Gujarat Election 2022 : પોરબંદરમાં ચૂંટણી બંદોબસ્તમાં આવેલ IRBના જવાનો વચ્ચે ફાયરિંગ, બેના મોત, બે ઘાયલ

પોરબંદરમાં ચૂંટણી બંદોબસ્તમાં આવેલ IRBના જવાનો વચ્ચે વિવાદ થયો હતો. જેમાં સામસામા ફાયરિંગમાં બે જવાનોના મોત થયા છે અને બે જવાન ઘાયલ થયા છે.  જેમાં મળતી વિગત મુજબ નવી બંદર ખાતે સાયકલોન સેન્ટરમાં બે જવાન વચ્ચે ઝઘડો થયો હતો. તેમજ ઇન્ડિયન રિઝર્વ બટાલિયનના જવાનોના ઝઘડામાં ફાયરિંગ થયું હોવાનું અનુમાન છે

Gujarat Election 2022 : પોરબંદરમાં ચૂંટણી બંદોબસ્તમાં આવેલ IRBના જવાનો વચ્ચે ફાયરિંગ, બેના મોત, બે ઘાયલ
porbandar Firing
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 26, 2022 | 8:14 PM

ગુજરાતના પોરબંદરમાં ચૂંટણી બંદોબસ્તમાં આવેલ IRBના જવાનો વચ્ચે વિવાદ થયો હતો. જેમાં સામસામા ફાયરિંગમાં બે જવાનોના મોત થયા છે અને બે જવાન ઘાયલ થયા છે.  જેમાં મળતી વિગત મુજબ નવી બંદર ખાતે સાયકલોન સેન્ટરમાં બે જવાન વચ્ચે ઝઘડો થયો હતો. તેમજ ઇન્ડિયન રિઝર્વ બટાલિયનના જવાનોના ઝઘડામાં ફાયરિંગ થયું હોવાનું અનુમાન છે. જેમાં એક જવાનનું ઘટના સ્થળે જ મોત થયું અન્ય ઇજાગ્રસ્તને પોરબંદર ભાવસિંહજી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયો છે. તેમજ ઘટનાની જાણ થતા પોલીસ કાફલો અને અન્ય જવાનો હોસ્પિટલ દોડી આવ્યા હતા. આ જવાનો વચ્ચે કેમ ઝધડો થયો તે અંગે હજુ કોઇ જાણકારી પ્રાપ્ત થઈ નથી. આ ઘટનામાં બે જવાનો ના મોત થયા છે તેમજ બે લોકો ગંભીર છે.ચૂંટણી બંદોબસ્તમાં આવેલ IRBની મણિપુરની બટાલિયન હોવાનું જાણવા મળ્યું છે.

ગુજરાતમાં બે તબક્કામાં થશે મતદાન

ગુજરાતમાં  આગામી  ચૂંટણી બે તબક્કામાં યોજાશે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ  તથા બીજા તબક્કાનું મતદાન  5 ડિસેમ્બરના રોજ યોજાશે. તેમજ મતગણતરી 8  ડિસેમ્બરના રોજ  હાથ ધરવામાં આવશે.ગુજરાત વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પહેલા તબક્કામાં 89 બેઠક પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં કચ્છ,સૌરાષ્ટ્રના  મોરબી, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ અને દેવભૂમિ દ્વારકા સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓનો સમાવેશ થાય છે. જ્યારે બીજા તબક્કામાં   93 બેઠકો પર મતદાન કરવામાં આવશે. જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે.

Latest News Updates

રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">