Gujarat Election 2022: કેન્દ્રીય ચૂંટણીપંચના 16 ઓક્ટોબરથી ફરીથી ગુજરાતમાં ધામા, દીવાળી બાદ ગમે ત્યારે જાહેર થઈ શકે છે ચૂંટણીની તારીખો

કેન્દ્રીય ચૂંટણીપંચની મુલાકાત બાદ ગુજરાતમાં 2 તબક્કામાં મતદાન યોજાઈ શકે છે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 27 થી 30 નવેમ્બર દરમિયાન યોજાઈ શકે તેવી પ્રબળ શકયતાઓ છે. એવી પણ શકયતા છે તે નવેમ્બર બાદ બીજા તબક્કાનું મતદાન 4થી 7 ડિસેમ્બર સુધીમાં યોજાશે.

Gujarat Election 2022: કેન્દ્રીય ચૂંટણીપંચના 16 ઓક્ટોબરથી ફરીથી ગુજરાતમાં ધામા, દીવાળી બાદ ગમે ત્યારે જાહેર થઈ શકે છે ચૂંટણીની તારીખો
Election commission visit again 16 October in Gujarat
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 14, 2022 | 10:25 AM

ગુજરાતમાં લોકશાહીના ઉત્સવ સમી ચૂંટણીના  (Gujarat Vidhan sabha Election 2022) પડઘમ જોરશોરથી વાગી રહ્યા છે વિવિધ રાજકીય પક્ષના નેતાઓ અને કાર્યકરો સભાઓ ગજવી રહ્યા છે ત્યારે આ બધાની વચ્ચે કેન્દ્રીય ચૂંટણીપંચ 16 ઓક્ટોબરથી ફરી એક વાર ગુજરાતની મુલાકાતે આવશે. આ મુલાકાત દરમિયાન ચૂંટણીપંચ રાજ્યમાં ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા (Election Review ) કરશે તેમજ ગુજરાતમાં 4 ઝોનમાં બેઠકો પણ આયોજિત કરશે. કેન્દ્રીય ચૂંટણી પંચ ( Central Election Commission) આશરે એક અઠવાડિયા સુધી વિવિધ પરિસ્થિતિઓની સમીક્ષા કરશે અને ત્યાર બાદ એવી તમામ શક્યતાઓ જોવામાં આવી રહી છે કે દીવાળી બાદ ગમે ત્યારે ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે છે.

ગુજરાતમાં બે તબક્કામાં યોજાઈ શકે ચૂંટણી

કેન્દ્રીય ચૂંટણીપંચની મુલાકાત બાદ ગુજરાતમાં 2 તબક્કામાં મતદાન યોજાઈ શકે છે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 27 થી 30 નવેમ્બર દરમિયાન યોજાઈ શકે તેવી પ્રબળ શકયતાઓ છે. એવી પણ શકયતા છે તે નવેમ્બર બાદ બીજા તબક્કાનું મતદાન 4થી 7 ડિસેમ્બર સુધીમાં યોજાશે અને ત્યાર બાદ 10 ડિસેમ્બર સુધીમાં ચૂંટણીના પરિણામો આવી શકે છે.

સપ્ટેમ્બર માસમાં ચૂંટણીપંચે લીધી હતી ગુજરાતની મુલાકાત

કેન્દ્રીય ચૂંટણી પંચ (Central Election Commission) આગામી 26 અને 27 સપ્ટેમ્બરના રોજ ગુજરાતની મુલાકાતે આવ્યું હતું તે દરમિયાન તેઓએ તમામ જિલ્લા કલેક્ટરો અને પોલીસ વડાઓ સાથે બેઠક કરી હતી. અમદાવાદમાં તેમણે (Ahmedabad) બે દિવસીય ચૂંટણી લક્ષી બેઠક યોજી હતી અને મતદાર યાદી, મતદાન મથક, સંવેદનશીલ મથકો, સુરક્ષા વ્યવસ્થા સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. તો કલેક્ટર અને પોલીસ વડા પોતાના જિલ્લાની ચૂંટણી લક્ષી તૈયારીઓ અંગે પ્રેઝન્ટેશન પણ કર્યું હતુ. 2022ની ચૂંટણીની તૈયારી માટે ચૂંટણી પંચની આ પહેલી મોટી બેઠક હતી.

આજનું રાશિફળ તારીખ 05-01-2025
Headache in Winter : શિયાળામાં માથું કેમ દુખે છે?
Jaggery and Sesame Benefits : સફેદ તલ અને ગોળ સાથે ખાવાથી શરીરને થાય છે ચોંકાવનારા ફાયદા
Control Blood Sugar : તેજ પત્તા ડાયાબિટીસના દર્દીઓ માટે છે આશીર્વાદ સમાન
જયા કિશોરી, ધીરેન્દ્ર શાસ્ત્રી, પ્રેમાનંદ મહારાજ... જાણીતા આધ્યાત્મિક ગુરુઓ રોજ શું ખાય છે?
તમે અમીર બનવા માગતા હોવ તો જીવનમાં મુકેશ અંબાણીના આ 5 નિયમોનું કરો પાલન

ગુજરાતમાં નોંધાયા છે 4.90 કરોડ મતદાતા

ગુજરાતમાં આગામી વિધાનસભાની (Gujarat vidhan sabha Election) ચૂંટણીને અનુલક્ષીને ભારતના ચૂંટણી પંચ (Election Commission of India ) દ્વારા રાજ્યમાં હાથ ધરવામાં આવેલા ખાસ મતદાર સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ 10મી ઓકટોબર, 2022ના રોજ આખરી મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ મતદારયાદી અનુસાર રાજ્યમાં કુલ 4,90,89,765 મતદારો નોંધાયા છે. જેમાં 1,417 જેટલા ટ્રાન્સજેન્ડર મતદારોનો પણ સમાવેશ થાય છે. જેઓ આગામી વિધાનસભા ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. કુલ મતદારોમાં 2,53,36,610 પુરૂષ અને 2,37,51,738 મહિલા મતદારો નોંધાયા છે. કુલ 11,62,528 જેટલા નવા મતદારો પણ નોંધાયા છે. કુલ મતદારોમાં 4 લાખથી વધુ દિવ્યાંગ મતદારો પણ નોંધાયા છે. દિવ્યાંગ મતદારો માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા PwD નામની ખાસ એપ બનાવવામાં આવી છે. જેના ઉપર દિવ્યાંગો પોતાને ચિન્હીત કરાવીને મતદાનના દિવસે ખાસ સુવિધાઓ મેળવી શકે છે.

રાજ્યના 30 જિલ્લામાં 13 સિનિયર સનદી અધિકારીઓની મતદાર યાદી ઓબ્ઝર્વર્સ (Observers) તરીકે નિમણુંક

રાજ્યના 30 જિલ્લામાં 13 સિનિયર સનદી અધિકારીઓની મતદાર યાદી ઓબ્ઝર્વર (Observer) તરીકે નિમણુંક કરાઈ હતી જેમાં વડોદરા, ખેડા અને આણંદ જિલ્લાની જવાબદારી વર્ષ 2005 બેચના IAS ઓફિસર રંજીતકુમારને જવાબદારી સોંપાઈ છે. જેઓ હાલ ગાંધીનગરમાં સૂક્ષ્મ, લઘુ, મધ્યમ ઉદ્યોગ વિભાગના કમિશનર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

  1. અમદાવાદ અને ગાંધીનગર માટે કે.કે. નિરાલાને જવાબદારી અમદાવાદ અને ગાંધીનગરના મતદાર યાદી ઓબ્ઝર્વર તરીકેની જવાબદારી કે કે નિરાલા, કમિશનર ઓફ વુમન એન્ડ ચાઈલ્ડને સોંપાઈ છે. વર્ષ 2005 બેચના IAS ઓફિસર કે.કે. નિરાલા અમદાવાદના કલેક્ટર રહી ચુક્યા છે. હાલ તેઓ ગુજરાત સરકારના ગૃહ વિભાગમાં લો એન્ડ ઓર્ડરના એડિશનલ સેક્રેટરી તરીકે ફરજ બજાવે છે.
  2. બનાસકાંઠા, પાટણ અને મહેલાણા માટે જેનુ દેવનને જવાબદારી  બનાસકાંઠા, પાટણ અને મહેસાણાની જવાબદારી વર્ષ 2006ની બેચના IAS ઓફિસર જેનુ દેવન, સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પને સોંપાઈ છે. આ અગાઉ જેનુ દેવન TCGL ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમીટેડના MD રહી ચુક્યા છે.
  3. જૂનાગઢ, ગીરસોમનાથ અને અમરેલી માટે આલોકકુમાર પાંડેને જવાબદારી જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાના મતદાર યાદી ઓબ્ઝર્વરની જવાબદારી આલોકકુમાર પાંડેને સોંપાઈ છે. જેઓ હાલ ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડ (TCGL)ના MD તરીકે ફરજ બજાવી રહ્યા છે.
  4. દ્વારકા, પોરબંદર, જૂનાગઢ માટે આર.બી. બાર઼ને જવાબદારી દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જૂનાગઢ જિલ્લાના મતદાર યાદી ઓબ્ઝર્વર તરીકેની જવાબદારી વડોદરા જિલ્લાના પૂર્વ કલેક્ટર આર.બી. બારડને સોંપાઈ છે. જેઓ વર્ષ 2006ની બેચના IAS ઓફિસર છે. હાલ તેઓ ફોરેસ્ટ અને એન્વાયર્નમેન્ટ વિભાગનો હવાલો સંભાળે છે.
  5. સુરત અને તાપી માટે રેમ્યા મોહનને જવાબદારી દક્ષિણ ગુજરાતની જો વાત કરીએ તો સુરત અને તાપી જિલ્લાની જવાબદારી રેમ્યા મોહન ડાયરેક્ટર નેશનલ હેલ્થ મિશન ગાંધીનગરને સોંપાઈ છે. રેમ્યા મોહન અગાઉ રાજકોટના કલેક્ટર તરીકે રહી ચુક્યા છે.
  6. રાજકોટ અને સુરેન્દ્રનગર માટે દિલીપકુમાર રાણાને જવાબદારી  રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લાના મતદાર યાદી ઓબ્ઝર્વરની જવાબદારી વર્ષ 2007ની બેચના IAS ઓફિસર દિલીપકુમાર રાણાને સોંપાઈ છે. જેઓ હાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનર છે. આ સાથે તેમની પાસે કમિશનર ઓફ ટ્રાઈબલ ડેવલપમેન્ટ ગાંધીનગરની વધારાની જવાબદારી છે. આ તરફ સાબરકાંઠા, અરવલ્લી અને મહિસાગરનો હવાલો ભાર્ગવી આર દવેને સોંપાયો છે.

g clip-path="url(#clip0_868_265)">