AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Election 2022 : ચૂંટણીના પડઘમ વચ્ચે PM મોદી ફરી આવશે ગુજરાત, માનગઢ હિલને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરે તેવી શક્યતા

માનગઢ હિલ ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશની બોર્ડર પર સ્થિત છે. અહીં 17 નવેમ્બર 1913ના રોજ 1507 જેટલા આદિવાસી સૂરમાઓએ અંગ્રેજો સામે લડતા લડતા શહીદી વહોરી હતી.

Gujarat Election 2022 : ચૂંટણીના પડઘમ વચ્ચે PM મોદી ફરી આવશે ગુજરાત, માનગઢ હિલને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરે તેવી શક્યતા
PM Modi Gujarat Visit
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 26, 2022 | 11:07 AM
Share

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના (Gujarat Assembly Election) પડઘમ વચ્ચે PM મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાત લેશે. PM મોદી આ વખતે આદિવાસી સમાજની અસ્મિતા અને આસ્થા સાથે જોડાયેલા સ્થળ માનગઢની (mangadh hill)  મુલાકાત લેશે. PM મોદી આ મુલાકાત વખતે માનગઢને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરે તેવી શક્યતા છે. રાજ્યકક્ષાના પ્રધાન કુબેર ડીંડોરે PMના કાર્યક્રમને લઇને માહિતી આપી છે. મહત્વપૂર્ણ છે કે માનગઢ હીલ પર આદિવાસી સમાજ સુધારક ગોવિંદ ગુરુની (Govind guru)  ધૂણી આવેલી છે.

આદિવાસી સમાજના લોકોમાં માનગઢ હીલ એક વિશેષ સ્થાન

માનગઢ હિલ ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશની બોર્ડર પર સ્થિત છે. અહીં 17 નવેમ્બર 1913ના રોજ 1507 જેટલા આદિવાસી સૂરમાઓએ અંગ્રેજો સામે લડતા લડતા શહીદી વહોરી હતી. આ હત્યાકાંડને જલિયાવાલા બાગ હત્યાકાંડ કરતા પણ મોટો માનવામાં આવે છે. આદિવાસી સમાજના લોકોમાં માનગઢ હીલ એક વિશેષ સ્થાન ધરાવે છે, ત્યારે ચૂંટણી સમયે તેનું રાજકીય મહત્વ પણ ઘણું વધી જાય છે.

 આ મહિનાના અંતમાં માદરે વતન આવશે વડાપ્રધાન

30 ઓક્ટોબરે PM મોદી વડોદરાની સંભવિત મુલાકાત લે તેવી શક્યતા છે. વડોદરાના લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે તંત્રએ તૈયારીઓ આરંભી દીધી છે. લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે 5 હજાર ઉદ્યોગપતિઓ સાથે PM મોદીના સંવાદનું તંત્ર દ્વારા આયોજન કરાઇ રહ્યું છે. લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે વિશાળ ડોમ અને સ્ટેજ બનાવવામાં આવી રહ્યું છે. આ સાથે વીજ પુરવઠાને લઇને કોઇ સમસ્યા ન સર્જાઇ તે માટે હંગામી ઈલેક્ટ્રીક ટ્રાન્સફોર્મર સ્ટ્રક્ચર પણ ઉભું કરવામાં આવ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મહિનાના અંતમાં માદરે વતન આવશે. કાર્યક્રમની વાત કરીએ તો પીએમ નરેન્દ્ર મોદી દિવાળી પછી 31 મી ઓક્ટોબરના રોજ સવારે નર્મદાના કેવડિયા ખાતે એકતા પરેડમાં હાજરી આપશે. 31 ઓક્ટોબરને સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસ રુપે ઉજવવામાં આવે છે.

Follow Us
આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં
આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં
સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'
સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'
સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી
સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી
જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video
જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video
વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ
વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ
ભરૂચમાં મુખ્ય સરકારી વકીલ અને એપીપીના રાજીનામા પડ્યાં
ભરૂચમાં મુખ્ય સરકારી વકીલ અને એપીપીના રાજીનામા પડ્યાં
અમરેલીના રાજુલા પંથકમાં લાંબા વિરામ બાદ વરસાદી ઝાપટું
અમરેલીના રાજુલા પંથકમાં લાંબા વિરામ બાદ વરસાદી ઝાપટું
આજનું રાશિફળ : કોને મળશે ધનલાભ અને કોને કરિયરનો ફાયદો?
આજનું રાશિફળ : કોને મળશે ધનલાભ અને કોને કરિયરનો ફાયદો?
રાજકોટમાં રેલવે સુરક્ષામાં મોટી બેદરકારી
રાજકોટમાં રેલવે સુરક્ષામાં મોટી બેદરકારી
વડોદરાના વડાપાવ આઉટલેટમાં સમોસામાં જીવાત મળી
વડોદરાના વડાપાવ આઉટલેટમાં સમોસામાં જીવાત મળી
g clip-path="url(#clip0_868_265)">