Gujarat Election: ભાજપના નિરીક્ષકોએ વડોદરામાં ઉમેદવારો માટે લીધી સેન્સ, ધારાસભ્ય જીતુ સુખડીયાએ ચૂંટણી ન લડવાની કરી જાહેરાત
વિધાનસભાની ચૂંટણી (Assembly election) નજીક આવતા જ ભાજપે દાવેદારોની સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરી છે. જે અંતર્ગત વડોદરા શહેર અને જિલ્લા ભાજપના નિરીક્ષક શંકર ચૌધરી અને અન્યોએ દાવેદારોની સેન્સ લીધી હતી. ગઈકાલે 27 ઓક્ટોબરે રાત્રે 12 વાગ્યા સુધી સેન્સ લેવાની પ્રક્રિયા ચાલી હતી.
ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી મુદ્દે સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે ત્યારે, રાજકોટ, વડોદરા, અમદાવાદ, સુરતમાં ઉમેદવારો માટે સેન્સ લેવાની પ્રક્રિયા પૂરજોશમાં ચાલશે. આજે સેન્સ લેવાની પ્રક્રિયાનો બીજો દિવસ છે. ત્યારે આજે પણ રાજ્યભરમાં ભાજપના પ્રદેશ નિરીક્ષકો દ્વારા ચૂંટણી લડવા ઇચ્છુક દાવેદારોની સેન્સ લેવાઈ રહી છે. આ અંતર્ગત વડોદરામાં પણ ગઇકાલે સેન્સ લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મહત્વનું છે કે તારીખ 27 ઓક્ટોબર 2022થી ત્રણ દિવસ માટે નિરીક્ષકો દ્વારા તમામ મહાનગરો અને જિલ્લાઓમાં સેન્સ લેવાની પ્રક્રિય શરૂ કરવામાં આવી છે.
વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ ભાજપે દાવેદારોની સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરી છે. જે અંતર્ગત વડોદરા શહેર અને જિલ્લા ભાજપના નિરીક્ષક શંકર ચૌધરીએ દાવેદારોની સેન્સ લીધી હતી. ગઈકાલે 27 ઓક્ટોબરે રાત્રે 12 વાગ્યા સુધી સેન્સ લેવાની પ્રક્રિયા ચાલી હતી. વડોદરા શહેરની વાત કરીએ તો, શહેર ભાજપ કાર્યાલયમાં સયાજીગંજ, અકોટા અને રાવપુરા વિધાનસભા બેઠક માટે સેન્સ લેવાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. જ્યારે વરણામાં ત્રી મંદિર ખાતે ડભોઈ અને વાઘોડિયા વિધાનસભા બેઠક માટે સેન્સ લેવામાં આવી.. જેમાં સયાજીગંજ બેઠક પર સૌથી વધુ 51 દાવેદારો છે.. હાલના ધારાસભ્ય જીતુ સુખડિયા ચૂંટણી ન લડવાની જાહેરાત કરી ચૂક્યા છે.. તો બીજીતરફ શંકર ચૌધરીએ પણ ચૂંટણી લડવાની ઈચ્છા દર્શાવી છે.. તેમણે કહ્યું કે પાર્ટી પસંદગી ઉતારશે તો તેઓ ચૂંટણી લડશે.
કઈ બેઠક માટે કેટલા દાવેદારો?
સયાજીગંજ બેઠક માટે 51 દાવેદારો અકોટા બેઠક માટે 35 દાવેદારો રાવપુરા બેઠક માટે 36 દાવેદારો ડભોઇ બેઠક માટે 10 દાવેદારો વાઘોડિયા બેઠક માટે 27 દાવેદારો
ગઇકાલે ગીર સોમનાથમાં પણ મૂરતિયાઓની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ગીર સોમનાથ જિલ્લાની ઉના અને તાલાલા બેઠક માટે નિરીક્ષકો દ્વારા સેન્સ લેવામાં આવી હતી. જેમાં આજે કોડિનાર બેઠક માટે સેન્સ લેવામાં આવશે. શહેરી વિકાસ મંત્રી વિનોદ મોરડિયા ઉમેદવારોને સાંભળશે. ઉના ભાજપના યુવા મહિલા અગ્રણી દીપા બાંભણિયાનું નામ પણ રેસમાં છે. તમામ દાવેદારો પોતાના ટેકેદારોને લઈ સેન્સ આપવા માટે પહોંચ્યા હતા.