Gujarat Election: હાર્દિક પટેલને મળશે વિરમગામ બેઠક પર ટિકિટ ? અમિત શાહ સાથે બેઠક બાદ અનેક તર્ક વિતર્ક
કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા ત્યારથી જે હાર્દિક પટેલ (Hardik Patel) દેખાતા નહોતા, જો કે હવે તે અચાનક દેખાયા છે. જે હાર્દિક મીડિયાથી લઈને સોશિયલ મીડિયામાંથી ગાયબ હતા તે અચાનક હવે મીડિયા સામે આવ્યા છે અને આવ્યા પણ એવી રીતે કે જેનાથી અનેક ચર્ચા તથા અનેક રાજકીય તર્ક વિતર્કો સર્જાયા છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરીને ભાજપમાં આવેલા હાર્દિક પટેલે નવા વર્ષે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. હાર્દિક પટેલે અમિત શાહ સાથે મુલાકાત કરીને તેમને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. જોકે તેમની આ મુલાકાતથી અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. હાર્દિક અને અમિત શાહની પ્રથમ સત્તાવાર મુલાકાત થઇ. ત્યારે વિરમગામથી હાર્દિક પટેલને ટિકિટ મળે તેવી શક્યતા સેવાઇ રહી છે.
કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા ત્યારથી જે હાર્દિક પટેલ દેખાતા નહોતા, જો કે હવે તે અચાનક દેખાયા છે. જે હાર્દિક મીડિયાથી લઈને સોશિયલ મીડિયામાંથી ગાયબ હતા તે અચાનક પ્રગટ થયા છે અને આવ્યા પણ એવી રીતે કે જેનાથી અનેક ચર્ચા તથા અનેક રાજકીય તર્ક વિતર્કો સર્જાયા છે. વાત એમ છે કે છેલ્લા થોડા સમયથી સંપૂર્ણપણે સાઈલેન્ટ રહેનાર હાર્દિક પટેલના એક ફોટોએ ચૂંટણીના મેદાનમાં રાજકીય પ્રશ્નોને વાચા આપી છે. એક ફોટોએ તેમના ભાજપમાં મજબૂત પુનરાગમનની ચર્ચાઓએ પણ જોર પકડ્યુ છે. આખરે કયો છે આ ફોટો જેની આપણે વાત કરી રહ્યા છીએ. આખરે કયા ફોટોના લીધે ગુજરાત ભાજપમાં અનેક બાબતોએ ચર્ચાનું કેન્દ્ર સ્થાન લીધું છે.
હાર્દિકના આ ફોટો બહાર આવ્યા બાદ રાજકીય વર્તુળોમાં અનેક ચર્ચાઓ ચાલી છે. સવાલ થઈ રહ્યા છે કે શું હાર્દિક ચૂંટણી લડશે ? શું હાર્દિક સંગઠનમાં મજબૂત થશે ? શું હાર્દિકને અમિત શાહ કોઈ જવાબદારી સોંપશે ? શું હાર્દિક પોતાની પત્ની માટે ટિકિટ માંગી શકે છે? આ તમામ સવાલો અત્યારે ઉઠી રહ્યા છે. હાર્દિક પટેલે અમિત શાહ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. ભાજપમાં જોડાયા બાદ અમિત શાહ સાથે આ પ્રથમ મુલાકાત હતી. ભાજપની ગૌરવયાત્રામાં પણ હાર્દિકની હાજરી જોવા મળી હતી. ત્યારે આવતીકાલે વિરમગામ માટે નિરીક્ષકો સેન્સ લેવાના છે. ત્યારે સેન્સ પ્રક્રિયા પહેલા હાર્દિકની અમિત શાહ સાથે બેઠક કરી છે.
તાજેતરમાં જ ભાજપે બહુચરાજીથી ગુજરાત ગૌરવ યાત્રાની શરૂઆત કરાવી હતી. આ યાત્રામાં પહેલા નીતિન પટેલ અને હાર્દિક પટેલનું નામ પહેલા હતું. જોકે થોડી મિનિટમાં જ હાર્દિક પટેલના નામની બાદબાકી આ લિસ્ટમાંથી કરી દેવામાં આવી હતી. જે પાછળ કોર્ટેનો આદેશ હોવાનું કારણ આગળ ધરાયું હતું. બીજી તરફ વિરમગામથી યાત્રામાં હાર્દિક પટેલ જોડાયા હતા. જોકે હાર્દિક પટેલ સામે ભાજપમાં જ એક પક્ષ નારાજ હોવાનું સામે આવ્યું હતું. હાલમાં જ ભાજપની તમામ બેઠકો પર ઉમેદવારોની સેન્સ લેવાની પ્રક્રિયા ચાલી રહી છે. તેવામાં આ ફોટોના મતલબ અનેક થઈ શકે છે.
હાર્દિકની વિરૂદ્ધ આંદોલનના સમયથી જે ગુનાઓ દાખલ છે તેમાં કદાચ તેમનું વિધાનસભા લડવુ મુશ્કેલ માનવામાં આવે છે અને તે છતાં પાર્ટીમાં તેમની વિરૂદ્ધ બળવો પોકારે તેવા અનેક લોકો છે આ વાત હાર્દિક પણ ખુબ સારી રીતે જાણે છે. આ તમામની વચ્ચે એવુ પણ બની શકે કે હાર્દિક પોતાની પત્ની માટે વિરમગામ બેઠક માગી શકે છે. અત્યારે જ્યારે સેન્સ લેવાની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે જોવુ રહ્યુ કે આખરે અમિત શાહ અને હાર્દિક પટેલનો ફોટો હાર્દિકને ફળે છે કે કેમ?