AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 5 વર્ષમાં પત્તા બદલાયા, સૌરાષ્ટ્રમાં 16 બેઠક પર પાટીદાર VS પાટીદાર વચ્ચે જંગ, 2017ના નિર્ણાયક મતોમાં ભાગલા !

સૌરાષ્ટ્રમાં પાટીદાર સમાજની જનસંખ્યા નોંધપાત્ર છે.ગ્રામ્ય વિસ્તારોમાં પાટીદારો(Patidar Community) જેની સાથે રહે તે પાર્ટીને સીધો જ ફાયદો થાય છે અને એટલા માટે જ ભાજપ હોય,કોંગ્રેસ હોય કે પછી આમ આદમી પાર્ટી દરેક પાટીદારોને રિઝવવાના પ્રયત્નો કરી રહ્યા છે

Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 5 વર્ષમાં પત્તા બદલાયા, સૌરાષ્ટ્રમાં 16 બેઠક પર પાટીદાર VS પાટીદાર વચ્ચે જંગ, 2017ના નિર્ણાયક મતોમાં ભાગલા !
Gujarat Election 2022- Patidar Power in Saurahstra Area
Mohit Bhatt
| Edited By: | Updated on: Nov 15, 2022 | 2:49 PM
Share

વિધાનસભાની ચૂંટણીનો જંગ જામ્યો છે. પ્રથમ તબક્કાની તમામ બેઠકના ઉમેદવારોના નામ જાહેર થઇ ગયા છે.આ વખતે દરેક રાજકીય પાર્ટીઓ માટે સૌરાષ્ટ્ર એ એપી સેન્ટર રહ્યું છે અને તેમાં પણ પાટીદાર સમાજ કોની સાથે રહેશે તે દરેક રાજકીય પાર્ટી માટે કોયડો બન્યો છે.સૌરાષ્ટ્ર કચ્છની 54 બેઠકો પૈકી 16  બેઠકો પર પાટીદાર વર્સિસ પાટીદાર વચ્ચે જંગ જામશે.

વિધાનસભાની ચૂંટણીનું બ્યુંગલ વાગી ગયું છે.આ ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી મેદાને છે.સૌરાષ્ટ્રમાં દરેક રાજકીય પક્ષોની નજર પાટીદાર મતદારો પર રહેલી છે વર્ષ 2017માં પાટીદાર મતદારોએ કોંગ્રેસને સાથ આપ્યો હતો જેના કારણે સૌરાષ્ટ્ર-કચ્છની 54 બેઠકો પૈકી 30 બેઠકો કોંગ્રેસને જ્યારે 23 બેઠકો ભાજપને ફાળે ગઇ હતી.આ વખતે પાટીદારોને પોતાના સાથે રાખવા માટે દરેક રાજકીય પક્ષો પાટીદાર પ્રભુત્વ ઘરાવતી બેઠકો પર ખાસ ધ્યાન કેન્દ્રીત કરી રહી છે.આ વખતે 16 જેટલી એવી બેઠકો છે જેમાં 16 એવી બેઠકો છે જેમાં ભાજપ-કોંગ્રેસ અથવા આપના પાટીદાર નેતાઓ આમને સામને છે.જો જિલ્લા પ્રમાણે નજર કરીએ તો

રાજકોટ જિલ્લો

બેઠક                      ભાજપ                કોંગ્રેસ                            આપ દક્ષિણ             રમેશ ટીલાળા         હિતેશ વોરા              શિવલાલ બારસિયા જેતપૂર             જયેશ રાદડિયા        દિપક વેકરીયા          રોહિત ભુવા ઘોરાજી              મહેન્દ્ર પાડલિયા      લલિત વસોયા         વિપુલ સખિયા

મોરબી જિલ્લો

મોરબી               કાંતિ અમૃતિયા         જંયતિ પટેલ            પંકજ રાણસરીયા ટંકારા                 દુર્લભજી દેથરીયા      લલતિ કગથરા          સંજય ભટાસણા

અમરેલી જિલ્લો

અમરેલી              કૌશિક વેકરીયા       પરેશ ધાનાણી            રવિ ધાનાણી લાઠી                    જનક તળાવિયા      વિરજી ઠુમ્મર               જયસુખ દાત્રોજા સાવરકુંડલા           મહેશ કશવાલા       પ્રતાપ દુધાત                ભરત નાકરાણી

જુનાગઢ જિલ્લો

વિસાવદર              હર્ષદ રીબડિયા      કરશન વડોદરીયા           ભૂપત ભાયાણી

કચ્છ જિલ્લો

ભુજ                         કેશુ પટેલ          અરજણ ભુડીયા                 રાજેશ પીંડોરિયા

ભાજપ અને કોંગ્રેસના પાટીદાર નેતાઓ વચ્ચે જંગ

જામનગર જિલ્લો

જામજોધપુર        ચીમન સાપરીયા         ચિરાગ કાલરિયા દક્ષિણ                 દિવ્યેશ અકબરી        મનોજ કથિરીયા

ભાજપ અને આપના પાટીદાર નેતાઓ વચ્ચે જંગ

જામનગર જિલ્લો

ગ્રામ્ય                      રાઘવજી પટેલ                       –                              પ્રકાશ દોંગા

અમરેલી જિલ્લો

ધારી                       જે.વી.કાકડિયા                ઓબીસી                    કાંતિ સતાસીયા

જુનાગઢ જિલ્લો

જુનાગઢ                    સંજય કોરડિયા                     –                           કેતન ગજેરા

ભાવનગર જિલ્લો

ગારિયાધર બેઠક     કેશુ નાકરાણી                                                      સુધીર વાઘાણી

આ બેઠકોમાં કેટલીક બેઠકો ખૂબ જ રસપ્રદ છે. રાજકોટ દક્ષિણ બેઠક પર ખોડલધામના ટ્રસ્ટી રમેશ ટિલાળા મેદાને ઉતર્યા છે તો અમરેલી જિલ્લામાં પરેશ ધાનાણી સામે મજબૂત ઉમેદવાર તરીકે કૌશિક વેકરીયા છે જે યુવા ચહેરો છે.

વર્ષ 2017માં પાટીદાર અનામત આંદોલનની જોરદાર અસર સૌરાષ્ટ્રમાં રહી હતી જેના કારણે ગ્રામ્ય  વિસ્તારનો પાટીદાર સમાજ ભાજપથી નારાજ થયો હતો.આ કારણે જ ભાજપે અમરેલી,જુનાગઢ,મોરબી અને જામનગર જિલ્લામાં બેઠકો ગુમાવી પડી હતી.પાટીદારોની ધાર્મિક સંસ્થા ખોડલધામ અને સિદસર પણ દરેક રાજકીય પાર્ટીઓમાંથી પાટીદારોને વધારે ટિકિટ મળે તેવા પ્રયત્ન કરતી નજરે પડી હતી.જો કે પ્રચારમાં આ સંસ્થાઓ નહિ જોડાવાની પણ જાહેરાત કરી છે.ખોડલધામના પ્રમુખ નરેશ પટેલે જાહેરાત કરી છે કે ખોડલધામ એકપણ રાજકીય પાર્ટીનો પ્રચાર નહિ કરે.

સૌરાષ્ટ્રમાં પાટીદાર સમાજની જનસંખ્યા નોંધપાત્ર છે.ગ્રામ્ય વિસ્તારોમાં પાટીદારો જેની સાથે રહે તે પાર્ટીને સીધો જ ફાયદો થાય છે અને એટલા માટે જ ભાજપ હોય,કોંગ્રેસ હોય કે પછી આમ આદમી પાર્ટી દરેક પાટીદારોને રિઝવવાના પ્રયત્નો કરી રહ્યા છે.કેટલીક એવી પણ સીટો છે જ્યાં ભાજપ ,કોંગ્રેસે પાટીદાર ચહેરાઓને સ્થાન આપ્યું છે જેની સામે ઓબીસી કે અન્ય જ્ઞાતિના ઉમેદવાર મેદાને રહ્યા છે.પાટીદાર પ્રભુત્વ ધરાવતી સીટો પર દરેક રાજકીય પાર્ટીઓએ પાટીદારોને ટિકિટ તો આપી છે હવે તેની જીતનો આધાર ઉમેદવારની વ્યક્તિગત તાકાત પર રહેલો છે ત્યારે આ વખતની ચૂંટણીમાં પાટીદારો કોને પોતાના વોટથી આર્શિવાદ આપે છે તે આગામી પરિણામ જ કહેશે.

Follow Us
ISRO બંધ નહીં થાય, બદલાશે ભૂમિકા- જુઓ Video
ISRO બંધ નહીં થાય, બદલાશે ભૂમિકા- જુઓ Video
ગુજરાતમાં સામાન્ય છૂટાછવાયા વરસાદની સંભાવના
ગુજરાતમાં સામાન્ય છૂટાછવાયા વરસાદની સંભાવના
મૂર્તિપૂજાના વિરોધી મુસ્લિમો નવરાત્રી-દાંડિયામાં ના આવેઃ મુંબઈ VHP
મૂર્તિપૂજાના વિરોધી મુસ્લિમો નવરાત્રી-દાંડિયામાં ના આવેઃ મુંબઈ VHP
નબળા ચોમાસાની મોટી અસર: ગુજરાતના જળાશયો તરસ્યા,207માંથી માત્ર 20 છલોછલ
નબળા ચોમાસાની મોટી અસર: ગુજરાતના જળાશયો તરસ્યા,207માંથી માત્ર 20 છલોછલ
ચૈતર વસાવાને હંગામી રાહત! 7 દિવસના શરતી જામીન મંજૂર
ચૈતર વસાવાને હંગામી રાહત! 7 દિવસના શરતી જામીન મંજૂર
શ્રાવણના અંતિમ સોમવારે સોમનાથમાં ઉમટ્યુ ભક્તોનું ઘોડાપૂર
શ્રાવણના અંતિમ સોમવારે સોમનાથમાં ઉમટ્યુ ભક્તોનું ઘોડાપૂર
1 જ રસોડામાં 3 અલગ સિલિન્ડર રાખવા પાછળનું શું છે સત્ય?
1 જ રસોડામાં 3 અલગ સિલિન્ડર રાખવા પાછળનું શું છે સત્ય?
સાવરકુંડલા: કમરતોડ મહેનત કરી વાવેલા પાકને ખેડૂતોએ કરી દીધો પશુના હવાલે
સાવરકુંડલા: કમરતોડ મહેનત કરી વાવેલા પાકને ખેડૂતોએ કરી દીધો પશુના હવાલે
મા અંબાના ધામમાં 5 મીટરથી મોટી ધજા માતાજીના ચરણોમાં જ અર્પણ કરવી પડશે
મા અંબાના ધામમાં 5 મીટરથી મોટી ધજા માતાજીના ચરણોમાં જ અર્પણ કરવી પડશે
ભાવનગર: ત્રણ વર્ષની કારમી મંદીના માર બાદ હીરા ઉદ્યોગમાં તેજીનો ચળકાટ
ભાવનગર: ત્રણ વર્ષની કારમી મંદીના માર બાદ હીરા ઉદ્યોગમાં તેજીનો ચળકાટ
g clip-path="url(#clip0_868_265)">