Gujarat Election 2022: કચ્છ કોંગ્રેસમાં ભંગાણ, ભૂજ, ભચાઉ અને રાપરમાં ક્ષત્રિય આગેવાનો સહિત અનેકના કેસરિયા

ભચાઉના લાકડીયા સહિતના ગામોના કોંગ્રેસી આગેવાનો  ભાજપમાં (BJP) જોડાયા બાદ  રાપરના ધનીતર,ગણેશપર,કલ્યાણપર, ધોળાવીરા સહિતના ગામોમાં  200થી વધુ લોકો ભાજપમાં જોડાયાનો દાવો ભાજપ દ્વારા કરવામાં આવ્યો હતો. તો કોળી મતદારોથી પ્રભાવિત બેઠક પર પારકરા કોળી સમાજના આગેવાનોએ પણ આજે ભાજપના ઉમેદવાર વિરેન્દ્ર સિંહને ટેકો જાહેર કર્યો હતો.

Gujarat Election 2022: કચ્છ કોંગ્રેસમાં ભંગાણ, ભૂજ, ભચાઉ અને રાપરમાં ક્ષત્રિય આગેવાનો સહિત અનેકના કેસરિયા
ભૂજના ક્ષત્રિય આગેવાનો કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા
Follow Us:
Jay Dave
| Edited By: | Updated on: Nov 17, 2022 | 7:57 AM

ગુજરાત એસેમ્બલી ઇલેક્શન 2022: ગુજરાતમાં ચૂંટણીની તારીખો અને સાથે જ હવે ઉમેદવારો પણ જાહેર થઈ ગયા છે ત્યારે પક્ષપલટાની સિઝન પણ પૂરબહારમાં જામી છે. જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ કોંગ્રેસમાં ગાબડું પડતું જાય છે. કોંગ્રેસ હોય કે આપ, આ પક્ષોમાંથી કાર્યકર્તાઓ ભાજપમાં જોડાવાનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. પક્ષાંતરની વધુ એક ઘટનામાં કચ્છમાં અનેક લોકો ભાજપમાં જોડાયા હતા.

ગુજરાત ચૂંટણી 2022: પક્ષાંતરની વધુ એક ઘટનામાં કચ્છમાં અનેક લોકો ભાજપમાં જોડાયા હતા. જેમાં ભુજમાં થોડા સમય પહેલા જ કોંગ્રેસની સ્થાનિક તથા પ્રદેશ નેતાગીરીની દિશાહીનતાથી નારાજ થઇ રાજીનામું આપનારા રાજેન્દ્રસિંહ જાડેજાએ પણ અંતે કેસરીયા કર્યા છે. કચ્છ ક્ષત્રિય સમાજના આગેવાન અને વર્ષોથી કોંગ્રેસને મજબૂત કરનાર પરિવારમાંથી આવતા રાજેન્દ્ર સિંહના ભાજપમાં આવવાથી ભાજપની સ્થિતિ વધુ મજબૂત બનશે તેવા રાજકીય સમીકરણો રચાયા છે. જીલ્લા ભાજપ પ્રમુખ અને ભુજ બેઠકના ઉમેદવાર કેશુભાઇ પટેલ તથા ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા તથા પ્રદેશ મહામંત્રી વિનોદ ચાવડાની હાજરીમાં રાજેન્દ્ર સિંહ ભાજપમાં જોડાયા હતા.

ગુજરાત ચૂંટણી 20222ઃ ભચાઉમાં અને રાપરમાં પણ ગાબડું

તાજેતરમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં કચ્છના માંડવીમાં અનેક કોંગ્રેસી અને સામાજીક આગેવાનો ભાજપમાં જોડાયા હતા. તો રાપર વિધાનસભા બેઠકમાં પણ 2 દિવસમાં અનેક સ્થાનિક આગેવાનો ભાજપમાં જોડાઇ રહ્યા છે. ભચાઉના લાકડીયા સહિતના ગામોના કોંગ્રેસી આગેવાનો  ભાજપમાં જોડાયા બાદ  રાપરના ધનીતર,ગણેશપર,કલ્યાણપર, ધોળાવીરા સહિતના ગામોમાં  200થી વધુ લોકો ભાજપમાં જોડાયાનો દાવો ભાજપ દ્વારા કરવામાં આવ્યો હતો. તો કોળી મતદારોથી પ્રભાવિત બેઠક પર પારકરા કોળી સમાજના આગેવાનોએ પણ આજે ભાજપના ઉમેદવાર વિરેન્દ્ર સિંહને ટેકો જાહેર કર્યો હતો. આ બેઠક પર હાલ કોંગ્રેસના ધારાસભ્ય સંતોક આરેઠીયા ચૂંટાયેલા છે અને વર્તમાન ચૂંટણીમાં તેમના પતિએ પણ ઝંપલાવ્યું છે.

Burning Camphor : દરવાજા પર કપૂર સળગાવવાથી શું થાય ? જાણી લો
અર્જુન તેંડુલકરને દરેક મેચમાં 50 હજાર રૂપિયા મળશે
હોસ્પિટલ મસમોટા બિલ પકડાવે છે ? તો જાણી લો દર્દીના આ 3 અધિકાર વિશે, જુઓ Video
Video : સવારે મૂળા ખાવાથી છૂમંતર થશે શરીરની આ ગંભીર બીમારી
Airtel એ મુકેશ અંબાણીના Jio ને છોડ્યું પાછળ, આ છે કારણ
રશિયા મફતમાં આપશે કેન્સરની વેક્સિન, પણ ક્યારે આવશે?

ચૂંટણી સમયે રાજકીય પક્ષોમાં ઉથલપાથલ સામાન્ય છે. પરંતુ ગુજરાતમાં મજબુત મનાતા ભાજપમાં જાણે કોંગ્રેસને આવકારવાનો શંભુમેળો યોજાયો હોય તેમ એક પછી એક મોટા નેતાઓ અને કાર્યક્રરો ભાજપમાં જોડાઇ રહ્યા છે. ચુંટણીમાં ચોક્કસ કોગ્રેસ માટે આ મોટો ફટકો છે. જો કે કચ્છમાં કોગ્રેસમાંથી આવેલા લોકો ભાજપને કેટલો ફાયદો કરે છે તે જોવું રહ્યું

g clip-path="url(#clip0_868_265)">