BJP Mission 2022 : ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી આજે ગુજરાતના પ્રવાસે, ચૂંટણીઓને લઈ કોર ગ્રુપમાં કરાશે ચર્ચા
આજે ભાજપ પ્રદેશ મોર્ચાથી લઈ પ્રદેશ નેતાઓ સુધી અલગ- અલગ બેઠક યોજાશે. આ તમામ બેઠક પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલની અધ્યક્ષતામાં યોજાવા જઈ રહી છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીને (Gujarat Election) હવે ગણતરીના મહિનાઓ બાકી છે, ત્યારે દરેક રાજકીય પાર્ટી ચૂંટણી જીતવા કમરકસી રહી છે. એક તરફ AAP ના કેજરીવાલ અને મનીષ સિસોદિયા સહિતના નેતાઓના ગુજરાત પ્રવાસ વધી રહ્યા છે. તો બીજી બાજુ ભાજપે પણ 182 સીટ પર જીત હાંસલ કરવા તૈયારીઓ શરૂ કરી છે. PM મોદી અને અમિત શાહ (AMit Shah) સહિતના નેતાઓની ગુજરાત મુલાકાત વધી રહી છે, ત્યારે હવે ભાજપના (BJP Party) રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ. સંતોષ (BLSantosh) પણ આજે ગુજરાત આવવાના છે. તમને જણાવી દઈએ કે,પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે તેઓ વિવિધ બેઠકો કરશે.
મુખ્યપ્રધાનના નિવાસસ્થાને યોજાશે કોર ગ્રુપની બેઠક
જેમાં પ્રદેશ મોર્ચાથી લઈ પ્રદેશ નેતાઓ સુધી અલગ- અલગ બેઠક યોજાશે.આ તમામ બેઠક પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલની અધ્યક્ષતામાં યોજાવા જઈ રહી છે.તો મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra patel) પણ બેઠકોમાં ઉપસ્થિતિ રહેવાના છે.ઉપરાંત સાંજે મુખ્યપ્રધાન નિવાસસ્થાને કોર ગ્રુપની પણ બેઠક યોજાશે.જેમાં વિધાનસભાની ચૂંટણીઓને લઈ કોર ગ્રુપમાં ચર્ચા કરવામાં આવશે.
PM નરેન્દ્ર મોદી બે દિવસીયગુજરાત પ્રવાસે આવશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મહિનાના અંતિમ દિવસોમાં ફરી એક વાર ગુજરાત પ્રવાસે (PM Modi Gujarat Visit) આવશે. વડાપ્રધાનઅમદાવાદથી લઇને કચ્છ સુધી અનેક કાર્યક્રમોમાં જોડાશે.2અમદાવાદમાં તેઓ નવી સિવિલ હોસ્પિટલનું લોકાર્પણ કરશે. તેની સાથે એક જનસભાનું સંબોધન પણ કરશે.તો વડાપ્રધાનનો કચ્છમાં સ્મૃતિ વનનું લોકાર્પણ PM મોદીના હસ્તે કરવામાં આવશે.