Gujarat Election 2022 Phase 2 Voting: બીજા તબક્કામાં 5 વાગ્યા સુધીમાં અંદાજે સરેરાશ 60 ટકા થયુ મતદાન, સૌથી વધુ સાબરકાંઠા જિલ્લામાં 65.84 ટકા મતદાન

Gujarat assembly election 2022: બીજા તબક્કાની 93 બેઠકો પર ચૂંટણી મેદાનમાં કુલ 833 ઉમેદવારોએ ઝંપલાવ્યુ છે. મતદાન કરવા માટે સવારથી જ મતદાન મથકો પર લાંબી લાઇનો જોવા મળી.

Gujarat Election 2022 Phase 2 Voting: બીજા તબક્કામાં 5 વાગ્યા સુધીમાં અંદાજે સરેરાશ 60 ટકા થયુ મતદાન, સૌથી વધુ સાબરકાંઠા જિલ્લામાં 65.84 ટકા મતદાન
Gujarat Election 2022 Phase 2 Voting
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 05, 2022 | 8:26 PM

ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન શરુ છે. મતદાનનો પ્રારંભ સવારે 8 વાગ્યાથી થયો હતો. મતદાન કરવા માટે સવારથી જ મતદાન મથકો પર લાંબી લાઇનો જોવા મળી હતી. બીજા તબક્કાની 93 બેઠકો પર ચૂંટણી મેદાનમાં કુલ 833 ઉમેદવારોએ ઝંપલાવ્યુ છે. ત્યારે બીજા તબક્કાના મતદાનમાં સાંજે 5 કલાક સુધીમાં સરેરાશ 60 ટકા મતદાન થયુ છે.

જાણો કયા જિલ્લામાં કેટલુ મતદાન થયુ (5 વાગ્યા સુધીમાં)

  • અમદાવાદ- 52.91 %
  • આણંદ- 59.04 %
  • અરવલ્લી- 60.18 %
  • બનાસકાંઠા- 65.16 %
  • છોટાઉદેપુર- 62.04 %
  • દાહોદ- 55.18 %
  • ગાંધીનગર- 59.14 %
  • ખેડા- 60.83 %
  • મહેસાણા- 61.01 %
  • મહિસાગર- 54.26 %
  • પંચમહાલ- 62.03 %
  • પાટણ -56.90 %
  • સાબરકાંઠા- 65.84 %
  • વડોદરા- 56.75 %

જાણો કઇ બેઠક પર કેટલુ મતદાન થયુ (5 વાગ્યા સુધીમાં)

અમરાઈવાડી – 49.68 અસારવા – 45.40 બાપુનગર – 54.96 દાણીલીમડા – 55.39 દરિયાપુર -47.14 દસક્રોઈ -64.44 ધંધુકા – 54.13 ધોળકા -57.00 એલિસબ્રીજ – 53.54 ઘાટલોડિયા – 55.04 જમાલપુર ખાડીયા -53.11 મણિનગર – 53.08 નારણપુરા – 56.53 નરોડા – 45.25 નિકોલ – 54.28 સાબરમતિ – 49.16 સાણંદ – 58.33 ઠક્કરબપા નગ- 49.36 વટવા – 52.54 વેજલપુર – 50.23 વિરમગામ – 60.31

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

ઉપરોક્ત આંકડા વોટર ટર્ન આઉટ એપ ઉપરથી લીધેલા છે જેની નોંધ લેશો

બીજા તબક્કામાં કુલ 26 હજાર 409 મત કેન્દ્રો પર મતદાન થયું. મતદાન માટે 8,533 શહેરી અને 17,876 ગ્રામ્ય મતદાન કેન્દ્રો તૈયાર કરાયા હતા. 37,432 બેલેટ અને 36,157 કંટ્રોલ યુનિટનો ઉપયોગ થયો. તો 40 હજારથી વધુ VVPATનો મતદાન પ્રક્રિયામાં ઉપયોગ કરવામાં આવ્યો. મતદાન પ્રક્રિયામાં કુલ 1.13 લાખ કર્મચારીઓ અને 29 હજાર પ્રિસાઇડિંગ અને 84 હજાર પોલિંગ સ્ટાફ ફરજ પર રહ્યા હતા.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">