AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat election result 2022 :  AAP BIG Face Looser : ગુજરાતમાં પરિવર્તનનું 'ઝાડુ' ફેરવવાનો દાવો કરનારી AAPના મોટા માથા હાર્યા,  ઇસુદાન ગઢવી-ગોપાલ ઇટાલિયા- અલ્પેશ કથીરિયા હાર્યા

Gujarat election result 2022 : AAP BIG Face Looser : ગુજરાતમાં પરિવર્તનનું ‘ઝાડુ’ ફેરવવાનો દાવો કરનારી AAPના મોટા માથા હાર્યા, ઇસુદાન ગઢવી-ગોપાલ ઇટાલિયા- અલ્પેશ કથીરિયા હાર્યા

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 08, 2022 | 2:07 PM
Share

Gujarat election result 2022 : AAP BIG Face Looser : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આપનો સફાયો થઇ ગયો છે. આપના સીએમ પદના ઉમેદવાર ઇસુદાન ગઢવીને હારનો સામનો કરવો પડયો છે.

Gujarat election result 2022 : ગુજરાતના ચૂંટણી પરિણામોમાં ભાજપે કોંગ્રેસ અને આપનો સફાયો કરી નાંખ્યો છે. અને, આ સાથે ભાજપે જંગી બહુમતી મેળવી છે. ત્યારે ખંભાળીયા બેઠક પર આપના ઉમેદવાર અને આપના સીએમ પદના ઉમેદવાર ઇસુદાન ગઢવીને હારનો સામનો કરવો પડયો છે. આમ, ખંભાળીયામાં આપનું ઝાડું ફિક્કુ પડી ગયું છે. અને, ભાજપનો ભગવો લહેરાઇ ગયો છે.

નોંધનીય છેકે ખંભાળીયા બેઠક પર કોંગ્રેસે વિક્રમ માડમને ફરી ટિકિટ આપી હતી. ભાજપે માલુભાઈ હરદાસભાઈ બેરાને ટિકિટ આપી હતી. ત્યારે આમ આદમી પાર્ટીએ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર સામે ઈસુદાન ગઢવીને ઉમેદવાર તરીકે ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા.

2017માં ખંભાળીયા બેઠક પર કોંગ્રેસની જીત થઇ હતી

2017માં કોંગ્રેસના માડમ વિક્રમ અરજણભાઈએ ભારતીય જનતા પાર્ટીના કાળુભાઈ નારણભાઈ ચાવડાને 11046 મતોની સરસાઈથી હરાવ્યા હતા. આ બેઠક માટે કુલ 20 ઉમેદવારો મેદાનમાં હતા. ખંભાળિયા વિધાનસભા બેઠક જામનગર લોકસભા હેઠળ આવે છે. આ બેઠકની રસપ્રદ વાત એ છે કે આ સંસદીય બેઠક પરથી ભાજપના પૂનમબેન માડમ સાંસદ છે. માડમે કોંગ્રેસના મુરુભાઈ કંડોરિયાને 236804 મતોથી હરાવ્યા.

ગોપાલ ઇટાલિયાની હાર થઇ

આ સાથે સુરતની કતાર ગામ બેઠક પર આપ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાની પણ કારમી હાર થઇ છે. જોકે, સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીએ ખાતુ ખોલાવ્યું છે. વિસાવદર બેઠક પરના ઉમેદવાર ભૂપત ભાયાણીની 7 હજાર મતથી જીત થઈ છે.

અલ્પેશ કથીરિયાની કાકા સામે હાર થઇ

સુરતની વરાછા બેઠક પર આપના ઉમેદવાર અલ્પેશ કથીરિયાએ આજે હાર્યા બાદ કુમાર કાનાણી પાસે પહોંચી ગયાં હતાં. પ્રચાર દરમિયાન અલ્પેશ કથીરિયા કુમારભાઈને કાકા કહીને સંબોધન કરતા હતા. ત્યારે આજે કાકા સામે હાર્યા બાદ અલ્પેશ કથીરિયાએ શુભકામના પાઠવી હતી.

સૌરાષ્ટ્રમાં આપના આ ઉમેદવારોએ જીતનો પરચમ લહેરાવ્યો

જામનગર જિલ્લાની જામજોધપુર બેઠક પર આપના ઉમેદવાર હેમંત ખાવાની જીત થઇ છે. હેમંત ખાવાને 11,475 મતો મળ્યા છે. જયારે જુનાગઢની વિસાવદર બેઠક પર આપના ઉમેદવાર ભુપત ભાયાણીની જીત થઇ છે. ભુપત ભાયાણીને 10 હજાર મતો મળ્યા છે. ભાવનગર જિલ્લાની ગારીયાધાર બેઠક પર આપના ઉમેદવાર સુધીર વાઘાણીની જીત થઇ છે. સુધીર વાઘાણીને 16 હજાર મતો મળ્યા છે.

 

Published on: Dec 08, 2022 01:37 PM
g clip-path="url(#clip0_868_265)">