AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Election 2022 : કેન્દ્રીય ચૂંટણી પંચનો આજે ગુજરાત મુલાકાતનો બીજો દિવસ, સુરતમાં તૈયારીઓની કરશે સમીક્ષા

Gujarat Election 2022 : કેન્દ્રીય ચૂંટણી પંચનો આજે ગુજરાત મુલાકાતનો બીજો દિવસ, સુરતમાં તૈયારીઓની કરશે સમીક્ષા

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 17, 2022 | 8:37 AM
Share

ગુજરાત મુલાકાતે આવેલી કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમે પ્રવાસના પ્રથમ દિવસે રાજકોટમાં (Rajkot) સાત જિલ્લાની સમિક્ષા કરી હતી અને આજે બીજા દિવસે તેઓ સુરતમાં ચૂંટણીલક્ષી તૈયારીઓની સમિક્ષા કરશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly Election)  લઈને કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ ગુજરાતની મુલાકાતે છે. ત્યારે આજે કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ સુરતમાં સમિક્ષા બેઠક યોજશે.  ગુજરાત મુલાકાતે આવેલી કેન્દ્રીય ચૂંટણી પંચની (Election Commission of india) ટીમે પ્રવાસના પ્રથમ દિવસે રાજકોટમાં (Rajkot) સાત જિલ્લાની સમીક્ષા કરી હતી અને આજે બીજા દિવસે સુરતમાં ચૂંટણીલક્ષી તૈયારીઓની સમીક્ષા બેઠક કરશે. જેમાં મતદાનની વ્યવસ્થા, પોલીસ (Gujarat Police) બંદોબસ્ત,આચાર સંહિતા સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવશે. ચૂંટણી પંચના અધિકારીઓ મતદાર યાદીથી લઇને જિલ્લાની જે તમામ નાની નાની બાબતોનો રિપોર્ટ તૈયાર કરશે અને સમીક્ષા કર્યા બાદ દિલ્લી જઈને ગુજરાત વિધાનસભાની ચૂંટણીની (Gujarat Election) સત્તાવાર જાહેરાત કરી શકે તેવી સંભાવના છે.

ગમે ત્યારે ચૂંટણીની થઈ શકે છે જાહેરાત

ગઈ કાલે રાજકોટ (Rajkot) ખાતે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા સાત જિલ્લાની ચૂંટણીની તૈયારીની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી. રાજકોટ ખાતે આવેલ કેન્દ્રીય ચૂંટણી પંચના નાયબ ચૂંટણી કમિશ્નર હ્રીદેશકુમાર, પ્રિન્સિપલ સેક્રેટરી એસ.બી.જોશી તથા ગુજરાત રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી પી.ભારતીએ વિધાનસભા સામાન્ય ચૂંટણી 2022 અંગે થયેલી તૈયારીની સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં વિધાનસભાની સામાન્ય ચુંટણી સંદર્ભે વિવિધ પાસાઓ અંગે વિસ્તૃત માહિતી ઉપસ્થિત સંબંધીત જિલ્લાઓના કલેકટર અને પોલીસ અધિક્ષકો દ્વારા રજુ કરાઇ હતી. આ તકે કેન્દ્રીય ચૂંટણી પંચના નાયબ ચૂંટણી કમિશ્નર હ્રીદેશકુમારે ઉપસ્થિત સૌ અધિકારીઓને ચુંટણીલક્ષી માર્ગદર્શક સુચનો કર્યા હતા.

Published on: Oct 17, 2022 08:35 AM
g clip-path="url(#clip0_868_265)">