AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Election 2022: ગાંધીનગરમાં આચારસંહિતાના અમલ માટે ફલાઈંગ સ્કવોડ અને સ્ટેટિક સર્વેલન્સ ટીમ કાર્યરત

જિલ્લા ચૂંટણી અધિકારીએ રોકડા લઈ નીકળતા નાગરિકોને પોતાની સાથે પાનકાર્ડ, (PAN CARD) બિઝનેસ રજીસ્ટ્રેશન પ્રમાણપત્ર, બેંકમાંથી પૈસા ઉપાડયા હોય તે દર્શાવતી પાસબુક કે બેંક સ્ટેટમેન્ટ, કેશબુકની કોપી, લગ્ન માટે કંકોત્રી કે આમંત્રણ કાર્ડ, હોસ્પિટલ ખર્ચ માટે હોસ્પિટલમાં એડમીશનની નોંધ વગેરે સાથે રાખવા પણ ભારપૂર્વક જણાવ્યું હતું.

Gujarat Election 2022: ગાંધીનગરમાં આચારસંહિતાના અમલ માટે ફલાઈંગ સ્કવોડ અને સ્ટેટિક સર્વેલન્સ ટીમ કાર્યરત
Gujarat election 2022
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 07, 2022 | 9:08 PM
Share

ગાંધીનગર જિલ્લામાં આદર્શ આચારસંહિતાની અમલવારી માટે ફલાઇંગ સ્કવોડ અને સ્ટેટિક સર્વેલન્સ ટીમ કાર્યરત થઈ છે. આ ટીમને ચેકિંગ દરમિયાન કોઈ પણ વ્યક્તિ પાસેથી  50 , 000 રૂપિયા કરતાં વધારેની રકમ મળશે અને યોગ્ય પુરાવા રજૂ કરવામાં નહીં આવે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પાનકાર્ડ, બિઝનેસ રજિસ્ટ્રેશન પ્રમાણપત્ર, પાસબુક કે બેંક સ્ટેટમેન્ટ, લગ્ન માટે કંકોત્રી કે આમંત્રણ કાર્ડ, હોસ્પિટલ ખર્ચ માટે હોસ્પિટલમાં એડમિશનની નોંધ જેવા પુરાવા સાથે રાખવા જરૂરી છે.

ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી- 2022 અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં આદર્શ આચારસંહિતાના અમલ માટે ફલાઇંગ સ્કવોડ અને સ્ટેટિક સર્વેલન્સ ટીમ કાર્યરત થઈ ગઈ છે. જિલ્લામાં પાંચ વિધાનસભા મતવિભાગમાં 20 ફલાઇંગ સ્કવોડ અને 28 સ્ટેટીક સર્વેલન્સ ટીમ કાર્યરત કરવામાં આવી છે. જે વિવિધ વિધાનસભા મત વિસ્તારમાં ચોક્કસ સ્થળે ઊભી રહી ચેકીંગની કાર્યવાહી કરશે. ગાંધીનગર જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવિણા ડી.કે.એ જણાવ્યું છે કે જિલ્લામાં યોજાનાર ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તેવું સુચારું આયોજન કરવામાં આવ્યું છે.

આદર્શ આચારસંહિતાની અમલવારી માટે વિવિધ ટીમોની રચના કરવામાં આવી છે. જેમાં ફલાઇંગ સ્કવોડ અને સ્ટેટિક સર્વેલન્સ ટીમ ચૂંટણી જાહેર થતાંની સાથે જ કાર્યન્વિત બની છે. જિલ્લામાં પાંચ વિધાનસભા મતવિસ્તારમાં ફલાઈંગ સ્કવોડ અને સ્ટેટિક સર્વેલન્સ ટીમ મળી કુલ- 48 ટીમો કાર્ય કરી રહી છે. જિલ્લામાં મતદારોને રીઝવવા માટે આપવામાં આવતી રોકડ કે અન્ય કોઇપણ લોભામણી બાબતો પર આ ટીમો નજર રાખશે.

તેમણે જણાવ્યું છે કે સ્ટેટિક સર્વેલન્સ ટીમ દ્વારા કોઈપણ વ્યક્તિ રૂપિયા 50 હજાર કે તેથી વધુ રકમ લઈ જતા હશે કે તેથી વધુ રોકડ મળશે તો જેની પાસે પકડાયા છે, તે વ્યક્તિએ તેની વિગતો રજૂ કરવી પડશે. સ્ટેટિક ટીમની પૂછપરછમાં સંતોષકારક જવાબ નહીં મળે અને યોગ્ય પુરાવા રજૂ કરવામાં નહીં આવે તો અધિકારીઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત મતદારને રીઝવવા માટે ઉમેદવાર અથવા તેમનો પ્રતિનિધિ 10 હજાર રૂપિયાથી વધુ કિંમતની ગિફટ લઈને પણ પકડાશે તો કાયદેસની કાર્યવાહી કરવામાં આવશે.

આ સિવાય એક લાખ રૂપિયા કે તેથી વધુની રોકડ મળી આવશે તો ફોર્મ ભરવું પડશે. જેની વિગત ઈન્કમટેકસ વિભાગને મોકલવામાં આવશે. જો રોજબરોજના ધંધાની રોકડ હશે તો તે અંગેના પુરાવા સાથે રાખવા પડશે. વેપાર-ધંધાને લગતી કોઈપણ રોકડ હશે અને યોગ્ય પૂરાવા હશે તો વ્યક્તિ સરળતાથી રોકડની હેરાફેરી કરી શકશે. તેની સાથે કોઇપણ વ્યક્તિ બેંકમાંથી રોકડા ઉપાડયા હોય તો તેવા કિસ્સામાં બેંકમાંથી રૂપિયા ઉપાડયા તેના પુરાવા સાથે રાખવા પણ જણાવવામાં આવે છે.

જિલ્લા ચૂંટણી અધિકારીએ રોકડા લઈ નીકળતા નાગરિકોને પોતાની સાથે પાનકાર્ડ, બિઝનેસ રજીસ્ટ્રેશન પ્રમાણપત્ર, બેંકમાંથી પૈસા ઉપાડયા હોય તે દર્શાવતી પાસબુક કે બેંક સ્ટેટમેન્ટ, કેશબુકની કોપી, લગ્ન માટે કંકોત્રી કે આમંત્રણ કાર્ડ, હોસ્પિટલ ખર્ચ માટે હોસ્પિટલમાં એડમિશનની નોંધ વિગેરે સાથે રાખવા પણ ભારપૂર્વક જણાવ્યું હતું. આ ટીમો દ્વારા ચૂંટણીમાં ઉમેદવારોને રિઝવવા થતી રોકડ અથવા દારૂની રેલમછેલ અટકાવવા જિલ્લા મુખ્ય માર્ગો ઉપર ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે. તેમજ વાહનોમાં ચકાસણી કરાશે. રોકડ, દારૂ કે ગિફટ જેવી અન્ય વસ્તુઓની ચકાસણી કરવામાં આવશે. સમગ્ર ચેકિંગ પ્રક્રિયા કે ચકાસણીની વીડિયોગ્રાફી કરાશે. કોઈપણ વાંધાજનક વસ્તુ મળી આવશે તો તાત્કાલિક જપ્ત કરાશે. ઉપરાંત નકકી મર્યાદા કરતા વધુ રોકડ પણ મળશે તો જપ્ત કરી ઈન્કમટેકસ વિભાગને જાણ કરાશે.

પંચાયતના પ્રમુખ ધારાસભ્યને રડતા રડતા આજીજી કરતાનો ઓડિયો વાયરલ
પંચાયતના પ્રમુખ ધારાસભ્યને રડતા રડતા આજીજી કરતાનો ઓડિયો વાયરલ
8 દિવસ વહેલા આવી કેરી ! ગોંડલયાર્ડમાં 200 બોક્સ કેરીની આવક
8 દિવસ વહેલા આવી કેરી ! ગોંડલયાર્ડમાં 200 બોક્સ કેરીની આવક
UCCની કમિટીએ સરકારમાં જમા કરાવ્યો રિપોર્ટ
UCCની કમિટીએ સરકારમાં જમા કરાવ્યો રિપોર્ટ
ભર ઉનાળે થશે માવઠું ! 18થી 20 માર્ચ સુધી 20 જિલ્લામાં વરસાદનું એલર્ટ
ભર ઉનાળે થશે માવઠું ! 18થી 20 માર્ચ સુધી 20 જિલ્લામાં વરસાદનું એલર્ટ
'નંદા દેવી' LPG ટેન્કર જામનગરના વાડીનાર પોર્ટ નજીક પહોંચ્યું
'નંદા દેવી' LPG ટેન્કર જામનગરના વાડીનાર પોર્ટ નજીક પહોંચ્યું
કાર્યસ્થળ પર તમારી મહેનત રંગ લાવશે, નવી ભાગીદારી ફળદાયી સાબિત થશે
કાર્યસ્થળ પર તમારી મહેનત રંગ લાવશે, નવી ભાગીદારી ફળદાયી સાબિત થશે
શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">