Gujarat Election 2022 : ચૂંટણી પંચે મતદાન અને આગળના દિવસે અખબારોમાં પૂર્વ પ્રમાણિત રાજકીય જાહેરાત પર પ્રતિબંધ મૂક્યો

ગુજરાત વિધાનસભાની ચૂંટણી સંદર્ભે ભારતીય ચૂંટણી પંચે મતદાનના દિવસે અને મતદાનના આગળના દિવસે પૂર્વે મંજૂરી ન હોય તેવી કોઈપણ રાજકીય જાહેરાત અખબારોમાં પ્રસિદ્ધ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. ભારતીય ચૂંટણી પંચના ધ્યાનમાં આવ્યું છે કે, ચૂંટણી પ્રચારના આખરી તબક્કામાં અખબારોમાં ભ્રામક અને અપમાનજનક જાહેરાતો પ્રસિદ્ધ થવાથી ચૂંટણીની પ્રક્રિયા તથા ઉમેદવારો પર નકારાત્મક અસર પડતી હોય છે.

Gujarat Election 2022 : ચૂંટણી પંચે મતદાન અને આગળના દિવસે અખબારોમાં પૂર્વ પ્રમાણિત રાજકીય જાહેરાત પર પ્રતિબંધ મૂક્યો
Gujarat Election AdvertisementImage Credit source: File Image
Follow Us:
Manish Mistri
| Edited By: | Updated on: Nov 29, 2022 | 6:23 PM

ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 માં પ્રથમ તબક્કાના 19 જિલ્લાઓમાં તા. 1 ડિસેમ્બર, 2022 ના મતદાન યોજાશે. પ્રથમ તબક્કાની ચૂંટણી માટે આજ સાંજથી ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ રહેશે. જ્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી સંદર્ભે ભારતીય ચૂંટણી પંચે મતદાનના દિવસે અને મતદાનના આગળના દિવસે પૂર્વે મંજૂરી ન હોય તેવી કોઈપણ રાજકીય જાહેરાત અખબારોમાં પ્રસિદ્ધ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. ભારતીય ચૂંટણી પંચના ધ્યાનમાં આવ્યું છે કે, ચૂંટણી પ્રચારના આખરી તબક્કામાં અખબારોમાં ભ્રામક અને અપમાનજનક જાહેરાતો પ્રસિદ્ધ થવાથી ચૂંટણીની પ્રક્રિયા તથા ઉમેદવારો પર નકારાત્મક અસર પડતી હોય છે. ભૂતકાળમાં બનેલી આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે ભારતીય ચૂંટણી પંચે નિર્ણય કર્યો છે કે મતદાનના દિવસ તથા તેના એક દિવસ પહેલાંના દિવસે કોઈપણ રાજકીય પક્ષ/ઉમેદવાર/સંસ્થા કે વ્યક્તિ પૂર્વ પ્રમાણિત કરાવ્યા વગરની જાહેરાત અખબારોમાં છપાવી શકશે નહિં આ નિર્ણય અંતર્ગત બીજા તબક્કા માટે તા.04 ડિસેમ્બર અને તા.05 ડિસેમ્બર દરમિયાન એમ.સી.એમ.સી.(મિડિયા સર્ટીફિકેશન એન્ડ મોનીટરીંગ કમિટિ) દ્વારા પૂર્વ-પ્રમાણિત(પ્રિ-સર્ટીફિકેશન) કરી ન હોય તેવી કોઈપણ રાજકીય જાહેરખબરો રાજ્યમાં પ્રકાશિત થતાં કોઈપણ અખબારમાં પ્રસિદ્ધ કરી શકાશે નહિ.

ભારતીય ચૂંટણી પંચે મતદાનના દિવસે તથા મતદાનના આગળના દિવસે એમ બે દિવસોમાં કોઈપણ પ્રકારની રાજકીય પક્ષોની જાહેરાત માટે એમ.સી.એમ.સી.ની મંજૂરી ફરજિયાત બનાવી છે. એમ.સી.એમ.સી. પાસેથી પૂર્વ પ્રમાણિત કરીને સર્ટીફિકેટ લેવામાં આવ્યું હોય એવી જ જાહેરાત પ્રસિદ્ધ કરી શકાશે. મતદાનના દિવસે કે તેના એક દિવસ પૂર્વે જે જાહેરાત પ્રસિદ્ધ કરવાની છે તેની પૂર્વમંજૂરી માટે તે જાહેરાત પ્રકાશિત કરવાના સૂચિત દિવસના બે દિવસ પહેલાં ફરજીયાત એમ.સી.એમ.સી કમિટી સમક્ષ અરજી કરવાની રહેશે.

પ્રથમ તબક્કાની 89 બેઠકો પર 788 ઉમેદવાર મેદાનમાં

ગુજરાત ચૂંટણીમાં પ્રથમ તબક્કાની 89 બેઠકો પર 788 ઉમેદવાર મેદાનમાં છે. 70 મહિલા ઉમેદવાર અને 399 અપક્ષ ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે. ભાજપ અને કોંગ્રેસે તમામ 89 બેઠક પર પોતાના ઉમેદવાર ઉતાર્યા છે જ્યારે આમ આદમી પાર્ટીએ 88, બસપાએ 57 અને અસદુદ્દીન ઓવૈસીની ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદ-ઉલ મુસ્લિમીનએ 6 ઉમેદવાર ઉતાર્યા છે. 19 જિલ્લાની 89 બેઠક પર મતદાન

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

ગુજરાતના 19 જિલ્લાની 89 બેઠકો પર મતદાન થશે

પ્રથમ તબક્કામાં ગુજરાતના 19 જિલ્લાની 89 બેઠકો પર મતદાન થશે જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાત વિસ્તારની બેઠક છે. દક્ષિણ ગુજરાતના સાત જિલ્લાની 35 બેઠક તો સૌરાષ્ટ્ર-કચ્છના 12 જિલ્લાની 54 બેઠક છે. રાજકોટ, સુરેન્દ્રનગર, કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગિર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, નર્મદા, ભરૂચ, સૂરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લાની બેઠક પર એક ડિસેમ્બરે મતદાન થશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">