Gujarat Election Result 2022: ગુજરાતમાં આદિવાસી સમાજે પણ ભાજપ પર ભરોસો મૂક્યો, ગત ચુંટણી કરતાં 12 બેઠકો વધારે મળી

ગુજરાતમાં વર્ષ  2022 ની ચૂંટણીમા  ભાજપ પર અનેક સમાજે ભરોસો મૂક્યો છે. જેમા ગુજરાતમાં આ વખતે આદિવાસી સમાજે પણ ભાજપને ભરપૂર મત આપ્યા છે. જેમાં વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં કુલ 27 આદિવાસી બેઠકોમાંથી 24 બેઠક ભાજપને મળી છે. જે વર્ષ 2017માં માત્ર 12 બેઠકો સુધી સીમિત હતી.

Gujarat Election Result 2022: ગુજરાતમાં આદિવાસી સમાજે પણ ભાજપ પર ભરોસો મૂક્યો, ગત ચુંટણી કરતાં 12 બેઠકો વધારે મળી
Gujarat Tribal Voter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 08, 2022 | 9:53 PM

Gujarat Election Result 2022:ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ ભૂતકાળના તમામ રેકોર્ડ ધ્વસ્ત કરી અભૂતપૂર્વ વિજય હાંસલ કર્યો છે. જેમાં ગુજરાતમાં ભાજપે ચારે ઝોનમાં જબર જસ્ત બેઠકો મળી છે. ભાજપે વર્ષ 2022ના ચૂંટણી પરિણામોમાં 182 બેઠકમાંથી 156 બેઠકો પર જીત મેળવી છે. જેમાં વર્ષ  2022 ની ચૂંટણીમા  ભાજપ પર અનેક સમાજે ભરોસો મૂક્યો છે. જેમા ગુજરાતમાં આ વખતે આદિવાસી સમાજે પણ ભાજપને ભરપૂર મત આપ્યા છે. જેમાં વર્ષ 2017માં 27 આદિવાસી બેઠક પર કોંગ્રેસને 15 બેઠક મળી હતી. જ્યારે ભાજપને માત્ર આઠ બેઠક મળી હતી.  જ્યારે  વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં કુલ 27 આદિવાસી બેઠકોમાંથી 24 બેઠક ભાજપને મળી છે. જે વર્ષ 2017માં માત્ર  12  બેઠકો સુધી સીમિત હતી. જેમાં મહત્વની બાબત એ છે કે આઝાદી સમયથી કોંગ્રેસની પરંપરાગત વ્યારા બેઠક જે સતત કોંગ્રેસે જીતી છે તેની પર ભાજપના ઉમેદવાર મોહન કોકાણીએ જીતી છે. જેના પરથી એ બાબત ફલિત થાય છે કે આદિવાસી મતો ભાજપ તરફ વળ્યા છે.

ગુજરાતના આદિવાસી પટ્ટામાં 27 બેઠકો છે .ગુજરાતમાં 2011ની વસ્તી ગણતરીના ડેટા મુજબ આદિવાસી વસ્તી – 89.17 લાખ છે અને તે કુલ વસ્તીના 15 ટકા છે. આ સમુદાય મોટાભાગે રાજ્યના 14 પૂર્વ જિલ્લામાં વસવાટ કરે છે.

ભાજપે પશ્ચિમ બંગાળમાં ડાબેરી પક્ષોના સતત 7 વખત ચૂંટણી જીતવાના રેકોર્ડની પણ બરાબરી કરી લીધી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો સ્પષ્ટ થઈ ચૂક્યા છે. જેમાં ભાજપે 156 બેઠક જીતીને ઐતિહાસિક જીત સાથે રેકોર્ડ તોડ્યો છે. જેમાં નરેન્દ્ર મોદીના પ્રચાર સામે કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી ટકી શકયા નહિ. જો કે AAPને ચોક્કસપણે ફાયદો મળ્યો છે. જ્યારે કોંગ્રેસ પાસે હાર સ્વીકારવા સિવાય કોઇ વિકલ્પ નથી. જેમાં ગુજરાતમાં કોંગ્રેસે માધવસિંહ સોલંકીના નેતૃત્વમાં 1985ની ચૂંટણીમાં 149 બેઠકો જીતી હતી જે અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો હતો. જેને ભાજપે વટાવ્યો છે. જેમાં ભાજપે રાજ્યમાં સતત 7મી વખત વિધાનસભા ચૂંટણી જીતી છે. 1995 થી તે ગુજરાતમાં સતત જીતી રહી છે. જ્યારે ભાજપે પશ્ચિમ બંગાળમાં ડાબેરી પક્ષોના સતત 7 વખત ચૂંટણી જીતવાના રેકોર્ડની પણ બરાબરી કરી લીધી છે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

ભાજપની ભવ્ય જીત છેલ્લા 27 વર્ષના કાર્યોની જીત

જેમાં પીએમ મોદીએ સંભાળેલી પ્રચારની કમાનના પગલે આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઇસુદાન ગઢવી પણ પોતાની વિશ્વસનીયતા બચાવી શક્યા નહિ. જ્યારે ભાજપના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ જંગી મતોથી જીત્યા હતા. તેમણે પત્રકાર પરિષદમાં કહ્યું કે, ‘ભાજપે ત્રણ રેકોર્ડ બનાવ્યા છે. જનતાએ જંગી બહુમતીથી ભાજપ માટે સંકલ્પ કર્યો હતો. હું ગુજરાતની જનતાને નમન કરીને કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. વડા પ્રધાને અથાક પ્રયાસો કર્યા જેમાં તેમણે રોડ-શોના સહિત અનેક જનસભાને પણ સંબોધી હતી. ગુજરાતની જનતા વડાપ્રધાનને દિલથી પ્રેમ કરે છે. પ્રધાનમંત્રીની સાથે હું ગૃહમંત્રીનો પણ આભાર વ્યક્ત કરું છું. ભાજપની ભવ્ય જીત છેલ્લા 27 વર્ષના કાર્યોની જીત છે.

ચૂંટણીના પરિણામો જોઈને ખૂબ જ ખુશ- પીએમ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત જીતવા બદલ જનતાનો આભાર માન્યો છે. તેણે ટ્વીટ કરીને કહ્યું, ‘આભાર ગુજરાત. અભૂતપૂર્વ ચૂંટણી પરિણામો જોયા પછી હું ઘણી લાગણીઓથી અભિભૂત છું. વિકાસની રાજનીતિને લોકોએ આશીર્વાદ આપ્યા. હું ગુજરાતની જનશક્તિને સલામ કરું છું. હું ભાજપના ગુજરાતના તમામ મહેનતુ કાર્યકરોને કહેવા માંગુ છું – તમે બધા ચેમ્પિયન છો! આ ઐતિહાસિક જીત આપણા કાર્યકર્તાઓની અસાધારણ મહેનત વિના શક્ય ન હોત, જેઓ આપણી પાર્ટીની વાસ્તવિક તાકાત છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">