Gujarat Election 2022: મતદાન જાગૃતિ માટે ચૂંટણી પંચનો નવતર પ્રયોગ, આ ત્રણ સંસ્થાઓ સાથે કર્યા MOU
વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Election) મતદારોની સહભાગિતા સુનિશ્ચિત કરવા રાજ્ય ચૂંટણીપંચે (Election committee) ત્રણ જુદી- જુદી સંસ્થાઓ સાથે સમજૂતી કરાર કર્યા છે.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની (Gujarat Election 2022) જાહેરાતનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયુ છે, ત્યારે ફરી એકવાર કેન્દ્રીય ચૂંટણી પંચ ગુજરાતમાં આવશે. માહિતી મુજબ કેન્દ્રીય ચૂંટણી પંચ (Central Election Commission) આગામી 26 અને 27 સપ્ટેમ્બરના રોજ ગુજરાતની મુલાકાતે આવશે. બે સભ્યોનું કમિશન રાજકીય પાર્ટીઓ સાથે બેઠક કરશે તો સાથે રાજ્યના તમામ કલેકટરો (Collector) સાથે પણ તેઓ બેઠક કરશે.
જાગૃતિ કેળવવા ઉચ્ચ શિક્ષણ સાથે સમજૂતી કરાર
આ પહેલા રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Election) મતદારોની સહભાગિતા સુનિશ્ચિત કરવા રાજ્ય ચૂંટણીપંચે (Election committee) ત્રણ જુદી- જુદી સંસ્થાઓ સાથે સમજૂતી કરાર કર્યા છે. ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારતીએ વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા યુવાનો તેમના નામની મતદાર યાદીમાં ચકાસણી કરે, પોતે મતદાન કરે અને પોતાના વાલીને પણ મતદાન કરવા પ્રેરિત કરે તે માટે જાગૃતિ કેળવવા મુખ્ય ચૂંટણી અધિકારી તથા કમિશનર અને ઉચ્ચ શિક્ષણ (Higher education) સાથે સમજૂતી કરાર કરવામાં આવ્યા છે.
બીજી તરફ ગુજરાત વડી અદાલતના (Gujarat highcourt) તમામ વકીલો મતદાન કરે તે માટે ‘ધ ગુજરાત હાઈકોર્ટ એડવોકેટસ્ એસોસિએશન સાથે MoU કરવામાં આવ્યા છે. એડવોકેટની મતદાનમાં 100 ટકા સહભાગિતા સુનિશ્ચિત કરવાની સાથે સાથે તેમની સાથે સંલગ્ન અદાલતની અન્ય કચેરીઓ-શાખાઓના કર્મચારીઓ પણ મતદાન કરે તે માટે જાગૃતિ કેળવવા એસોસિએશન પ્રયત્નબદ્ધ થશે તેવા વિશ્વાસ સાથે ધ ગુજરાત હાઈકોર્ટ એડવોકેટસ્ એસોસિએશનના ખજાનચી ડી.એ. દવે દ્વારા મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતી સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
ચૂંટણીમાં મહત્તમ મતદારોની સહભાગિતા સુનિશ્ચિત કરવા રાજ્ય ચૂંટણી તંત્ર દ્વારા વધુ ૦૩ MoU કરવામાં આવ્યા.#CEOGujarat #MoU #AccessibleElections #AVSAR #GujaratElectionDepartment #GujaratElections2022 pic.twitter.com/pDzI3hsvn0
— Chief Electoral Officer, Gujarat (@CEOGujarat) September 22, 2022
અંદાજીત 32 હજાર મેડિકલો સ્ટોર બીડુ ઝડપશે
તો સાથે ‘ધ ફેડરેશન ઑફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન’ સાથે સંકળાયેલા રાજ્યભરના કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ સુધી ચૂંટણીલક્ષી શિક્ષણ અને જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશથી રાજ્ય ચૂંટણી તંત્ર દ્વારા સમજૂતી કરાર કરવામાં આવ્યા છે. આ ફેડરેશન દ્વારા તેમના સભ્યો અને તેમના પરિવારજનોના નામ મતદારયાદીમાં નોંધાય અને મતદાન (Voting) કરે તે માટે મતદાર જાગૃતિલક્ષી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે. સાથે જ મતદાનના દિવસે અચૂક મતદાન કરે તે માટે પ્રોત્સાહન આપવામાં આવશે. ધ ફેડરેશન ઑફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટસ્ એન્ડ ડ્રગિસ્ટસ એસોસિએશનના પ્રમુખ જશવંત પટેલ અને મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારતીએ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.