AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ બદલવાને લઈને વિવાદ, ભાજપે કોંગ્રેસની નિયત પર ઉઠાવ્યા સવાલ

Gujarat Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે જાહેર કરેલા તેના ઈલેક્શન મેનિફેસ્ટોમાં જાહેર કર્યુ છે કે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર આવશે તો નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ બદલી સરદાર પટેલ સ્ટેડિયમ કરવામાં આવશે. આ મુદ્દે ભાજપે કોંગ્રેસની કથની અને કરણી પર સવાલ ઉઠાવ્યા છે.

કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ બદલવાને લઈને વિવાદ, ભાજપે કોંગ્રેસની નિયત પર ઉઠાવ્યા સવાલ
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 12, 2022 | 11:59 PM
Share

ગુજરાતના ચૂંટણી રણમાં ફરી એકવાર સરદારના નામે જામ્યો છે સંગ્રામ. કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરામાં વચનોની વણઝાર લગાવી છે. ગુજરાતની સત્તા મેળવવાની કોશિશમાં કોંગ્રેસે એવું વચન આપ્યું છે કે જો કોંગ્રેસની સરકાર આવશે તો નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ બદલવામાં આવશે. આ વચન મુદ્દે વિવાદની શરૂઆત થઇ ગઇ છે અને ભાજપ અને કોંગ્રેસ સામે સામે આવી ગયા છે.

ગુજરાત એસેમ્બલી ઈલેક્શન 2022- કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરા પર ભાજપ-કોંગ્રેસ આમને-સામને

રાજ્યમાં છેલ્લા 27 વર્ષથી કોંગ્રેસની સરકાર નથી. ત્યારે કોંગ્રેસે “હવે બનશે જનતાની સરકાર” નામથી ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો છે અને ઢલગાબંધ જાહેરાતો કરીછે. અનેક વચન આપવામાં આવ્યા છે. વાયદાઓની જાહેરાત સાથે પીએમ પર વાર પર કરવામાં આવ્યા છે. અત્યાર સુધીની કોંગ્રેસની રણનીતિ પીએમ મોદી પર હુમલાઓ ના કરવામાં આવે.તેવી હતી. પરંતુ મતદાનના 18 દિવસ પહેલા જ કોંગ્રેસે પીએમ મોદીનું નામ લઇને તેઓ પર પ્રહાર કર્યા છે. પોતાના ચૂંટણી ઢંઢેરામાં ગુજરાતની જનતાને વચન આપ્યું છે કે જો તેઓની સરકાર આવશે તો અમદાવાદમાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ બદલવામાં આવશે અને સરદાર પટેલ કરવામાં આવશે.

ગુજરાત એસેમ્બલી ઈલેક્શન 2022- કોંગ્રેસ હંમેશાથી સરદારનું અપમાન કરતી આવી-સુધાંશુ ત્રિવેદી

પીએમ મોદી પર કોંગ્રેસે પ્રહાર કર્યા તો આ ભાજપ પણ આક્રમક થઈ અને કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું છે કે કોંગ્રેસ હંમેશાથી સરદાર પટેલનું અપમાન કરતી આવી છે. જ્યારે ભાજપે સરદાર પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા બનાવી તેઓને સન્માનીત કર્યા છે. સુધાંશું ત્રિવેદીએ કહ્યુ કે સરદાર પટેલના મૃત્યુ પછી કોંગ્રેસ કોઈ નેતા બતાવે કે તેમના નામે કોઈ યોજના કે સંસ્થાન બનાવ્યું હોય તો બતાવે. વિશ્વનું સૌથી ઊંચુ સ્ટેચ્યુ સરદાર પટેલને સમર્પિત છે, તેના દર્શન કરવા પણ કોઈ કોંગ્રેસના નેતા નહિ ગયા હોય. સરદાર પટેલે સમગ્ર દેશનું એકીકરણ હતું. જેમાં એક અંશ જમ્મુ કાશ્મીર રહ્યું હતું. જેને ઓગસ્ટ 2019માં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સંસદમાં પ્રસ્તાવ રખાયો. સરદાર પટેલનો તે સંકલ્પ પુર્ણ થયો. જે પ્રકારે સરદાર પટેલ અને નરેન્દ્ર મોદીનું અપમાન કરે છે તેને ગુજરાતની જનતા જોઈ રહી છે. કોંગ્રેસને આડે હાથ લેતા તેઓએ કહ્યું કે કોંગ્રેસની ભારતની રાજનીતીમાં કથની અને કરણીમાં ફેર છે. જેઓએ દેશના પ્રધાનમંત્રી પદ જ કોંગ્રેસએ સરદાર પટેલ પાસેથી છીનવી લીધુ હતુ. તેને સરદાર પર કશુ કહેવા માટે નૈતિક અધિકાર નથી.

ભાજપે કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરા સામે પણ સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે જે રાજ્યોમાં કોંગ્રેસની સરકાર છે શું ત્યાં 500 રૂપિયામાં સિલિન્ડર શું મળી રહ્યા છે ?

Follow Us
1 જ રસોડામાં 3 અલગ સિલિન્ડર રાખવા પાછળનું શું છે સત્ય?
1 જ રસોડામાં 3 અલગ સિલિન્ડર રાખવા પાછળનું શું છે સત્ય?
સાવરકુંડલા: કમરતોડ મહેનત કરી વાવેલા પાકને ખેડૂતોએ કરી દીધો પશુના હવાલે
સાવરકુંડલા: કમરતોડ મહેનત કરી વાવેલા પાકને ખેડૂતોએ કરી દીધો પશુના હવાલે
મા અંબાના ધામમાં 5 મીટરથી મોટી ધજા માતાજીના ચરણોમાં જ અર્પણ કરવી પડશે
મા અંબાના ધામમાં 5 મીટરથી મોટી ધજા માતાજીના ચરણોમાં જ અર્પણ કરવી પડશે
ભાવનગર: ત્રણ વર્ષની કારમી મંદીના માર બાદ હીરા ઉદ્યોગમાં તેજીનો ચળકાટ
ભાવનગર: ત્રણ વર્ષની કારમી મંદીના માર બાદ હીરા ઉદ્યોગમાં તેજીનો ચળકાટ
શીતલ રેસ્ટોરન્ટમાં સડેલું ભોજન મળ્યું, છતાં ફૂડ સેમ્પલ ધારાધોરણ મુજબના
શીતલ રેસ્ટોરન્ટમાં સડેલું ભોજન મળ્યું, છતાં ફૂડ સેમ્પલ ધારાધોરણ મુજબના
અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો રૂ.5 કરોડનો હાઈડ્રોપોનિક ગાંજો
અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો રૂ.5 કરોડનો હાઈડ્રોપોનિક ગાંજો
નર્મદા ડેમમાં પાણીની આવક વધી, 24 કલાકમાં જળસપાટીમાં 12 સેમીનો વધારો
નર્મદા ડેમમાં પાણીની આવક વધી, 24 કલાકમાં જળસપાટીમાં 12 સેમીનો વધારો
વરસાદની ઘટથી ગુજરાતમાં વધી ચિંતા, ખેડૂતો પરેશાન ! Video
વરસાદની ઘટથી ગુજરાતમાં વધી ચિંતા, ખેડૂતો પરેશાન ! Video
આજે આર્થિક સ્થિતિ મજબૂત બનશે પ્રોપર્ટીથી ભાગીદારી સુધી ક્યા મળશે ફાયદો
આજે આર્થિક સ્થિતિ મજબૂત બનશે પ્રોપર્ટીથી ભાગીદારી સુધી ક્યા મળશે ફાયદો
કલાકો લાઈનમાં ઉભા રહ્યા બાદ ખંભાળિયાના ખેડૂતોને ઘાસચારો ન મળતા રોષ
કલાકો લાઈનમાં ઉભા રહ્યા બાદ ખંભાળિયાના ખેડૂતોને ઘાસચારો ન મળતા રોષ
g clip-path="url(#clip0_868_265)">