Gujarat Election 2022 : ગુજરાતમાં વર્ષ 2017માં સોમવારે મતદાન થનારી 93 બેઠકો પર કોણે મારી હતી બાજી, જાણો વિગતે

|

Dec 04, 2022 | 11:42 PM

ગુજરાત ચૂંટણીના બીજા તબક્કામાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત પ્રદેશોના 14 જિલ્લાઓની 93 બેઠકો માટે સોમવારે મતદાન થશે. અમદાવાદની ઘાટલોડિયા બેઠક પરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત 833 ઉમેદવારો મેદાનમાં છે. કોંગ્રેસે તેમની સામે રાજ્યસભાના સાંસદ અમી યાજ્ઞિકને મેદાનમાં ઉતાર્યા છે.

Gujarat Election 2022 : ગુજરાતમાં વર્ષ 2017માં સોમવારે મતદાન થનારી 93 બેઠકો પર કોણે મારી હતી બાજી, જાણો વિગતે
Gujarat Election

Follow us on

ગુજરાતમાં 5મી ડિસેમ્બરે  વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન યોજાશે. જેમાં 14 જિલ્લાની 93 બેઠકો પર મતદાન થશે. જેમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા 9, મહેસાણા 7, ગાંધીનગર 5, સાબરકાંઠા 4, પાટણ 4, અરવલ્લીમાં  3  અને મધ્ય ગુજરાતમાં અમદાવાદ 21, વડોદરા 10, આણંદ 7, ખેડા 6, પંચમહાલ 5, મહીસાગર 3, દાહોદ 6 અને છોટા ઉદેપુરમા 3 વિધાનસભા બેઠક પર મતદાન થશે

ગુજરાત ચૂંટણીના બીજા તબક્કામાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત પ્રદેશોના 14 જિલ્લાઓની 93 બેઠકો માટે સોમવારે મતદાન થશે. અમદાવાદની ઘાટલોડિયા બેઠક પરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત 833 ઉમેદવારો મેદાનમાં છે. કોંગ્રેસે તેમની સામે રાજ્યસભાના સાંસદ અમી યાજ્ઞિકને મેદાનમાં ઉતાર્યા છે. મધ્ય ગુજરાતમાં સૌથી વધુ 21 બેઠકો ધરાવતા અમદાવાદ જિલ્લા સહિત આઠ જિલ્લા છે જેમાં કુલ 61 બેઠકો છે.જેમાંથી ભાજપે 2017ની ચૂંટણીમાં 40 બેઠકો જીતી હતી, જ્યારે કોંગ્રેસે 19 બેઠકો જીતી હતી. જ્યારે બે બેઠકો અપક્ષ ઉમેદવારોના ફાળે ગઈ હતી.

તેવી જે રીતે ઉત્તર ગુજરાતમા છ જિલ્લાની કુલ 32 બેઠકો છે. જેમાંથી ભાજપે 11 બેઠકો જીતી હતી, જ્યારે કોંગ્રેસે 20 બેઠકોમાં બહુમતી મેળવી હતી જેમાં વડગામ બેઠક પરથી કોંગ્રેસ સમર્થિત અપક્ષે જીત મેળવી હતી. આમ બીજા તબક્કાની કુલ 93 બેઠકોમાંથી, 2017માં ભાજપે 51 બેઠકો જીતી હતી, જ્યારે કોંગ્રેસ 39  બેઠક અને ત્રણ બેઠક  અપક્ષ ઉમેદવારોએ જીતી  હતી.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

ગુજરાતના મુખ્યમંત્રી ઉપરાંત બીજા તબક્કાની ચૂંટણી માટે મેદાનમાં રહેલા અન્ય અગ્રણી નેતાઓમાં ભાજપના પૂર્વ મંત્રી અને સહકારી નેતા, શંકર ચૌધરી થરાદ બેઠક પરથી, વડગામ બેઠક પરથી કોંગ્રેસના નેતા જિજ્ઞેશ મેવાણી, ભાજપ નેતા અલ્પેશ ઠાકોર ગાંધીનગર (દક્ષિણ) બેઠક પરથી અને વિરમગામ બેઠક પરથી ભાજપ નેતા હાર્દિક પટેલ તથા ગોધરા બેઠક પરથી સીકે રાઉલજી મેદાનમાં છે. જ્યારે ગૃહમાં વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા છોટા ઉદેપુર જિલ્લાની જેતપુર (પાવી) બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.

ચૂંટણી પંચના આંકડા મુજબ, બીજા તબક્કા માટે કુલ 833 ઉમેદવારો મેદાનમાં છે. બીજા તબક્કામાં 69 મહિલા ઉમેદવારો છે. બીજા તબક્કા માટે કુલ 2.52 કરોડ મતદારો નોંધાયેલા છે, જેમાં 1.3 કરોડ પુરુષ મતદારો અને 1.22 કરોડ મહિલા મતદારોનો સમાવેશ થાય છે.

ચૂંટણીના બીજા તબક્કા માટે પ્રચાર શનિવારની સાંજે ત્રણ મુખ્ય પ્રતિસ્પર્ધી પક્ષો ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા રેલીઓ, જાહેર સભાઓ, રોડ શો અને ડોર-ટુ-ટુ-ડોર યોજીને સમાપ્ત થયો હતો. જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં મોટા રોડ શો કર્યા, 1 અને 2 ડિસેમ્બર દરમિયાન ઉત્તર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં રેલીઓ યોજી, જ્યારે ગૃહ પ્રધાન અમિત શાહ અને અન્ય વરિષ્ઠ પક્ષના નેતાઓએ જાહેર સભાઓ યોજી હતી.

Published On - 11:30 pm, Sun, 4 December 22

Next Article