AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Election: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી ગુજરાત પ્રવાસે, કમલમમાં ચૂંટણીની રણનીતિ અંગે ચર્ચા કરશે

અમિત શાહનો (Amit Shah) એક જ સપ્તાહમાં ગુજરાતનો આ બીજી વારનો પ્રવાસ છે. આ પૂર્વે મંગળવારે એટલે કે 27 સપ્ટેમ્બરે પણ અચાનક સંગઠનના મુખ્ય લોકો સાથે બેઠક યોજી હતી. જેમાં CM અને સી.આર. પાટીલ સાથે ચૂંટણીને લઇ મહત્વની ચર્ચા કરી હતી.

Gujarat Election: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી ગુજરાત પ્રવાસે, કમલમમાં ચૂંટણીની રણનીતિ અંગે ચર્ચા કરશે
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 03, 2022 | 7:39 AM
Share

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Elections) નજીકમાં છે. કોઇપણ સમયે ચૂંટણીની જાહેરાત થઇ શકે છે. ત્યારે ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Union Home Minister Amit Shah) એક્શનમાં આવી ગયા છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગુજરાતની (Gujarat) કમાન પોતાના હાથમાં લઇ લીધી છે. આજે સાંજે અમિત શાહ ગુજરાત આવી રહ્યા છે. કમલમ ખાતે અમિત શાહની અધ્યક્ષતામાં ચૂંટણીની રણનીતિ ઘડાશે. તો શાહની મુલાકાત પહેલા પ્રદેશ ભાજપમાં પણ સક્રિયતા જોવા મળી રહી છે. અમિત શાહની બેઠકને પગલે ગુજરાત પ્રદેશ ભાજપના હોદ્દેદારોના તમામ કાર્યક્રમો રદ કરી દેવાયા છે. કમલમ ખાતે મળનારી બેઠકમાં 2022ની ચૂંટણીની રણનીતિ અંગે મહત્વપૂર્ણ ચર્ચા કરાશે.

અમિત શાહના ગુજરાત પ્રવાસ વધ્યા

ગુજરાતમાં કેન્દ્રીય નેતાગીરીની અવરજવર વધી રહી છે. એક દિવસ અગાઉ જ વડાપ્રધાનનો ઝંઝાવાતી પ્રવાસ પૂર્ણ થયો છે. આ પ્રવાસના બીજા દિવસે અમિત શાહ ગુજરાત આવી રહ્યા છે. તો કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાની પણ ગુજરાતના પ્રવાસે છે. ત્યારે વધી રહેલી રાજકીય ચહલ પહલ એ સંકેત આપી રહી છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી કોઇપણ સમયે જાહેર થઇ શકે છે. વડાપ્રધાન મોદીના મોદીના 2 દિવસના પ્રવાસ બાદ ફરી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તેઓ ભાજપ અધ્યક્ષ, મુખ્યમંત્રી અને સંગઠનના લોકો સાથે બેઠકનું આયોજન કરશે.

એક સપ્તાહમાં જ ગુજરાતનો બીજી વાર પ્રવાસ

અમિત શાહનો એક જ સપ્તાહમાં ગુજરાતનો આ બીજી વારનો પ્રવાસ છે. આ પૂર્વે મંગળવારે એટલે કે 27 સપ્ટેમ્બરે  પણ અચાનક સંગઠનના મુખ્ય લોકો સાથે બેઠક યોજી હતી. જેમાં CM અને સી.આર. પાટીલ સાથે ચૂંટણીને લઇ મહત્વની ચર્ચા કરી. આ બેઠકમાં આગામી ચૂંટણીમાં ભવ્ય જીત મેળવવાની રણનીતિ અંગે ચર્ચા થઇ હતી.

2022ની ચૂંટણી પહેલા અમિત શાહની મેરેથોન બેઠક મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. શાહના કાર્યક્રમમાં કમલમની બેઠકનો કોઇ ઉલ્લેખ નહોતો. જોકે અંતિમ ઘડીએ કાર્યક્રમની જાહેરાતથી અનેક તર્કવિતર્કો સર્જાયા હતા. આ પહેલા 28 ઓગસ્ટે ગુજરાત આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કમલમમાં બેઠક કરી હતી.

ત્યારે હવે ફરી અમિત શાહ કમલમમાં બેઠક કરવાના છે. અમિત શાહની બેઠકને પગલે ગુજરાત પ્રદેશ ભાજપના હોદ્દેદારોના તમામ કાર્યક્રમો રદ કરી દેવાયા છે. કમલમ ખાતે મળનારી બેઠકમાં 2022ની ચૂંટણીની રણનીતિ અંગે મહત્વપૂર્ણ ચર્ચા કરાશે. ચૂંટણી પહેલા ભાજપના કાર્યકરોમાં અમિત શાહ જોમ પુરશે. સાથે ચૂંટણીમાં વધુમાં વધુ બેઠકો જીતવા અંગેનું માર્ગદર્શન પણ આપશે.

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
g clip-path="url(#clip0_868_265)">