Jalalpore Election Result 2022 LIVE Updates: જલાલપોર બેઠક પર ભાજપના આર.સી. પટેલની જીત

|

Dec 08, 2022 | 11:10 AM

Jalalpore MLA Gujarat Vidhan Sabha Election Result 2022 LIVE Updates in Gujarati: નવસારી જિલ્લાની જલાલપોર વિધાનસભા બેઠક બે-અઢી દાયકાથી ભાજપનો મજબૂત ગઢ ગણાય છે. છઠ્ઠી વખત પણ આર,સી પટેલની જીત થઈ છે.

Jalalpore Election Result 2022 LIVE Updates: જલાલપોર બેઠક પર ભાજપના આર.સી. પટેલની જીત
જલાલપોર વિધાનસભા બેઠક
Image Credit source: TV9 GFX

Follow us on

ગુજરાતની જલાલપોર બેઠકનું પરિણામ 2022 LIVE Updates:  Gujarat Election  જલાલપોર બેઠકની વાત કરીએ તો અહીં કોંગ્રેસે 58 વર્ષીય રણજીત પંચાલને ટિકિટ આપી છે. તેમણે SSC સુધીનો અભ્યાસ કર્યો છે. તેમની પાસે 2 કરોડ 29 લાખ 65 હજાર 272 રુપિયાની જંગમ મિલકત છે. ભાજપે અહીં આર. સી.પટેલને ટિકિટ આપી છે. 63 વર્ષીય આર.સી.પટેલે ધોરણ 11 સુધીનો અભ્યાસ કર્યો છે. તેમની પાસે 90 કરોડ 69 લાખ 93 હજાર 693 રુપિયા જંગમ મિલકત છે. આ બેઠક પર આમ આદમી પાર્ટીએ પ્રદીપકુમાર બેંકવાળાને ટિકિટ આપી છે. 33 વર્ષીય પ્રદીપકુમારે MBA સુધીનો અભ્યાસ કર્યો છે. તેમની પાસે 13 લાખ 36 હજાર રુપિયા જંગમ મિલકત છે.

જલાલપોર બેઠકનો ઇતિહાસ

જલાલપોર વિધાનસભા બેઠકના રાજકીય ઇતિહાસ પર નજર કરીએ તો. 1998થી અહીં ભાજપ સત્તા પર છે. અહીં વર્ષ 2017 સુધીમાં કુલ 13 ચૂંટણી યોજાઇ ચુકી છે. જેમાં સૌથી વધુ સાત વાર કોંગ્રેસે બાજી મારી છે. સતત સાત ટર્મથી કોંગ્રેસ સત્તાનો પરચમ લહેરાવી રહી હતી, પરંતુ 1998થી સત્તાના સમીકરણ બદલાયા અને સતત 5 ટર્મથી અહીં ભાજપ ચૂંટણી જીતી રહ્યું છે.

2017ની ચૂંટણીનું પરિણામ

નવસારી જિલ્લાની જલાલપોર વિધાનસભા બેઠક બે-અઢી દાયકાથી ભાજપનો મજબૂત ગઢ ગણાય છે. છેલ્લી 5 ટર્મથી અહીં ભાજપ સતત જીતના શિખર સર કરી રહી છે. ધારાસભ્ય આર.સી.પટેલ 2017 સુધીની પાંચ ટર્મથી જીતતા આવ્યા છે. પહેલા કોંગ્રેસના કદાવર નેતા એવા સી.ડી.પટેલનું અહીં વર્ચસ્વ હતું. વર્ષ 2017માં ભાજપના રમેશ પટેલને 86,411 મત સાથે જીત મળી હતી તો કોંગ્રેસના પરિમલ પટેલને 60,747 મત મળ્યા હતા. ભાજપના રમેશ પટેલ 25,664 મતે જીત્યા હતા.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

ક્યારે કોણ જીત્યું?

 

  • 2022 વિધાનસભા – ભાજપ રમેશ પટેલ
  • 2017 વિધાનસભા – ભાજપના રમેશ પટેલ
  • 2012 આર.સી.પટેલ ભાજપ
  • 2007 આર.સી.પટેલ ભાજપ
  • 2002 આર.સી.પટેલ ભાજપ
  • 1998 પટેલ રમેશ કોંગ્રેસ

જાતિગત સમીકરણ અને મતદારો

આ બેઠક પર સૌરાષ્ટ્ર પટેલ, કોળી પટેલ, બ્રાહ્મણ અનાવિલ, મરાઠી, માછીમાર, મુસ્લિમ, જૈન, ક્ષત્રિય, આહિર અને અનુસુચિત જનજાતિના મતદારો જોવા મળે છે. જલોલપોર મતવિસ્તારમાં કુલ 232573 મતદારો છે. જેમાં 118621 પુરુષ મતદાર 113941 મહિલા મતદાર અને 11 અન્ય મતદારો છે.

આ પણ વાંચો:

ગુજરાત વિધાનસભા ચૂંટણી લાઈવ અપડેટ

ગુજરાત ચૂંટણી પરિણામ 2022 એલાયન્સ પાર્ટી વાઈઝ ટેલી લાઈવ

Published On - 11:00 am, Thu, 8 December 22

Next Article