Dhoraji Election Result 2022 : ભાજપના મહેન્દ્ર પાડલિયાની જીત, લલિત વસોયા હાર્યા

|

Dec 08, 2022 | 10:32 AM

dhoraji Election Result 2022 LIVE Updates : જોકે પાટીદાર આંદોલનને પગલે ભાજપની 2017 વિધાનસભા ચૂંટણીમાં હાર થઇ હતી. ગત ચૂંટણીમાં ભાજપના હરિભાઈ પટેલ અને કોંગ્રેસના લલિત વસોયા મેદાનમાં હતા. જેમાં લલિત વસોયાને 25000 થી વધુ મતની સરસાઈ મળી હતી.

Dhoraji Election Result 2022 : ભાજપના મહેન્દ્ર પાડલિયાની જીત, લલિત વસોયા હાર્યા
dhoraji Election Result 2022 LIVE Updates
Image Credit source: TV9 GFX

Follow us on

ગુજરાતની ધોરાજી બેઠકનું પરિણામ 2022 LIVE Updates: Gujarat Election ધોરાજી બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો છે ત્યારે કોંગ્રેસના લલિત વસોયાની હાર થઈ છે. એફિડેવિટમાં દર્શાવ્યા પ્રમાણે, તેમની ઉંમર 60 વર્ષ, અને અભ્યાસ એસ.વાય.બીકોમ અભ્યાસ કર્યો છે. તેમને કુલ જંગમ મિલકત 4,60,813 રૂપિયા દર્શાવી છે. આ બેઠક પર ભાજપે મહેન્દ્રભાઇ પાડલીયાને ચૂંટણી મેદાને ઉતાર્યા છે. એફિડેવિટમાં દર્શાવ્યા પ્રમાણે, તેમની ઉંમર 70 વર્ષ અને Phdનો અભ્યાસ કર્યો છે. તેમની પાસે કુલ જંગમ મિલકત 2,45,27,436 રૂપિયા છે. આ બેઠક પર AAPના ઉમેદવાર વિપુલ સખીયા છે. તેમની ઉંમર 34 વર્ષ અને એસએસસી સુધીનો અભ્યાસ કર્યો છે. તેમની પાસે કુલ જંગમ મિલકત રૂપિયા 19,79,010.25 રૂપિયા છે.

ધોરાજી વિધાનસભા ચૂંટણી 2022ના વિવિધ પક્ષોના ઉમેદવાર

ભાજપ-મહેન્દ્રભાઇ પાડલીયા

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

કોંગ્રેસ- લલિત વસોયા

આપ- વિપુલ સખીયા

ધોરાજી વિધાનસભા બેઠક પર મતદારોની સંખ્યા

ધોરાજી બેઠકમાં ધોરાજી અને ઉપલેટા તાલુકાનો સમાવેશ થાય છે. આ બેઠક પર કુલ મતદારોની સંખ્યા 266718 છે. જેમાં 137951 પુરુષ મતદારો અને 128766 મહિલા મતદારો છે. જયારે અન્ય એક મતદાર છે.

ધોરાજી વિધાનસભા બેઠક પર જાતિવાદી સમીકરણ

ધોરાજી બેઠક પર જો જાતિવાદી સમીકરણની વાત કરીએ તો અહીં લેઉવા પાટીદાર, કડવા પાટીદાર, આહીર, ક્ષત્રીય, માલધારી, બ્રાહ્મણ, દલિત અને લધુમતી સમાજનું પ્રભુત્વ જોવા મળે છે. અહીં લેઉવા પટેલ 25%, દલિત 5%, લધુમતી 18%, કડવા પટેલ 23%, આહીર 8%, ક્ષત્રીય 5% અને અન્ય 16% મતદારો છે. એટલે કે આ બેઠક પર પાટીદારોનો મુખ્ય પ્રભાવ છે તેમ કહી શકાય છે.

અત્યારસુધીની વિધાનસભા ચૂંટણીના પરિણામો

ધોરાજી વિધાનસભા બેઠક પર સૌ પ્રથમ વખત વર્ષ 1962માં ચૂંટણી યોજાઈ હતી. આ બેઠક પર 1961થી 1980 સુધી કોંગ્રેસનો દબદબો રહ્યો હતો અને ત્યાર બાદ વર્ષ 1990થી 2009 સુધી ભાજપનું વર્ચસ્વ રહ્યું છે. ત્યારબાદ ભાજપના ઉમેદવાર દ્વારા પક્ષ પલટો કરતા વર્ષ 2009માં પેટાચૂંટણીમાં કોંગ્રેસની જીત થઇ હતી. વર્ષ 2013ની પેટાચૂંટણીમાં ભાજપ તરફથી પ્રવિણ માકડિયા અને કોંગ્રેસે હરિભાઈ પટેલને મેદાને ઉતાર્યા હતા.

જેમાં ભાજપના ઉમેદવારે 11,497 મતોની લીડથી વિજય મેળવ્યો હતો. જોકે પાટીદાર આંદોલનને પગલે ભાજપની 2017 વિધાનસભા ચૂંટણીમાં હાર થઇ હતી. ગત ચૂંટણીમાં ભાજપના હરિભાઈ પટેલ અને કોંગ્રેસના લલિત વસોયા મેદાનમાં હતા. જેમાં લલિત વસોયાને 25000 થી વધુ મતની સરસાઈ મળી હતી.

આ પણ વાંચો:

ગુજરાત વિધાનસભા ચૂંટણી લાઈવ અપડેટ

ગુજરાત ચૂંટણી પરિણામ 2022 એલાયન્સ પાર્ટી વાઈઝ ટેલી લાઈવ

Published On - 10:28 am, Thu, 8 December 22

Next Article