Kaprada (ST) Election Result 2022 LIVE Updates: કપરાડા બેઠક પરથી ભાજપના જીતુ ચૌધરીનો વિજય, કોંગ્રેસના વસંત પટેલની હાર

|

Dec 08, 2022 | 2:09 PM

Kaprada (ST) પર જીતુ ચૌધરીને ગદ્દાર ગણાવી કપરાડાની જનતાએ જીતુ ચૌધરીને હરાવી જવાબ આપવા હાકલ કરાઈ હતી. તેમ છતાં 2020ની પેટા ચૂંટણીમાં તેઓ કોંગ્રેસના બાબુભાઈ જીવલભાઈ પટેલને 47,600 મતથી હરાવવામાં સફળ રહ્યા હતા.

Kaprada (ST) Election Result 2022 LIVE Updates:  કપરાડા બેઠક પરથી ભાજપના  જીતુ ચૌધરીનો વિજય, કોંગ્રેસના વસંત પટેલની હાર
Kaprada (ST) Election Result 2022 LIVE Updates :
Image Credit source: TV9 GFX

Follow us on

Kaprada (ST) Election Result 2022 LIVE Updates : Gujarat Election Result Live કપરાડા બેઠક પર ભાજપે જીતુ ચૌધરીનો વિજય થયો છે તેમને  14, 000 જેટલા મત પ્રાપ્ત થયા છે.  તો કપરાડા  બેઠક પરથી  કોંગ્રેસે વસંતભાઇ પટેલને કપરાડા બેઠક પરથી મેદાને ઉતાર્યા છે. તેમણે બીએ, એલએલબીની ડિગ્રી મેળવેલી છે. તેમની પાસે રૂપિયા 13,12,233ની જંગમ મિલકત છે. જયારે કપરાડા બેઠક પર ભાજપે જીતુ ચૌધરીને મેદાને છે. તેઓ 9-પાસ સુધીનો અભ્યાસ કર્યો છે. જીતુ ચૌધરીએ ચૂંટણી એફિડેવિટમાં જંગમ મિલકત 85,35,169.77 રૂપિયા દર્શાવી છે. આ બેઠક પર આપ પક્ષે જયંત ગાવિતને મેદાને ઉતાર્યા છે. તેમને બીએનો અભ્યાસ કર્યો છે.આપના ઉમેદવાર જયંત ગાવિતે એફિડેવિટમાં દર્શાવેલી જંગમ મિલકત 51,000 રૂપિયા છે.

કપરાડા (ST)વિધાનસભાનો મતવિસ્તાર

કપરાડા એ જે વલસાડ જિલ્લામાં મહારાષ્ટ્ર સરહદ નજીક આવેલો સૌથી છેવાડાનો તાલુકો છે. તે મુખ્યત્વે આદિવાસી બહુમતીનો જિલ્લો છે. મુખ્ય જાતિઓ કુકણા અને વારલી છે. કપરાડાને ગુજરાતનું ચેરાપુંજી કહેવાય છે, જ્યાં રાજ્યનો સૌથી વધુ વરસાદ નોંધાય છે.

કપરાડા (ST) વિધાનસભા બેઠકનો વિસ્તાર

કપરાડા ગુજરાતની 182 વિધાનસભા મતવિસ્તારો પૈકીની 181માં ક્રમની બેઠક છે. તે વલસાડ જિલ્લાનો ભાગ છે અને અનુસૂચિત જનજાતિના (ST) ઉમેદવારો માટે અનામત છે. તે 2008ના સીમાંકન પછી અસ્તિત્વમાં આવી હતી.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

કપરાડામાં કપરાડા તાલુકો અને પારડી તાલુકાના(ભાગ) ગામો સોનવાડા,વરાઈ, નિમળા, પંચલાઈ, લખમપોર, નેવરી, રાબડી, આસ્મા, તરમાલીયા, રોહિના, સામરપાડા, ધગડમાલ, દહેલી, ચીવલ, અરનાલા, પાટી, ગોઈમા, બરાઈ, ડુમાલાવ, અંબાચ, ખેલૈયા , પાંડોર, રાતા, કોચરવા, વાંકછ, કોપરલી, કાવલ, કારાયા, નાની તુંબડી, દેગામ, મોતી તુંબડી, લવાછા, કરમખાલ, ચીભડ કચ્છ ગામો તેમજ વાપીના કેટલાક ગામ આવરી લેવામાં આવ્યા છે.

મતદારોની સંખ્યા

આ બેઠક પર મોટાભાગના મતદાર આદિવાસી સમુદાયના છે. કપરાડામાં કુલ મતદાર સંખ્યા 260248 છે, જેમાં પુરુષ મતદાર 132339 અને સ્ત્રી મતદાર 127906 છે.

કપરાડા બેઠક પર કોનું છે પ્રભુત્વ?

નવા સીમાનાંકન બાદ આ બેઠક ઉપર 2012 અને 2017 બંને ચૂંટણીઓમાં કોંગ્રેસના જીતુભાઈ હરજીભાઈ ચૌધરી વિજેતા બન્યા હતા. 2012માં તેમણે ભાજપના પ્રકાશભાઈ શંકરભાઈ પટેલને 18685 મતથી હરાવ્યા હતા. જ્યારે 2017માં ભાજપના રાઉત મધુભાઈ બાપુભાઈ સામે માત્ર 170 મત મળ્યા હતા. કપરાડા વિધાનસભા બેઠક પર કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટાઈ આવતા જીતુભાઈ ચૌધરી રાજ્યસભાની ચૂંટણી વખતે જ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ ગયા હતા અને 2020ની પેટા ચૂંટણીમાં તેઓ ભાજપ તરફથી ચૂંટણી જીત્યા હતા.

આદિવાસી મત નિર્ણાયક

કપરાડામાં કોઈ પક્ષ કે નીતિ નહીં પરંતુ એક જ સમુદાયનું વર્ચસ્વ છે. આ બેઠક પર જ્ઞાતિ સમીકરણની વાત કરીએ તો તાલુકામાં આદિવાસી સમાજની મુખ્ય ત્રણ પેટા જ્ઞાતિઓનું પ્રભુત્વ છે. જેમાં સૌથી વધુ વારલી 85થી 90 હજાર, ત્યારબાદ ધોડિયા પટેલ 60થી 65 હજાર અને ત્રીજી જ્ઞાતિ તરીકે કુંકણા 50થી 55 હજારનો સમાવેશ થાય છે. જ્યારે કોળી પટેલના 10થી 15 હજાર મતદાર છે.

આ પણ વાંચો:

ગુજરાત વિધાનસભા ચૂંટણી લાઈવ અપડેટ

ગુજરાત ચૂંટણી પરિણામ 2022 એલાયન્સ પાર્ટી વાઈઝ ટેલી લાઈવ

Published On - 2:09 am, Thu, 8 December 22

Next Article