Gujarat Election 2022 : કોંગ્રેસે મેનિફેસ્ટોમાં સરકારી-અર્ધ સરકારી કર્મચારીઓને જૂની પેન્શન યોજના લાગુ કરવા વચન આપ્યું
કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં રાહુલ ગાંધીના 8 વચન કેન્દ્ર સ્થાને રાખવામાં આવ્યા છે. જેમાં સરકારી અને અર્ધ સરકારી કર્મચારીઓ માટે પણ કોંગ્રેસે અનેક વચનો આપ્યા છે. જેમાં ખાસ કરીને કોંગ્રેસે જૂની પેન્શન યોજના લાગુ કરવાનું અને કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવાનું વચન આપ્યું છે.
ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : ગુજરાત કોંગ્રેસ દ્વારા ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો છે. જેમાં કુલ આઠ મુદ્દાઓને કેન્દ્ર સ્થાને રાખવામાં આવ્યા છે. મતદારોને રીઝવવા માટે કોંગ્રેસ કેટલાક વાયદાઓ આપ્યા છે. ‘જનઘોષણા પત્ર 2022 બનશે જનતાની સરકાર’ નામથી મેનિફેસ્ટોની જાહેરાત કરવામાં આવી છે. જેમાં સરકારી અને અર્ધ સરકારી કર્મચારીઓ માટે પણ કોંગ્રેસે અનેક વચનો આપ્યા છે. જેમાં ખાસ કરીને કોંગ્રેસે જૂની પેન્શન યોજના લાગુ કરવાનું અને કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવાનું વચન આપ્યું છે.
કોંગ્રસે સરકારી- અર્ધ સરકારી કર્મચારીઓએ આપ્યા આ વચન
- ઓલ્ડ પેન્શન (OPS)યોજના કર્મચારીઓની તમામ શ્રેણીઓને લાગુ પડે છે
- કોન્ટ્રાક્ટ કામદારો, આઉટસોર્સિંગ અને ડાયરેક્ટપગાર પ્રથાઓ દૂર કરવી. છેલ્લા દસ વર્ષ કે તેથી વધુ સમયથી કોન્ટ્રાક્ટ, આઉટસોર્સ અને ફિક્સ વેતન પર કામ કરતા કામદારોને કાયમી કરવામાં આવશે
- સરકારી અને અર્ધ સરકારી કર્મચારીઓના અવસાન પર ઉત્તરાધિકારીઓને નોકરી આપવામાં આવશે
- કાયમી ભરતી પ્રણાલી સંપૂર્ણ રીતે અમલમાં ન આવે ત્યાં સુધી આ તમામ કર્મચારીઓના પગાર
- ખાતામાં સીધા જ સરકારી ચેક દ્વારા ચુકવણી કરવામાં આવશે અને તમામ શ્રમ કાયદાઓ લાગુ કરવામાં આવશે.
- નિવૃત્ત કર્મચારીઓ-અધિકારીઓની વારંવારની કોન્ટ્રાક્ટ એપોઇન્ટમેન્ટની સમાપ્તિ
- શહેરોની ઔદ્યોગિક વસાહતો અને મજૂર વસાહતોમાં “ઇન્દિરા ગાંધી અન્નપૂર્ણા યોજના” હેઠળ રૂ.8/- માં ભોજન માટે કેન્ટીન
- આશા કાર્યકરો, મધ્યાહન ભોજન કાર્યકર્તાઓ અને તમામ સરકારી-પેટા-સરકારી પાર્ટ-ટાઇમ કર્મચારીઓ સંબંધિત પગાર ફુગાવા સૂચકાંક સાથે જોડાયેલા લઘુત્તમ વેતનના આધારે ચૂકવવામાં આવશે.
- રાજીવ ગાંધી અકસ્માત વીમા યોજના હેઠળ, તમામ રૂ. 5 લાખનો વીમો, સરકારી હોસ્પિટલોમાં રૂ.10 લાખ સુધી
- કન્યાઓ માટે મફત સારવાર/નિદાન/દવા આરોગ્ય અને મફત શિક્ષણ અને પુત્રો માટે સબસિડી ભાડુ