Hardik Patel: કોગ્રેસના નેતા પર હાર્દિક પટેલનો ઘા, કહ્યુ ‘પ્રજાના પ્રશ્નો કરતા ચિકન સેન્ડવીચમાં રસ’

|

May 18, 2022 | 3:43 PM

Hardik Patel Resign: હાર્દિક પટેલે (Hardik Patel) આ પત્રના ત્રીજા ફકરામાં ખૂબ જ મોટી વાત કહી દીધી છે. તેમણે લખ્યુ છે કે ગુજરાતના નેતાઓને પ્રજાના પ્રશ્ન કરતા દિલ્હીથી આવેલા નેતાને તેમની ચિકન સેન્ડવિચ સમયસર મળી કે નહીં તેની વધુ ચિંતા છે.

Hardik Patel: કોગ્રેસના નેતા પર હાર્દિક પટેલનો ઘા, કહ્યુ પ્રજાના પ્રશ્નો કરતા ચિકન સેન્ડવીચમાં રસ
Hardik Patel Resign from congress

Follow us on

ઘણા સમયથી કોંગ્રેસ પક્ષથી નારાજગીના સૂર રેલાવ્યા બાદ હવે અંતે હાર્દિક પટેલે (Hardik Patel) કોંગ્રેસમાંથી (congress) રાજીનામું આપી દીધુ છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ માટે ખૂબ જ મોટો ઝટકો ગણી શકાય. હાર્દિક પટેલે પોતાના ટ્વીટર હેન્ડલ પર કોંગ્રેસ સાથે નારાજગી દર્શાવતો મોટો પત્ર પણ મુક્યો છે. હાર્દિક પટેલે રાજીનામાના (Resignation) આ પત્રમાં કોંગ્રેસના નેતૃત્વ સામે ભારોભાર નારાજગી દર્શાવેલી છે.

હાર્દિક પટેલે આ પત્રના ત્રીજા ફકરામાં ખૂબ જ મોટી વાત કહી દીધી છે. તેમણે લખ્યુ છે કે ગુજરાતના નેતાઓને પ્રજાના પ્રશ્ન કરતા દિલ્હીથી આવેલા નેતાને તેમની ચિકન સેન્ડવિચ સમયસર મળી કે નહીં તેની વધુ ચિંતા છે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

હાર્દિક પટેલે પત્રમાં કરેલો ‘ચિકનસેન્ડવીચ’નો ઉલ્લેખ

દુ:ખ થાય છે જયારે અમારા જેવા કાર્યકરો પોતાની ગાડી લઈને રોજના 500-600 કિમીનો પ્રવાસ પોતાના ખર્ચે કરે છે, લોકોની વચ્ચે જાય છે અને ગુજરાતના મોટા નેતાઓ પ્રજાના પ્રશ્નોથી દૂર રહે છે અને માત્ર એ બાબત પર વધારે ધ્યાન આપે છે કે દિલ્હીથી આવેલા નેતાને તેમની ચિકન સેન્ડવિચ સમયસર મળી કે નહીં. હું જ્યારે પણ યુવાનો વચ્ચે જતો ત્યારે બધાએ એક જ વાત કહી કે તમે આવી પાર્ટીમાં કેમ છો, જે દરેક રીતે ગુજરાતીઓનું જ અપમાન કરે છે. પછી ભલે તે ઉધોગ ક્ષેત્રે હોય, ધાર્મિક ક્ષેત્રમાં હોય કે પછી તે રાજકારણના ક્ષેત્રમાં હોય. મને લાગે છે કે કોંગ્રેસ પાર્ટીએ પણ યુવાનોનો ભરોસો તોડ્યો છે, જેના કારણે આજે કોઇ યુવા કોંગ્રેસ સાથે પોતાને જોવા પણ નથી માંગતો.

Published On - 11:23 am, Wed, 18 May 22

Next Article