Gujarat Election 2022 : અમદાવાદ કલેકટરની મતદારોને મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ, કુલ 5599 અને 11 પૂરક મતદાન મથક પર મતદાન

અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડૉ. ધવલ પટેલે જણાવ્યું હતું કે અમદાવાદ શહેર અને જિલ્લાના તમામ મતદારો આવતી કાલે એટલે કે 5મી ડિસેમ્બર, 2022ના રોજ સવારે 8.00થી સાંજના 5.00 દરમિયાન અચૂક મતદાન કરીને દેશની મજબૂત લોકશાહીમાં સહયોગ કરે

Gujarat Election 2022 : અમદાવાદ કલેકટરની મતદારોને મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ, કુલ 5599 અને 11 પૂરક મતદાન મથક પર મતદાન
Ahmedabad Voting
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Dec 04, 2022 | 8:36 PM

ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કામાં 93 બેઠકોનું મતદાન સોમવાર અને 5 ડિસેમ્બરના રોજ યોજવવાનું છે. જેના પગલે ચૂંટણી તંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારી પૂર્ણ કરી લેવામાં આવી છે.અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડૉ. ધવલ પટેલે જણાવ્યું હતું કે અમદાવાદ શહેર અને જિલ્લાના તમામ મતદારો આવતી કાલે એટલે કે 5મી ડિસેમ્બર, 2022ના રોજ સવારે 8.00થી સાંજના 5.00 દરમિયાન અચૂક મતદાન કરીને દેશની મજબૂત લોકશાહીમાં સહયોગ કરે. આ અંગે જિલ્લા ચૂંટણી અધિકારીએ ચૂંટણીને લગતી વિગતો આપતાં જણાવ્યું હતું કે અમદાવાદ જિલ્લાના કુલ 21 મતવિભાગોમાં 31,23,306 પુરુષ મતદારો, 28,81,224 સ્ત્રી, 209 અન્ય જાતિના સહિત કુલ 60,04,737 મતદારો છે. શાંતિપૂર્ણ મતદાનની વ્યવસ્થા માટે 23,785થી વધારે ચૂંટણીકર્મીઓ કાર્યરત છે અને મતદાનની પૂર્વસંધ્યાએ પોતાના મતદાન મથકે પહોંચી ચૂક્યા છે.

12 ઓળખપત્રોમાંથી કોઈ એક સાથે રાખવું અનિવાર્ય

મતદાર કાપલીના વિતરણની માહિતી આપતાં જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે 60,04,739માંથી 58,80,315 વોટર ઇન્ફર્મેશન સ્લિપનું વિતરણ થઈ ચૂક્યું છે, આમ, 97.9 ટકા મતદાર કાપલીનું સફળતાપૂર્વક વિતરણ કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે. મતદાર કાપલી અંગે વધુ સ્પષ્ટતા કરતાં તેમણે ઉમેર્યું હતું કે વોટર ઇન્ફર્મેશન સ્લિપ એ ઓળખના પુરાવા તરીકે સ્વીકાર્ય નથી. દરેક મતદારે મતદાર કાર્ડ (EPIC) કે પછી ચૂંટણી પંચ દ્વારા માન્ય 12 ઓળખપત્રોમાંથી કોઈ એક સાથે રાખવું અનિવાર્ય છે. ઓળખપત્રની ઝેરોક્ષ કે ડિજિટલ કૉપી સ્વીકાર્ય ગણાશે નહીં. મતદાન મથક પર મોબાઇલ પ્રતિબંધિત હોવાથી ડિઝિટલ ઓળખપત્રો દર્શાવી શકાશે નહીં, એટલે દરેક મતદારે માન્ય ઓળખપત્ર સાથે રાખવું જરૂરી રહેશે, એવું તેમણે ઉમેર્યું હતું.

147 સખી મતદાન મથકો ઊભાં કરવામાં આવ્યા

અમદાવાદ જિલ્લાના મતદાન મથકો અંગે જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું કે જિલ્લામાં કુલ 5599 અને 11 પૂરક મતદાન મથકો ઊભાં કરવામાં આવ્યાં છે. જિલ્લાના 21 મતવિભાગોમાં દરેકમાં એક-એક મોડલ મતદાન મથક, દિવ્યાંગ મતદાન મથક અને ઇકો-ફ્રેન્ડલી મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યાં છે. મહિલા મતદાતાઓને પ્રોત્સાહન માટે કુલ 147 સખી મતદાન મથકો ઊભાં કરવામાં આવ્યાં છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

મતવિભાગમાં 20 એમ કુલ 420 માઇક્રો ઓબ્ઝર્વર નિયુક્ત કરવામાં આવ્યા

મતદાન પ્રક્રિયાની દેખરેખ માટે દરેક મતવિભાગમાં 20 એમ કુલ 420 માઇક્રો ઓબ્ઝર્વર નિયુક્ત કરવામાં આવ્યા છે. 2827 મતદાન મથકોનું વેબકાસ્ટિંગ કરવાની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે, એવું જિલ્લા ચૂંટણી અધિકારીએ ઉમેર્યું હતું.આદર્શ આચારસંહિતાનું અમદાવાદ જિલ્લામાં ચુસ્તપણે પાલન થઈ રહ્યું છે, એમ જણાવી જિલ્લા ચૂંટણી અધિકારીએ કહ્યું કે આચારસંહિતાના અમલના ભાગરૂપે ફરિયાદ મળતાં જાહેર મિલકતો પરથી 62,098 તથા ખાનગી મિલકતો પરથી 3,739 પ્રચાર સામગ્રી હટાવી લેવામાં આવી છે.

ફરિયાદ નિવારણની કામગીરીની વિગત આપતાં તેમણે જણાવ્યું કે સી-વિજિલ પર 1138 ફરિયાદો મળી, જેમાંથી 1050નો એટલે કે 92 ટકા ફરિયાદોનો નિયત 100 મિનિટની મર્યાદામાં જ ઉકેલ લાવવામાં આવ્યો છે. ટોલ ફ્રી નંબર પર મળેલી 1582માંથી 1515 ફરિયાદોનું નિરાકારણ લાવી દેવામાં આવ્યું છે. અમદાવાદમાં મતગણતરી માટે એલ.ડી. એન્જિનિયરિંગ, ગવર્ન્મેન્ટ પોલિટેક્નીક અને ગુજરાત કૉલેજ ખાતે ત્રણ કેન્દ્રો ઊભાં કરવામાં આવ્યાં હોવાનું પણ જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">