Election 2022: મુખ્યચૂંટણી કમિશ્નર રાજીવકુમારે કરી ચૂંટણીની તૈયારી અંગેની સમીક્ષા, ચૂંટણીને અંગેની C-VIGIL ઍપનો વીડિયો કરવામાં આવ્યો લોન્ચ

|

Sep 27, 2022 | 12:08 AM

ચૂંટણી પંચના પ્રતિનિધિ મંડળ દ્વારા રાજ્યના 33  જિલ્લાઓમાંથી આવેલા જિલ્લા ચૂંટણી અધિકારીઓ, રેન્જ આઈ.જી., ડી.આઈ.જી તથા જિલ્લા પોલીસ વડા પાસેથી જિલ્લાવાર ચૂંટણી પૂર્વેની તૈયારી, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે વિસ્તૃત જાણકારી મેળવવામાં આવી હતી. ચૂંટણી પંચ મંગળવારે રાજ્યના મુખ્ય સચિવ અને ડી.જી.પી. સાથે બેઠક કરશે. આ પ્રકારે સમગ્ર રાજ્યમાં ચૂંટણીની પૂર્વ તૈયારીઓની સર્વગ્રાહી સમીક્ષા કર્યા બાદ આગામી વિધાનસભા ચૂંટણીનો વિસ્તૃત કાર્યક્રમ જાહેર કરાશે.

ગુજરાત વિધાનસભા ચૂંટણીને (Gujarat Election 2022) હવે ગણતરીના મહિનાઓ બાકી છે, ત્યારે વહીવટીતંત્ર પણ એક્શનમાં જોવા મળી રહ્યું છે. કેન્દ્રીય ચૂંટણીપંચના  (Central Election Commission ) બે સભ્યો આજે રાજકીય પાર્ટી સાથે બેઠક કરશે. દેશના મુખ્ય ચૂંટણી કમિશનર સહિત કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ આજથી બે દિવસ માટે ગાંધીનગરની મુલાકાત છે. તે દરમિયાન ગુજરાત વિધાનસભાની આવનારી ચૂંટણીની તૈયારી અંગે મુખ્ય ચૂંટણી કમિશનર  રાજીવ કુમારે સમીક્ષા કરી હતી . તેમજ  33 જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા પોલીસ વડા દ્વારા વિસ્તૃત પ્રેઝન્ટેશન રજૂ કરાયું હતું. ચૂંટણી પંચ મંગળવારે રાજ્યના મુખ્ય સચિવ અને ડી.જી.પી. સાથે બેઠક કરશે. આ પ્રકારે સમગ્ર રાજ્યમાં ચૂંટણીની પૂર્વ તૈયારીઓની સર્વગ્રાહી સમીક્ષા કર્યા બાદ આગામી વિધાનસભા ચૂંટણીનો વિસ્તૃત કાર્યક્રમ જાહેર કરાશે.

ગુજરાત વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને ચૂંટણી તંત્રની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરવા માટે, મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર, ચૂંટણી કમિશનર અનુપચંદ્ર પાંડેની આગેવાનીમાં ગુજરાતની મુલાકાતે આવેલા ભારતના ચૂંટણી પંચના પ્રતિનિધિ મંડળે ગાંધીનગર ખાતે ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. ભારતના ચૂંટણી પંચના પ્રતિનિધિ મંડળ દ્વારા રાજ્યના 33  જિલ્લાઓમાંથી આવેલા જિલ્લા ચૂંટણી અધિકારીઓ, રેન્જ આઈ.જી., ડી.આઈ.જી તથા જિલ્લા પોલીસ વડા પાસેથી જિલ્લાવાર ચૂંટણી પૂર્વેની તૈયારી, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે વિસ્તૃત જાણકારી મેળવવામાં આવી હતી. દરેક જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા પોલીસ વડા દ્વારા ચૂંટણીની પૂર્વ તૈયારી માટેની સુસજ્જતા વિશે જિલ્લાવાર પ્રેઝન્ટેશન રજૂ કરાયું હતું.

 

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

સમીક્ષા બેઠક પહેલાં રાજકીય પક્ષોના આગેવાનોએ પણ ભારતના ચૂંટણી પંચના અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે અને આયોજનબદ્ધ રીતે યોજાય તે માટે ચૂંટણી પંચ દ્વારા જિલ્લા વહીવટી તંત્ર તથા અમલીકરણ એજન્સીઓ સાથે સમીક્ષા કરાઇ રહી છે. ચૂંટણી પંચ મંગળવારે રાજ્યના મુખ્ય સચિવ અને ડી.જી.પી. સાથે બેઠક કરશે. આ પ્રકારે સમગ્ર રાજ્યમાં ચૂંટણીની પૂર્વ તૈયારીઓની સર્વગ્રાહી સમીક્ષા કર્યા બાદ આગામી વિધાનસભા ચૂંટણીનો વિસ્તૃત કાર્યક્રમ જાહેર કરાશે. ચૂંટણી તૈયારીઓની સમીક્ષા દરમિયાન ભારતના ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલી C-VIGIL ઍપનો વીડિયો લોન્ચ કરવામાં આવ્યો હતો.

આ બે દિવસ દરમિયાન કલેક્ટર, જિલ્લા પોલીસ વડા અને રાજકીય પક્ષો સાથે બેઠકોનો દોર ચાલી રહ્યો છે. જે અંતર્ગત ભાજપના નેતાઓએ ચૂંટણી પંચના અધિકારીઓ સાથે બેઠક યોજી છે  ચૂંટણી પંચની ટીમને ભાજપે લેખિતમાં કેટલાક સૂચનો આપ્યા છે. જેમાં લોકો હેરાન ન થાય તે પ્રકારની SOPની માંગ કરાઈ છે..ભાજપના નેતા ગોરધન ઝડફિયાએ કહ્યું કે- દિવ્યાંગ અને વડીલો માટે રજીસ્ટ્રેશન વહેલું થાય તેની રજૂઆત કરાઈ છે. સાથે જ 1 હજારથી વધુ મતદાર ધરાવતા મતદાન મથકોની અલગ વ્યવસ્થા માટે અને શ્રમિકો માટે રજાનો અમલ થાય તે માટેની રજૂઆત કરવામાં આવી છે

Published On - 11:59 pm, Mon, 26 September 22

Next Article