Gujarat Election: TV9ના સત્તા સંમેલન કાર્યક્રમમાં આપના નેતા રાધવ ચઢ્ઢાએ ભાજપ પર કર્યા આકરા પ્રહાર
TV9 ગુજરાતીના મંચ પર આપના નેતા અને ગુજરાત પ્રભારી રાધવ ચઢ્ઢાએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. જેમાં તેમણે જણાવ્યું હતું કે દેશમાં ભાજપની રાજનીતિ લોકોએ ગેરમાર્ગે દોરી રહ્યા છે.
ગુજરાતમાં ચૂંટણીના (Gujarat Assembly Elections 2022 ) પડઘમ વાગી રહ્યા છે. ત્યારે TV9 ગુજરાતી દ્વારા સત્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં જેમાં રાજકીય ક્ષેત્રના અનેક મહાનુભાવો મંચ પર જોવા મળી રહ્યા છે. આ મહાનુભાવો ચૂંટણી માટે તેમના પક્ષ દ્વારા કરવામાં આવી રહેલા કામો અંગે જણાવી રહ્યા છે. સાથે જ ચૂંટણીમાં જીત માટેની તેમની કેટલી શક્યતા છે તે પણ જણાવી રહ્યા છે. ત્યારે TV9 ગુજરાતીના મંચ પર આપના નેતા અને ગુજરાત પ્રભારી રાધવ ચઢ્ઢાએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. જેમાં તેમણે જણાવ્યું હતું કે દેશમાં ભાજપની રાજનીતિ લોકોએ ગેરમાર્ગે દોરી રહ્યા છે.
તેમણે કહ્યું હેમંત બિશવશર્મા જ્યારે બીજી પાર્ટીમાં હતા ત્યારે ભાજપ તેમણે કહેતા ભ્રષ્ટ હતા. ભાજપમાં આવ્યા ત્યારે સારા થયા ગયા. નારાયણ રાણે બીજી પાર્ટીમાં હતા ત્યારે તેમને પણ ભ્રષ્ટ કહેતા હતા ભાજપમાં આવ્યા તો સાફ થઇ ગયા. તેમજ શુભેન્દુ અધિકારી શારદા ચીટ ફંડમાં મુખ્ય આરોપી હોવાનું ભાજપ કહેતી હતી. પરંતુ ભાજપ આવતાની સાથે જે તેમની પર તમામ કેસો દૂર થઈ ગયા. તેમજ ભાજપ દ્વારા લગાવવામાં આવેલા મોટાભાગના કેસો ખોટા છે.
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
આજે આ રાશિના લોકોની કિસ્મત ખુલશે, જીવનસાથી તરફથી મળશે ખાસ સરપ્રાઇઝ
અમિત શાહ વિશે આનંદીબેન પટેલે ઈશારા-ઈશારામાં કહી દીધી આ મોટી વાત- Video
ગ્લોબલ સ્પોર્ટ્સ હબ બનાવવાની દિશામાં અમદાવાદ, 2030 CWG માટે તૈયારીઓ
