Gujarat Election 2022: સાત દિગ્ગજોની પ્રતિષ્ઠા દાવ પર, ચૂંટણી પરિણામો નક્કી કરશે રાજકીય કદ!

|

Nov 24, 2022 | 6:24 PM

જો રાજકીય વિશ્લેષકોનું માનીએ તો આ નેતાઓ દાયકાઓથી પક્ષના કાર્યકરો અને સમર્થકો સાથે સંબંધ સ્થાપિત કરવામાં સફળ રહ્યા છે. આ નેતાઓ જાતિના સમીકરણને વધુ સારી રીતે સમજે છે. જેના કારણે છેલ્લી અનેક ચૂંટણીમાં ( Gujarat Election 2022) તેઓ વિજયી રહ્યા છે.

Gujarat Election 2022: સાત દિગ્ગજોની પ્રતિષ્ઠા દાવ પર, ચૂંટણી પરિણામો નક્કી કરશે રાજકીય કદ!
Gujarat Election 2022

Follow us on

ગુજરાત એસેમ્બલી ઇલેક્શન 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અનેક દિગ્ગજોની પ્રતિષ્ઠા દાવ પર છે. આ વખતે ઓછામાં ઓછા સાત એવા ઉમેદવારો મેદાનમાં છે, જેઓ પાંચ કે તેથી વધુ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. શાસક ભારતીય જનતા પાર્ટી (BJP) એ આવા પાંચ નેતાઓને બીજી ટર્મ માટે મેદાનમાં ઉતારીને વિશ્વાસ વ્યક્ત કર્યો છે, જ્યારે એક નેતા ટિકિટ ન મળતા અપક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યા છે. આ ઉમેદવારોના નામ આ પ્રમાણે છે.

  • યોગેશ પટેલ (માંજલપુર બેઠક)
  • પબુભા માણેક (દ્વારકા)
  • કેશુ નાકરાણી (ગારીયાધાર)
  • પુરુષોત્તમ સોલંકી (ભાવનગર ગ્રામ્ય)
  •  પંકજ દેસાઈ (નડિયાદ)
  • તો ભારતીય ટ્રાઇબલ પાર્ટી (BTP)ના સ્થાપક છોટુ વસાવા અને મધુ શ્રીવાસ્તવ, જેમને ભાજપે ટિકિટ નથી આપી તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે.

ગુજરાત એસેમ્બલી ઈલેક્શન 2022: આ અનુભવીઓએ ઘણી ચૂંટણીઓ જીતી હતી

યોગેશ પટેલ, છોટુ વસાવા અને પબુભા માણેક સાત વખત વિધાનસભાની ચૂંટણી જીત્યા છે અને આઠમી વખત ચૂંટણી લડી રહ્યા છે તો કેશુ નાકરાણી અને મધુ શ્રીવાસ્તવ છ વખત ચૂંટણી જીતી ચૂક્યા છે અને સાતમી વખત જીતવાની આશા રાખી રહ્યા છે. પંકજ પુરૂષોત્તમ સોલંકી પાંચ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે અને છઠ્ઠી વખત વિધાનસભાની ચૂંટણી જીતવા માંગે છે.

ગુજરાત ઈલેક્શન 2022: રાજકીય વિશ્લેષકોએ જણાવ્યું હતું કે આ નેતાઓ દાયકાઓથી પક્ષના કાર્યકરો અને સમર્થકો સાથે સંબંધ સ્થાપિત કરવામાં સફળ રહ્યા છે. તેમનું કહેવું છે કે જ્ઞાતિ સમીકરણ પણ તેમની તરફેણમાં છે, પરંતુ તેનાથી પણ વધુ મહત્વનું તેમના નેતૃત્વની ગુણવત્તા છે. 182 સભ્યોની ગુજરાત વિધાનસભા માટે 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરે મતદાન થશે અને મતગણતરી 8 ડિસેમ્બરે થશે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

રાજકીય વિશ્લેષક શિરીષ કાશીકરે જણાવ્યું હતું કે પાયાના સ્તરે કામ કરવાનો તેમનો અનુભવ અને પક્ષના કાર્યકરો સાથેના દાયકાઓ સુધીના તેમના ખાસ સંબંધો તેમને અન્યો કરતાં વધુ મહત્ત્વ આપે છે. આમાંથી મોટાભાગના ઉમેદવારો પાયાના કાર્યકરો અને પક્ષના કાર્યકરો છે.  તેમણે કહ્યું કે આ ઉમેદવારોનું તેમના સમર્થકો સાથેનું સંકલન પણ તેમની ચૂંટણી જીતનું મહત્વનું કારણ છે.

ગુજરાત ચૂંટણી 2022: ગુજરાતમાં બે તબક્કામાં થશે મતદાન

ગુજરાતમાં આગામી ચૂંટણી બે તબક્કામાં યોજાશે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ  તથા બીજા તબક્કાનું મતદાન  5 ડિસેમ્બરના રોજ યોજાશે. તેમજ મતગણતરી 8  ડિસેમ્બરના રોજ  હાથ ધરવામાં આવશે. ગુજરાત વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પહેલા તબક્કામાં 89 બેઠક પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં કચ્છ,સૌરાષ્ટ્રના  મોરબી, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ અને દેવભૂમિ દ્વારકા સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓનો સમાવેશ થાય છે. જ્યારે બીજા તબક્કામાં   93 બેઠકો પર મતદાન કરવામાં આવશે. જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે.

 

ઈલેક્શનને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 6:22 pm, Thu, 24 November 22

Next Article