AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Election: દિવાળીના સ્નેહ મિલન કાર્યક્રમમાં PM મોદી કરશે સંબોધન, 2 નવેમ્બરે ભાજપના કાર્યકરોને આપશે જીતનો મંત્ર

વિધાનસભાની તમામ બેઠકો પર એકસાથે સ્નેહ મિલન કાર્યક્રમ યોજાવાનો છે. દરેક વિધાનસભામાંથી 10 હજારથી વધુ કાર્યકરો એકઠાં થશે. પ્રદેશ ભાજપના (BJP) કાર્યકરોને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) વર્ચ્યુઅલી સંબોધશન કરશે.

Gujarat Election: દિવાળીના સ્નેહ મિલન કાર્યક્રમમાં PM મોદી કરશે સંબોધન, 2 નવેમ્બરે ભાજપના કાર્યકરોને આપશે જીતનો મંત્ર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીImage Credit source: ફાઇલ તસવીર
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 22, 2022 | 9:49 AM
Share

ગુજરાત વિધાનસભા ચૂંટણીના (Gujarat Election 2022) પડઘમ વાગી ચૂક્યા છે, ત્યારે સત્તા કાયમી રાખવા ભાજપ શક્ય તમામ પ્રયાસ કરી રહ્યા છે. 182 મિશનના લક્ષ્ય સાથે ભાજપ (BJP) ચૂંટણી જંગના મેદાનમાં ઉતરી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી ખૂબ જ નજીકમાં છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ ગમે ત્યારે જાહેર થઇ શકે તેમ છે. વિવિધ રાજકીય પક્ષોના ગુજરાત પ્રવાસોમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે હવે વિધાનસભા ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) કાર્યકરોને સંબોધન કરશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે PM મોદી 2 નવેમ્બરે 12 વાગ્યા બાદ ભાજપના કાર્યકરોને સંબોધન કરશે. વિધાનસભાની તમામ બેઠકો પર એકસાથે સ્નેહ મિલન કાર્યક્રમ યોજાવાનો છે. દરેક વિધાનસભામાંથી 10 હજારથી વધુ કાર્યકરો એકઠાં થશે. પ્રદેશ ભાજપના કાર્યકરોને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી સંબોધશન કરશે. દિવાળીના સ્નેહ મિલન કાર્યક્રમમાં PM મોદી આ સંબોધન કરવાના છે. આગામી ચૂંટણીમાં કમળને અકબંધ રાખવા તેઓ કાર્યકરોને સંદેશ આપશે.

બીજી તરફ એકાદશીથી દિવાળીના (Diwali 2022) તહેવારોની શરુઆત થઇ ગઇ છે. ત્યારે દિવાળી કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ (Union Home Minister Amit Shah) પોતાના વતનમાં જ મનાવશે. આજથી કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવશે. 26 ઓક્ટોબર સુધી ગુજરાતના પ્રવાસે અમિત શાહ આવશે. આ મુલાકાત દરમિયાન અમિત શાહ ભાજપ (BJP) કાર્યકરો સાથે દિવાળી અને નવું વર્ષ મનાવશે. તો સાથે સાથે 4 ઝોનમાં સ્થાનિક આગેવાનો અને કાર્યકરો સાથે મુલાકાત કરશે. ચાર ઝોનમાં ઉત્તર ગુજરાતની બેઠક પાલનપુરમાં યોજશે. જ્યારે મધ્ય ગુજરાતની બેઠક વડોદરામાં યોજાશે. ત્યારબાદ સૌરાષ્ટ્રની બેઠક સોમનાથ અને દક્ષિણ ગુજરાતની બેઠક વલસાડમાં યોજાશે અને કાર્યકરો સાથે ચૂંટણીની રણનીતિ અંગે ચર્ચા કરશે.

અમિત શાહના ગુજરાતમાં પ્રવાસની જે રણનીતિ બનાવવામાં આવી છે, તેની વાત કરીએ તો ઝોન વાઇસ ભાજપની બેઠકોનો દોર થવાનો છે. ઉત્તર ઝોનનું એપી સેન્ટર પાલનપુર રાખવામાં આવ્યુ છે. પાલનપુરમાં ઉત્તર ઝોનના તમામ પદાધિકારીઓ તેજ જિલ્લાનું સંગઠન, સ્થાનિક કાર્યકર્તાઓ મતદારો સુધી જશે. તે તમામની બેઠક પાલનપુરમાં ઉત્તર ઝોનની રાખવામાં આવશે. તે જ રીતે સૌરાષ્ટ્રનું એ.પી. સેન્ટર સોમનાથ માનવામાં આવે છે. ગીર સોમનાથની વાત કરવામાં આવે તો ગત ચૂંટણીમાં ભાજપ અહીં ખાતુ પણ ખોલાઇ શક્યુ ન હતુ. ભાજપને અહીં હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે ગીર સોમનાથ હવે સૌરાષ્ટ્રની તમામ બેઠકો પર મતદારોને આકર્ષવા પર ચિંતન કરવામાં આવશે.

Follow Us
અમદાવાદના બિલ્ડર દશરથ પટેલની જમીન છેતરપિંડી કેસમાં ધરપકડ
અમદાવાદના બિલ્ડર દશરથ પટેલની જમીન છેતરપિંડી કેસમાં ધરપકડ
જસદણમાં હાથથી ઉખડ્યો નવો રોડ; તંત્રની પોલ ખોલતા સ્થાનિકો
જસદણમાં હાથથી ઉખડ્યો નવો રોડ; તંત્રની પોલ ખોલતા સ્થાનિકો
કોંગ્રેસની એક ભૂલથી ગણદેવીમાં ભાજપનું કમળ ખીલ્યું
કોંગ્રેસની એક ભૂલથી ગણદેવીમાં ભાજપનું કમળ ખીલ્યું
ખુશખબર... કેસર કેરીના રસિયાઓ માટે; ટૂંક સમયમાં શરૂ થશે હરાજી
ખુશખબર... કેસર કેરીના રસિયાઓ માટે; ટૂંક સમયમાં શરૂ થશે હરાજી
'વિસનગરમાં વિકાસના નામે માત્ર મીંડું', BJPના કાર્યકર્તાએ સ્વીકાર્યું
'વિસનગરમાં વિકાસના નામે માત્ર મીંડું', BJPના કાર્યકર્તાએ સ્વીકાર્યું
ગોતામાં ખાડામાં ખાબકી AMTS; ચૂંટણી ટાણે તંત્રની પોલ ખુલી
ગોતામાં ખાડામાં ખાબકી AMTS; ચૂંટણી ટાણે તંત્રની પોલ ખુલી
સુરતમાં વિકાસના ફળથી વંચિત મતદારોએ ચૂંટણી બહિષ્કારની કરી જાહેરાત
સુરતમાં વિકાસના ફળથી વંચિત મતદારોએ ચૂંટણી બહિષ્કારની કરી જાહેરાત
સુરતમાં પ્રસાદના નામે આખા પરિવારને ખતમ કરવાનો પ્રયાસ
સુરતમાં પ્રસાદના નામે આખા પરિવારને ખતમ કરવાનો પ્રયાસ
છેલ્લી ઘડીએ ઉમેદવાર બદલી નાંખ્યા, જુઓ વીડિયો
છેલ્લી ઘડીએ ઉમેદવાર બદલી નાંખ્યા, જુઓ વીડિયો
અમરેલી ચૂંટણીમાં ઝેરી રાજનીતિ! નિવેદને મચાવ્યો ખળભળાટ, કોણ છે ટાર્ગેટ?
અમરેલી ચૂંટણીમાં ઝેરી રાજનીતિ! નિવેદને મચાવ્યો ખળભળાટ, કોણ છે ટાર્ગેટ?
g clip-path="url(#clip0_868_265)">