AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Election 2022 : નવસારીની કોંગ્રેસનો ગઢ ગણાતી આ બેઠક ભાજપ માટે જીતવી કપરી, જાણો શું છે અહીંના મતદારોનો મિજાજ

ગુજરાત રાજ્યમાં આવેલી 182 વિધાનસભા બેઠકો પૈકીની 177 નંબરની બેઠક વાંસદા છે. આ બેઠક અનુસૂચિત જનજાતિના સભ્ય માટે અનામત રાખવામાં આવી છે.

Gujarat Election 2022 : નવસારીની કોંગ્રેસનો ગઢ ગણાતી આ બેઠક ભાજપ માટે જીતવી કપરી, જાણો શું છે અહીંના મતદારોનો મિજાજ
Vasanda assembly seat
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 29, 2022 | 1:31 PM
Share

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો જંગ જીતવા દરેક રાજકીય પાર્ટી એડીચોટીનું જોર લગાવી રહી છે.પ્રચાર અને પ્રસાર થકી રાષ્ટ્રીય નેતાઓ પણ મતદારોની નજીક પહોંચી રહ્યા છે. ત્યારે TV9 ની વિશેષ રજૂઆતમાં આજે વાત એક એવી બેઠકની કે જ્યાં ભાજપને જીત મેળવવા ભારે જહેમત માગી લે તેવું કામ છે.  નવસારી જીલ્લાનો એક માત્ર તાલુકો કે જ્યાં 1962થી અત્યાર સુધીમાં ભાજપ માત્ર એકવાર જ ચૂંટણી જીતી શક્યું છે. આ બેઠક છે આદિવાસી વિસ્તારની વાંસદા બેઠક. ગુજરાત રાજ્યમાં આવેલી 182 વિધાનસભા બેઠકો પૈકીની 177 નંબરની બેઠક વાંસદા છે. આ બેઠક અનુસૂચિત જનજાતિના સભ્ય માટે અનામત રાખવામાં આવી છે.

આ બેઠક અનુસૂચિત જનજાતિના સભ્ય માટે અનામત

વાંસદા બેઠક 1962ની પહેલી વિધાનસભા ચૂંટણી વખતથી જ અસ્તિત્વમાં આવી હતી. જો રાજકીય સમીકરણોની વાત કરીએ તો  2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના અનંત પટેલ ભાજપના ગણપત મહલા સામે 18,393 મતોની સરસાઈથી વિજેતા થયા હતાં. વાંસદામાં સૌથી મોટો વિજય 2012ની ચૂંટણીમાં કોંગ્રેસના છનાભાઈ ચૌધરીએ 25,616 મતોથી મેળવ્યો હતો. દક્ષિણ ગુજરાતમાં આદિવાસીઓ માટે અહીંના ધારાસભ્ય અનંત પટેલે સરકાર વિરુદ્ધ અનેક આંદોલનો છેડીને આદિવાસીઓની જમીન બચાવવા સતત મહેનત કરી છે.

કપરા ચઢાણ જીતવા ભાજપની મથામણ

તો વર્ષોથી કોંગ્રેસનો ગઢ એવી વાંસદા બેઠક માટે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે પણ અંગત રસ દાખવ્યો છે અને વાંસદા વિધાનસભા જીતાડવાની વાત સાથે રાજકીય દત્તક લીધાની જાહેરાત કરી છે. એવામાં કોંગ્રેસના ધારાસભ્યએ વિકાસના કામથી લોકો શું ખુશ છે કે કેમ, શું મતદારોને પાયાની સુવિધાઓ મળી છે ? શિક્ષણ, રોજગારી અને આરોગ્યની શું સ્થિતિ છે ? જાણીએ વાંસદાના મતદારો પાસેથી.

જાણો આ બેઠકનો રાજકીય ઈતિહાસ

જો આ બેઠકના રાજકીય ઈતિહાસની વાત કરીએ તો વર્ષ 1962થી 2017 સુધી 13 વખત ચૂંટણી યોજાઇ છે. 13 ચૂંટણી પૈકી 10 ચૂંટણીમાં કોંગ્રેસનો અહીં વિજય થયો છે. એટલે કે 1962થી 2002 સુધી કોંગ્રેસનો દબદબો રહ્યો છે. અત્યાર સુધી માત્ર 1 વખત ભાજપ જીત્યું છે. 2007માં કોંગ્રેસના ગઢમાં ભાજપે ગાબડું પાડ્યું. જો કે 2012માં કોંગ્રેસે ફરી ભાજપ પાસેથી બેઠક આંચકી. ગત વિધાનસભા ચૂંટણીમાં 2017ની ચૂંટણીમાં અનંત પટેલ કોંગ્રેસમાંથી જીત્યા હતા.

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
g clip-path="url(#clip0_868_265)">