AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Election 2022: કોંગ્રેસને વફાદાર રહેલા 21 ધારાસભ્યને ટિકિટનો શિરપાવ, 4 મુસ્લિમ સહિત 12 પાટીદારને ફાળવાઇ ટિકિટ, પક્ષાંતરનો આવશે અંત!

કોંગ્રેસે (Congress) સૌરાષ્ટ્રની બેઠક ઉપર સૌરાષ્ટ્રના તમામ 17 ધારાસભ્યોને કોંગ્રેસે રિપીટ કર્યા છે તો દક્ષિણ ગુજરાતના 5 ધારાસભ્યો પૈકી 4 ને રિપીટ કરવામાં આવ્યા છે.

Gujarat Election 2022: કોંગ્રેસને વફાદાર રહેલા 21 ધારાસભ્યને ટિકિટનો શિરપાવ, 4 મુસ્લિમ સહિત 12 પાટીદારને ફાળવાઇ ટિકિટ, પક્ષાંતરનો આવશે અંત!
કોંગ્રેસે 21 ધારાસભ્યોને આપી ફરીથી તકImage Credit source: File Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 11, 2022 | 7:50 AM
Share

કોંગ્રેસે જાહેર કરેલી ઉમેદવારોની બીજી યાદીમાં મોટા ભાગના ધારાસભ્યોને રિપીટ કરવામાં આવ્યા છે ખાસ તો કોંગ્રેસે ભાજપની જેમ જ કોઈ જોખમ ન લેતા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના પોતાના ધારાસભ્યોને જ જવાબદારી સોંપી છે કે તેઓ પોતાની સત્તા સાચવી રાખે.  કોંગ્રેસની બંને યાદી મળી કોંગ્રેસે 89 નામો જાહેર થઈ ગયા છે.  આ યાદી  જાહેર થતા જ  લલિત વસોયા સાથએ જોડાયેલી અટકળોનો અંત આવ્યો છે. લલિત વસોયા અવાર નવાર ભાજપના મિત્રો અને નેતાઓ સાથે જોવા મળતા  હતા ત્યારે એવી ચર્ચા ચરમસીમાએ પહોંચી હતી કે ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા  ગમે ત્યારે  ભાજપ સાથે જોડાઈ શકે છે  જોકે તેમણે કોંગ્રેસનો હાથ પકડી રાખ્યો છે.

લલિત વસોયાથી માંડીને બીટીપી સાથેના ગંઢબંધનની અટકળોનો અંત

કોંગ્રેસ મોડી રાત્રે યાદી જાહેર કરતા જ કેટલીક અટકળોનો અંત આવ્યો હતો. જેમ કે ધોરાજીથી લલિત વસોયા ભાજપ જોડાશે ….તેવી ચર્ચા ઘણા સમયથી ચાલતી હતી, પરંતુ કોંગ્રેસ તેમનું જાહેર કરતા આ અટકળો ઉપર પૂર્ણ વિરામ લાગી ગયું હતુ

તો બીજી તરફ કોંગ્રેસ-બીટીપી ગઠબંધન ચર્ચા પર પૂર્ણવિરામ મૂકાયું છે. કોંગ્રેસે ડેડીયાપાડા બેઠક પર જેરમાબેન વસાવા અને અને ઝઘડીયા બેઠક પરથી ફતેહસિંહ વસાવાને ઉેદવાર જાહેર કરીને કોંગ્રેસ બીટીપીના ગઢબંધનની અટકળો બંધ કરી દીધી હતી. નોંધનીય છે કે વર્ષ 2017ની ચૂંટણીમાં કોગ્રેસ અને બીટીપીનું ગઠબંધન થયું હતું.

વફાદાર ધારાસભ્યોને આપ્યો ટિકિટનો શિરપાવ

કોંગ્રેસે સૌરાષ્ટ્રની બેઠક ઉપર સૌરાષ્ટ્રના તમામ 17 ધારાસભ્યોને કોંગ્રેસે રિપીટ કર્યા છે તો દક્ષિણ ગુજરાતના 5 ધારાસભ્યો પૈકી 4 ને રિપીટ કરાયા છે.

  • દસાડાથી નૌશાદ સોલંકી, ચોટીલાથી ઋત્વિક મકવાણા, ટંકારાથી લલિત કગથરા, વાંકાનેરથી મોહમ્મદ જાવેદ પીરજાદા રિપીટ
  • ધોરાજીથી લલિત વસોયા, કાલાવડથી પ્રવીણ મુછડીયા, જામજોધપુરથી ચિરાગ કાલરીયા રિપીટ
  • ખંભાળિયાથી વિક્રમ માડમ, જુનાગઢથી ભીખાભાઈ જોશી, માંગરોળથી બાબુભાઈ વાજા રિપીટ
  • સોમનાથથી વિમલ ચુડાસમા, ઉનાથી પુંજાભાઈ વંશ, અમરેલીથી પરેશ ધાનાણી રિપીટ કરાયા
  • લાઠીથી વિરજીભાઈ ઠુંમર, સાવરકુંડલાથી પ્રતાપ દુધાત, રાજુલાથી અમરીશ ડેર અને તળાજા થી કનુભાઈ બારૈયા રિપીટ

કોંગ્રેસની બીજી યાદીમાં 4 મુસ્લિમોને ટિકિટ અપાઈ

કોંગ્રેસે જાહેર કરેલી બીજી યાદીની વિગતો જોઈએ તો કોંગ્રેસ 4 લઘુમતી કોમના ઉમેદવારને ટિકિટ આપી છે અને અબડાસા, વાંકાનેર, વાગરા અને સુરત પૂર્વમાં મુસ્લિમને ઉમેદવારને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે.અબડાસામાં મમદભાઈ જુંગ વાંકાનેરમાં ધારાસભ્ય મોહમ્મ્દ જાવેદ પીરઝાદાને રિપીટ કરાયા છે તો વાગરાથી સુલેમાન પટેલ અને સુરત પૂર્વથી અસલમ સાયકલવાલાને મેદાન ઉતાર્યા છે. કોંગ્રેસે કુલ 21 ધારાસભ્યો રિપીટ કર્યા છે કોંગ્રેસની આ  યાદીમાં 12 પાટીદારોનો સમાવેશ થાય છે અને જ્ઞાતિ જાતિના સમીકણો આ પ્રમાણે છે

12 પાટીદાર ઉમેદવાર 4 મુસ્લિમ ઉમેદવાર 6 કોળી ઉમેદવાર 3 કોળી પટેલ ઉમેદવાર 3 દલિત ઉમેદવાર 7 આદિવાસી ઉમેદવાર 2 બ્રાહ્મણ ઉમેદવાર 1 જૈન ઉમેદવાર 3 ક્ષત્રિય ઉમેદવાર 3 આહીર ઉમેદવાર 1 OBC ઉમેદવાર 1 મરાઠી ઉમેદવાર

કેટલીક બેઠકોના નામ ગોપનીય

કોંગ્રેસ પણ ભાજપની જેમ જ કેટલીક બેઠકો પર હજી નામ જાહેર કર્યા નથી, ત્યારે એવું લાગે છે કે ભાજપ કોંગ્રેસ અને આમ કેટલીક મહત્વની બેઠકો પરની બંધ બાજી ખોલી નથી રહ્યા અને કદાચ રાહ જોઈ રહ્યા છે કે કયો પક્ષ બાકીની બેઠક પર કયા મહત્વના ઉમેદવારને ચૂંટણી જંગમાં ઉતારે છે. હાલાં તો કોંગ્રેસ જંબુસર ના ધારાસભ્ય સંજય સોલંકીને લઈ કોંગ્રેસ અસમંજસની સ્થિતિમાં છે તેમજ રાપરના ધારાસભ્ય સંતોકબેન એરઠીયાને લઈ પણ અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે તેમજ કેટલીક બેઠકોના ઉમેદવારના નામ જાહેર નથી કરવામાં આવ્યા. જે બેઠકોના પર નામ જાહેર નથી કરવામાં આવ્યા તેની યાદી આ મુજબ છે.

  • રાપર
  • વઢવાણ
  • ધ્રાંગધ્રા
  • મોરબી
  • રાજકોટ પૂર્વ
  • રાજકોટ પશ્ચિમ
  • જામનગર ગ્રામ્ય
  • દ્વારકા
  • કોડીનાર
  • તાલાલા
  • ધારી
  • ગારીયાધાર
  • ભાવનગર ગ્રામ્ય
  • ભાવનગર પૂર્વ
  • બોટાદ
  • નાંદોદ
  • જંબુસર
  • ભરૂચ
  • નવસારી
  • ધરમપુર

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
g clip-path="url(#clip0_868_265)">