AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Election 2022 : કોંગ્રેસની સેન્ટ્રલ ઇલેકશન સમિતિની આજે મળશે બેઠક, ઉમેદવારોના નામ પર લાગશે અંતિમ મહોર

ગુજરાત કોગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર, વિપક્ષ નેતા સુખરામ રાઠવા અને પ્રભારી રઘુ શર્મા (Raghu Sharma) બેઠકમાં ભાગ લેવા હાલ દિલ્હી પહોંચ્યા છે.

Gujarat Election 2022 : કોંગ્રેસની સેન્ટ્રલ ઇલેકશન સમિતિની આજે મળશે બેઠક, ઉમેદવારોના નામ પર લાગશે અંતિમ મહોર
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 26, 2022 | 11:33 AM
Share

ગુજરાત વિધાનસભા ચૂંટણીની (Gujarat Assembly Election)  ગમેત્યારે જાહેરાત થઈ શકે છે, ત્યારે દરેક રાજકીય પાર્ટીએ ઉમેદવારની પસંદગી પ્રક્રિયા શરૂ કરી છે. તો કોંગ્રેસની પણ (Congress) ઉમેદવાર પસંદગી પ્રક્રિયા અંતિમ તબક્કામાં પહોંચી છે. આજે કોંગ્રેસ ઈલેક્શન કમિટી (CEC)ની બેઠક મળશે. જેમાં AICC ના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે પણ આ બેઠકમાં ભાગ લેશે.

નિર્વિવાદીત બેઠકો પર ઉમેદવારો જાહેર કરશે કોંગ્રેસ

બીજી તરફ ગુજરાત કોગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર, વિપક્ષ નેતા સુખરામ રાઠવા અને પ્રભારી રઘુ શર્મા (Raghu Sharma) બેઠકમાં ભાગ લેવા હાલ દિલ્હી પહોંચ્યા છે. બે દિવસની સીઇસીની બેઠક બાદ નિર્વિવાદિત બેઠકોની યાદી જાહેર કરવામાં આવશે. માહિતી મુજબ કોંગ્રેસ સિંગલ દાવેદાર અને નિર્વિવાદીત બેઠકો પર ઉમેદવારો જાહેર કરશે. તો કેટલીક બેઠકો પર ભાજપના ઉમેદવાર (BJP)  જાહેર થવાની પણ રાહ જોવાશે. પ્રથમ યાદીમાં વર્તમાન ધારાસભ્યોના નામ નહીં સામેલ હોય તેવી જાણકારી છે.

કોંગ્રેસે ભાજપની જ રણનિતી અનુસાર પ્રચાર કરવા કમર કસી

મોટાભાગે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં બે-ત્રણ મહિના અગાઉ કોંગ્રેસ પ્રચાર (Congress Campaign) કરીને ઘણી બેઠકો પર જીત મેળવવામાં કામયાબ રહી છે. જો કે આ વખતે રાજકીય સમીકરણો અને સ્થિતિ કંઈક જુદો જ રાગ આલાપી રહ્યા છે. આ વિધાનસભા ચૂંટણીમાં (Gujarat Election) કોંગ્રેસ પાર્ટી ‘કોંગ્રેસનું કામ બોલે છે’ સુત્રથી પ્રચાર કરી રહી છે. જો કે હવે કોંગ્રેસે ભાજપની જ રણનિતી અનુસાર પ્રચાર કરવા કમર કસી છે. ભાજપ ગૌરવ યાત્રા થકી ગુજરાતને ધમરોળી રહ્યું છે, ત્યારે કોંગ્રેસ પણ મહતમ બેઠકો હાંસલ કરવા પરિવર્તન સંકલ્પ યાત્રા થકી સમગ્ર ગુજરાતમાં પ્રચાર કરશે.

(વીથ ઈનપૂટ- નરેન્દ્ર રાઠોડ, અમદાવાદ) 

Follow Us
સુરતમાં ભારે વરસાદને પગલે શોપિંગ સેન્ટરમાં પાણી ભરાયા
સુરતમાં ભારે વરસાદને પગલે શોપિંગ સેન્ટરમાં પાણી ભરાયા
આજનો દિવસ મનોરંજન અને આર્થિક સમૃદ્ધિથી ભરપૂર, ઓફિસમાં મળશે નવી ઓળખ
આજનો દિવસ મનોરંજન અને આર્થિક સમૃદ્ધિથી ભરપૂર, ઓફિસમાં મળશે નવી ઓળખ
ખેડૂતોને 12 કલાક વીજળી આપો, પશુપાલકોને ઘાસચારો આપો: કોંગ્રેસ
ખેડૂતોને 12 કલાક વીજળી આપો, પશુપાલકોને ઘાસચારો આપો: કોંગ્રેસ
પંચમહાલમાં નલ સે જલ યોજનામાં કૌભાંડ, 2.13 લાખની ઉચાપતનો દાવો
પંચમહાલમાં નલ સે જલ યોજનામાં કૌભાંડ, 2.13 લાખની ઉચાપતનો દાવો
તાપીઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વખતે બબાલનો કેસ
તાપીઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વખતે બબાલનો કેસ
પ્રવેશોત્સવમાં ચોંકાવનારો કિસ્સો: 9મા ધોરણના વિદ્યાર્થીને ABCD ન આવડી
પ્રવેશોત્સવમાં ચોંકાવનારો કિસ્સો: 9મા ધોરણના વિદ્યાર્થીને ABCD ન આવડી
જંગલેશ્વરની તોડફોડ પાછળ કરેલા જંગલ જેવા ખર્ચનો હિસાબ કિતાબ આપોઃ સરકાર
જંગલેશ્વરની તોડફોડ પાછળ કરેલા જંગલ જેવા ખર્ચનો હિસાબ કિતાબ આપોઃ સરકાર
સુરતમાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ પડતા લાખો લીટર પાણીનો વેડફાટ !
સુરતમાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ પડતા લાખો લીટર પાણીનો વેડફાટ !
નાસીરનગર ડિમોલિશન મામલે પોલીસ અને તંત્રને હાઈકોર્ટની ફટકાર
નાસીરનગર ડિમોલિશન મામલે પોલીસ અને તંત્રને હાઈકોર્ટની ફટકાર
ભગવાનનો વૈદિક મંત્રોચ્ચાર સાથે જળાભિષેક કરાયો
ભગવાનનો વૈદિક મંત્રોચ્ચાર સાથે જળાભિષેક કરાયો
g clip-path="url(#clip0_868_265)">