Vadodara : ડભોઇ રોડ પર આવેલી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ભીષણ આગ, કલાકોની જહેમત બાદ આગ કાબૂમાં

Vadodara : ડભોઇ રોડ પર આવેલી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ભીષણ આગ, કલાકોની જહેમત બાદ આગ કાબૂમાં

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 26, 2022 | 3:31 PM

આગ (Fire) વિકરાળ બનતા અન્ય ત્રણ ગોડાઉન પણ આગની ચપેટમાં આવ્યા હતા. ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં લાખોના માલને નુકસાન થયુ હોવાની માહિતી મળી રહી છે.

વડોદરાના (Vadodara) ડભોઇ રોડ પર આવેલી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલ RO પ્લાન્ટમાં ભીષણ આગ લાગી. ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગનો (Fire Brigade) કાફલો પણ ઘટનાસ્થળે પહોંચ્યો. આગ વિકરાળ બનતા અન્ય ત્રણ ગોડાઉન પણ આગની ચપેટમાં આવ્યા હતા.  ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં લાખોના માલને નુકસાન થયુ છે. ફટાકડાના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. અગાઉ આગ વિકરાળ થતા ફાયર બ્રિગેડે મેજર કોલ જાહેર કર્યો હતો. કલાકોની જહેમત બાદ  પાણીનો મારો ચલાવી આગ ઓલવવામાં ટીમ સફળ રહી છે.

માળીયા હાટીના ગોડાઉનમાં પણ આગ

તો બીજી તરફ જુનાગઢના (Junagadh) માળીયા હાટીનામાં સિંગની ફોતરીના ગોડાઉનમાં પણ આગ લાગવાની ઘટના બની હતી. માહિતી મુજબ શોર્ટ સર્કિટના કારણે આગી લાગી હતી. ભીષણ આગની (massive Fire) ઘટનામાં લાખો રૂપિયાનો માલ બળીને ખાખ થઈ ગયો. જો કે ભારે જહેમત બાદ ફાયર વિભાગની ટીમે હાલ આગને કાબૂમાં કરી લીધી છે.

ગઈ કાલે પણ રાજ્યમાં ત્રણ શહેરોમાં આગ લાગી હતી.  મહેસાણા (Mehsana) જિલ્લામાં યાત્રાધામ બહુચરાજીમાં 3 દુકાનમાં આગ લાગી હતી. તો ભરૂચના જંબુસર તાલુકાના કોરા ગામે મોડી રાતે નવી વસાહતમા સોટસર્કિટથી બે મકાનમા આગ લગતા દોડધામ મચી હતી. બીજી તરફ નવસારી શહેરમાં આવેલા છાપરા રોડમાં આવેલ ગાયવાડી સોસાયટીમાં પણ આગની ઘટના બની હતી.

Published on: Oct 26, 2022 03:28 PM
g clip-path="url(#clip0_868_265)">