીના પરિણામોમાં આવું થયું નથી. આ પ્રદેશના બાકીના 40% મતદારો વિવિધ સમાજમાંથી આવે છે. પરંતુ પાટીદાર પ્રભુત્વ ધરાવતા વિધાનસભા મત વિસ્તારમાં નિર્ણાયક મત માત્ર પાટીદાર સમાજનો છે. આ વખતે આપ પાર્ટી તરફથી પણ આ બેઠક પર ઉમેદવારને ઉભો રાખવામાં આવતા પાટીદારોના મતોના ભાગલા પડવા નિશ્ચિત છે અને મતોનું ગણિત પણ ફેરવાઈ શકે છે.

ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo

આ પણ વાંચો:

ગુજરાત વિધાનસભા ચૂંટણી લાઈવ અપડેટ

ગુજરાત ચૂંટણી પરિણામ 2022 એલાયન્સ પાર્ટી વાઈઝ ટેલી લાઈવ

 

Next Article