Gujarat Election : ચૂંટણી પહેલા ભાજપમાં ઉથલપાથલ, શા માટે આ મંત્રીઓ પાસેથી છીનવી લેવાયા ખાતા ?

રાજેન્દ્ર ત્રિવેદી અને પૂર્ણશ મોદી આ બંને પ્રધાનોને અનેક વખત મુખ્યપ્રધાન તરફથી ટકોર કરાઈ હતી, તો બીજી તરફ કેન્દ્ર સ્તર સુધી ફરિયાદો ગયા હોવાની પણ ચર્ચા છે.

Gujarat Election : ચૂંટણી પહેલા ભાજપમાં ઉથલપાથલ, શા માટે આ મંત્રીઓ પાસેથી છીનવી લેવાયા ખાતા ?
Gujarat Election 2022
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 21, 2022 | 1:39 PM

Gandhinagar : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના (Gujarat Assembly election) આડે હવે માત્ર ગણતરીના મહિનાઓ જ બાકી રહ્યા છે ત્યારે રાજ્યના રાજકારણમાં મોટી ઉથલપાથલની શરૂઆત થઇ છે. રાજ્યના ખૂબ જ વરિષ્ઠ અને કાર્યક્ષમ પ્રધાનોમાં જેની ગણના થાય છે તેવા બંને પ્રધાનો રાજેન્દ્ર ત્રિવેદી (Rajendra Trivedi) અને પૂર્ણેશ મોદી (Purnesh  modi) પાસેથી મહત્વના ખાતા આંચકી લેવામાં આવ્યા છે. કેબિનેટ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી પાસેથી મહેસુલ વિભાગનો હવાલો પરત લઈ લેવાયો છે. આથી હવે રાજેન્દ્ર ત્રિવેદી પાસે માત્ર કાયદો અને વ્યવસ્થા વિભાગ જ રહેશે. તો મહેસુલ વિભાગનો રાજ્ય કક્ષાનો ચાર્જ હવે હર્ષ સંઘવીને સોંપી દેવાયો છે.

નિર્ણયોની સત્તા તો મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ પાસે જ રહેશે

જ્યારે કે કેબિનેટનો હવાલો મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે તેમની પાસે રાખ્યો છે. બીજી ગાજ પૂર્ણેશ મોદી પર પડી છે.પૂર્ણેશ મોદી પાસેથી માર્ગ અને મકાન ખાતુ લઈ લેવાયું છે અને તેનો રાજ્ય કક્ષાનો હવાલો હવે જગદીશ પંચાલ સંભાળશે.મહેસૂલની જેમ માર્ગ અને મકાન વિભાગનો કેબિનેટનો હવાલો પણ મુખ્યપ્રધાન જાતે જ સંભાળશે.એટલે કે આ બંને ખાતાના મહત્વના નિર્ણયોની સત્તા તો મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel)  પાસે જ રહેશે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

ચૂંટણી અગાઉ પહેલીવાર કોઈ રાજ્યએ કર્યા આવા ફેરફાર

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કેબિનેટમાં થયેલા આ ફેરફારો અનેક સવાલો ઉભા કરે છે. જ્યાં સરકારે ચૂંટણીની (Gujarat Election) તૈયારીઓમાં લાગવાનું હોય, ત્યાં આવા મોટા ફેરફાર પાછળ મોટા કારણો જવાબદાર હોય તે સ્વાભાવિક વાત છે.મહેસૂલ અને માર્ગ-મકાન બંને એવા વિભાગો છે, જેમાં સૌથી વધુ ભ્રષ્ટાચારની ફરિયાદો થતી હોય છે.તમને જણાવી દઈએ કે,દેશમાં પહેલીવાર કોઈ રાજ્યની ચૂંટણી અગાઉ આ પ્રકારના ફેરફાર કરવામાં આવ્યા છે.એવું પણ મનાઈ રહ્યું છે કે, બંને પ્રધાનોને અનેક વખત મુખ્યપ્રધાન તરફથી ટકોર કરાઈ હતી. કેન્દ્ર સ્તર સુધી ફરિયાદો ગયા હોવાની પણ ચર્ચા છે. બંને વિભાગો તરફથી પ્રજાલક્ષી અને સંવેદનશીલ નિર્ણયો લેવામાં આળસ થઈ.તો પ્રધાનોની બિન કાર્યક્ષમતાને લઈને પણ સવાલો હતા. ખાસ તો વિભાગો તરફથી રાજેન્દ્ર ત્રિવેદી સામે ફરિયાદો હતી, જમીનને લઈને કેટલાક વિવાદો હતા. આ બધા જ કારણો બંને પ્રધાનો સામે પગલાં લેવામાં મહત્વના બન્યા હોઈ શકે છે.

ભાજપે હાઈ કમાન્ડની સૂચનાથી કર્યા ફેરફાર..!

બીજી તરફ આ નિર્ણયથી હર્ષ સંઘવી અને જગદીશ પંચાલને (Jagdish Panchal) રિવોર્ડ મળ્યો અને કેબિનેટમાં પ્રમોશન મળ્યું તેવું પણ કહી શકાય. હર્ષ સંઘવી પાસે ભલે ગૃહ જેવું અગત્યનું મંત્રાલય હોય પરંતુ તે હતા તો રાજ્યકક્ષાના જ મંત્રી. હવે મહેસુલ જેવું મહત્ત્વનું મંત્રાલય તેમને મળ્યું એટલે સીધું કેબિનેટમાં પ્રમોશન મળ્યું એ પણ માની શકાય. જ્યારે જગદીશ પંચાલ સહકાર અને કુટિર ઉદ્યોગનો સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્યકક્ષાના મંત્રી હતા, જેમની સારી કામગીરીને ધ્યાનમાં રાખીને રિવોર્ડ અપાયાનું મનાય છે.

ગુજરાતમાં નવી સરકાર રચાયાને એક વર્ષ પણ નથી થયું ને ભૂપેન્દ્ર પટેલ સરકારમાં (Gujarat Government) બે મોટા ફેરફારો થઈ ગયા છે. તેવામાં ભાજપ હાઈ કમાન્ડની સૂચનાથી ફેરફારોની રાજકીય ચર્ચાઓ વચ્ચે આવનાર સમયમાં હજુ પણ અનેક મોટા ફેરફારો થવાની ચર્ચા ચાલી રહી છે. ગુજરાત ભાજપ માટે રાજકીય પ્રયોગની લેબ બની રહી છે, ત્યારે ચૂંટણી પહેલા હજુ પણ અનેક ધરખમ ફેરફારો થઈ શકે છે.

g clip-path="url(#clip0_868_265)">