Gujarat Election 2022 : વડોદરા ચૂંટણી તંત્ર દ્વારા જપ્ત કરવામાં આવેલી રોકડ છૂટી કરવા સમિતિની રચના કરાઇ
ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : ગુજરાત વિધાનસભાની ચૂંટણીને અનુસંધાને વડોદરા શહેર અને જિલ્લામાં કાર્યરત કરવામાં આવેલી સ્ટેટિક સર્વેલન્સ અને ફ્લાયિંગ સ્ક્વોર્ડની ટીમો દ્વારા દ્વારા જપ્ત કરવામાં આવેલી શંકાસ્પદ રોકડ રકમને છૂટી કરવા માટે કલેક્ટરની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી છે.
ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : ગુજરાત વિધાનસભાની ચૂંટણીને અનુસંધાને વડોદરા શહેર અને જિલ્લામાં કાર્યરત કરવામાં આવેલી સ્ટેટિક સર્વેલન્સ અને ફ્લાયિંગ સ્ક્વોર્ડની ટીમો દ્વારા દ્વારા જપ્ત કરવામાં આવેલી શંકાસ્પદ રોકડ રકમને છૂટી કરવા માટે કલેક્ટરની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી છે. જપ્ત થયેલી રોકડ રકમને મુક્ત કરાવવા માટે કલેક્ટર કચેરીનો સંપર્ક કરવાનો રહે છે. ઉમેદવાર કે રાજકીય પક્ષ સાથે જોડાયેલી ના હોય એવી રકમને છૂટી કરવાનો આદેશ પણ આ સમિતિ કરી શકશે
ગુજરાત ઇલેકશન 2022 : કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે કે, આવી ટીમો દ્વારા શંકાસ્પદ લાગતી રૂ. ૧૦ લાખ કે તેનાથી વધુની રોકડ રકમ લઇ તેની તપાસ આવક વેરા વિભાગને કરવાને રહે છે. આવી રકમના માલિકને પોતાની રજૂઆત કરવાની યોગ્ય તક મળે અને તેને કોઇ અગવડ ના પડે તે માટે કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી છે.
આ સમિતિ દ્વારા આવા કેસોની તપાસ કરશે અને સમિતિને આ રોકડનું આવક સ્થાન પ્રમાણિક, તે રકમ કોઇ ઉમેદવાર કે રાજકીય પક્ષ સાથે સંકળાયેલી નથી તેનો ગુણદોષના આધારે નક્કી કરશે. ઉમેદવાર કે રાજકીય પક્ષ સાથે જોડાયેલી ના હોય એવી રકમને છૂટી કરવાનો આદેશ પણ આ સમિતિ કરી શકશે.
આ ઉપરાંત, ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને રાજકીય પક્ષોની સાથે ચૂંટણી પંચ પર સક્રિય થયું છે. જેમાં ભારતના ચૂંટણી પંચ દ્વારા વડોદરા શહેર જિલ્લાની દસ વિધાનસભા બેઠકોના ઉમેદવારો દ્વારા કરવામાં આવતા ચૂંટણી ખર્ચ પર દેખરેખ રાખવા માટે ભારતીય મહેસૂલી સેવાના વિવિધ રાજ્યોમાં કાર્યરત ચાર વરિષ્ઠ અધિકારીઓની નિયુક્તિ કરી છે અને તેમને વિવિધ બેઠકોના ખર્ચ નિરીક્ષણની જવાબદારી સોંપી છે.યાદ રહે કે ભારતના નિર્વાચન આયોગે વિધાનસભા બેઠકોના પ્રત્યેક ઉમેદવાર માટે રૂપિયા 40 લાખના મહત્તમ ચૂંટણી ખર્ચની સીમા બાંધી છે.તેના અનુસંધાને આ ખર્ચ નિરીક્ષણની કામગીરી કરવામાં આવે છે.
જેમાં ચૂંટણી ખર્ચ નિરીક્ષકોએ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર અતુલ ગોર,જિલ્લા વિકાસ અધિકારી ડો.રાજેન્દ્ર પટેલ,નિવાસી અધિક કલેકટર ડો.બી.એસ.પ્રજાપતિ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એચ.એમ.સોલંકીએ પ્રાદેશિક માહિતી કચેરી ખાતે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ઊભા કરવામાં આવેલા માધ્યમ પ્રમાણી કરણ અને દેખરેખ કક્ષની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. સંયુક્ત માહિતી નિયામક અને એમ.સી.એમ.સી સમિતિના સભ્ય સચિવશ્રી આર.આર.રાઠોડ કામગીરીની વિગતો આપી હતી.