AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gandhinagar: ભાજપની પ્રદેશ કારોબારીની બેઠક પૂર્ણ, કાર્યકરો અને જનતાના મંતવ્યો જાણવા વિસ્તારક યોજના બનાવાઈ

રાજ્યમાં ભાજપના અત્યારે 60 લાખ પેજ સમિતિના સભ્યો છે. જેમની સંખ્યા વિસ્તારક અભિયાન થકી 75 લાખ કરવાનો લક્ષ્યાંક રખાયો છે. આ અભિયાનમાં રાજ્ય સરકારના પ્રધાનો, વરિષ્ઠ આગેવાનો અને મંડળ સુધીના કાર્યકરો પણ જોડાશે.

Gandhinagar: ભાજપની પ્રદેશ કારોબારીની બેઠક પૂર્ણ, કાર્યકરો અને જનતાના મંતવ્યો જાણવા વિસ્તારક યોજના બનાવાઈ
Gandhinagar BJPs state executive meeting
TV9 Gujarati
| Edited By: | Updated on: May 23, 2022 | 5:16 PM
Share

ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022) નો જંગ જીતવા ભાજપ (BJP) ની પ્રદેશ કારોબારીમાં દિગ્ગજ નેતાઓએ મંથન કર્યું. ભાજપના કાર્યકરો અને જનતાના મંતવ્યો સીધા જાણી શકાય તે માટે વિસ્તારક યોજના ઘડવામાં આવી. ગુજરાતની 182 વિધાનસભા બેઠક દીઠ બે વિસ્તારકો સતત છ મહિના સુધી પ્રવાસ કરશે. આ ઉપરાંત આગામી 11, 12 અને 13 જૂન માટે અલ્પકાલીન વિસ્તારક યોજના અમલમાં મુકવામાં આવી છે. જેમાં શક્તિ કેન્દ્રો પર પેજ સમિતના પ્રમુખ, બુથ સમિતિ અને બુથના લાભાર્થીઓ સાથે સંવાદ કરવામાં આવશે. રાજ્યમાં ભાજપના અત્યારે 60 લાખ પેજ સમિતિના સભ્યો છે. જેમની સંખ્યા વિસ્તારક અભિયાન થકી 75 લાખ કરવાનો લક્ષ્યાંક રખાયો છે. આ અભિયાનમાં રાજ્ય સરકારના પ્રધાનો, વરિષ્ઠ આગેવાનો અને મંડળ સુધીના કાર્યકરો પણ જોડાશે.

ગાંધીનગરમાં ભાજપની કારોબારી બેઠકમાં નિધિ સંગ્રહ મુદ્દે પણ વિગતવાર ચર્ચા કરવામાં આવી. ગુજરાતમાં 200 કરોડથી વધુનો ચૂંટણી સહયોગ મેળવવાનો પ્લાન વરિષ્ઠ નેતાઓએ બનાવ્યો. ભાજપના કાર્યકરો, આગેવાનો અને શુભેચ્છકો પાસેથી ચૂંટણી સહયોગ નિધિ ફક્ત ચેક મારફતે જ એકઠી કરવામાં આવશે. જેમાં પ્રદેશ અને જિલ્લા કક્ષાએથી યાદી તૈયાર કરીને નિધિ સંગ્રહનું કાર્ય આગળ વધારવામાં આવશે.

કારોબારી બેઠક અંગે કેન્દ્રિયમંત્રી પુરુસોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે આ બેઠકમાં ભાજપની સરકારો દ્વારા શાસનની અંદર આવેલા પરિવર્તનની ચર્ચા કરવામાં આવી હતી. 1995માં ભાજપની સ્પષ્ટ બહુમતી સરકાર આવી અને કેશુભાઈ પટેલના નેતૃત્વમાં સરકાર બની હતી. કેશુભાઈની સરકારે લો એન્ડ ઓર્ડરનો સારી રીતે પ્રસ્થાપિત કર્યો હતો. ગુજરાતમાં ઘણા લાંબા સમયથી શાસનની ધાક પડી. ટ્રેકટરનો ઉપયોગ ગામડામાં થતો હતો જેને ગાડાનો દરજ્જો આપવામાં આવ્યો હતો.

તેમણે જણાવ્યું કે મોદી CM તરીકે આવ્યા અને જ્યોતિગ્રામ યોજનામાં 24 કલાક વીજળી આપવા નિણર્ય કરાયો હતો. રાજ્યમાં વીજળી અને ખેતી વિજળીના કનેક્શનોનું વર્ગીકરણ કરવામાં આવ્યું હતું. 108 એમ્બ્યુન્સ સેવા મોદી CM હતા ત્યારે જ શરૂ થઇ હતી. 108નો સૌથી વધુ ઉપયોગ પ્રસૂતિમાં થતો હોવાનું સામે આવ્યું છે. ખિલખીલાટ નવી પહેલ પણ રાજ્યમાં શરૂ થઈ હતી.

રૂપાલાએ જણાવ્યું કે આરોગ્ય શિક્ષણ અને પાણી માટેનું માળખું ધરમુળથી ઉભું કરવાનો યશ ભાજપને જાય છે. રાજ્યના વિકાસમાં ભાજપનો સિંહ ફાળો રહ્યો છે. મા કાર્ડ અને 108 મોદીએ રાજ્યમાં અમલમાં મૂકી હતી અને હવે સમગ્ર દેશને તેનો લાભ મળી રહ્યો છે.

તેમણે કહ્યું કે ભારત સરકારની કોવિડ મેનેજમેન્ટ માટેની સિદ્ધિઓને વિશ્વ આખું વખાણે છે. વૅક્સિન દેશમાં ઉત્પન્ન થઈને વિશ્વમાં મોકલવા અંગે શ્રેય ભારતને મળ્યો છે. યુક્રેન રશિયા યુદ્ધમાં ઓપરેશન ગંગાનો શ્રેય વિશ્વમાં ભારતને મળ્યો છે.

g clip-path="url(#clip0_868_265)">