Gujarat Election 2022: કોંગ્રેસના બે પાટીદાર ધારાસભ્યોએ નરેશ પટેલને પક્ષમાં જોડાવા આપ્યુ આમંત્રણ, કહ્યુ ગુજરાતનાં ખેડુત અને યુવાનોને ફાયદો
લલિત વસોયાએ કહ્યું કે, નરેશ પટેલ ધોરાજીથી ચૂંટણી લડે તો હું ખભે બેસાડીને જીતાડવા માટે ફરીશ. લલિત વસોયાએ દાવો કર્યો કે નરેશ પટેલ સાથે અનેકવાર વાતચીત થઈ છે અને આગામી થોડા જ દિવસોમાં નરેશ પટેલ વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાઈ શકે છે.
ગુજરાતની(Gujarat) વિધાનસભા ચૂંટણી(Gujarat Assembly Election) પહેલા મોટી રાજકીય હલચલ થઈ શકે છે. સૌરાષ્ટ્રના દિગ્ગજ પાટીદાર આગેવાન નરેશ પટેલ (Naresh Patel) ગમે ત્યારે રાજકારણમાં જોડાય તેવી સંભાવના છે. ત્યારે સૌરાષ્ટ્રના કોંગ્રેસના (Congress) બે પાટીદાર ધારાસભ્યોએ નરેશ પટેલને પક્ષમાં જોડાવવા ફરી એકવાર આમંત્રણ પાઠવ્યું છે. લલિત કગથરાએ કહ્યું કે નરેશ પટેલની વિચારધારા કોંગ્રેસી છે. જો નરેશ પટેલ કોંગ્રેસમાં આવે તો ગુજરાતના ખેડૂતો, યુવાનોને ફાયદો મળશે. તો લલિત વસોયાએ કહ્યું કે, નરેશ પટેલ ધોરાજીથી ચૂંટણી લડે તો હું ખભે બેસાડીને જીતાડવા માટે ફરીશ. લલિત વસોયાએ દાવો કર્યો કે નરેશ પટેલ સાથે અનેકવાર વાતચીત થઈ છે અને આગામી થોડા જ દિવસોમાં નરેશ પટેલ વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાઈ શકે છે.
મહત્વનું છે કે અગાઉ પણ સૌરાષ્ટ્રના દિગ્ગજ પાટીદાર આગેવાન નરેશ પટેલ(Naresh Patel) કોંગ્રેસમાં જોડાય તેવી પ્રબળ ચર્ચાઓ વહેતી થઇ હતી. નરેશ પટેલની વિધિવત કોંગ્રેસમાં જોડવાની પ્રક્રિયા અંતિમ તબક્કામાં હોવાનું જાણવા મળ્યુ હતુ. માહિતી હતી કે નરેશ પટેલને કોંગ્રેસમાં લાવવાની સંપૂર્ણ જવાબદારી, થિન્ક ટેન્ક ગણાતા પ્રશાંત કિશોરને સોંપવામાં આવી છે. વાત એવી પણ સામે આવી કે કોંગ્રેસ વિધાનસભા ચૂંટણીમાં નરેશ પટેલને CM પદનો ચહેરો પણ જાહેર કરી શકે છે. પ્રશાંત કિશોરે રાહુલ ગાંધીને સલાહ આપી છે કે મોટા ચહેરા સાથે કોંગ્રેસે મેદાનમાં ઉતરવું જોઈએ પ્રશાંત કિશોરની આજ સલાહ કોંગ્રેસે માની છે.
જો કે આ સમગ્ર ચર્ચાઓ પર હજુ પણ કોઇ સત્તાવાર જાહેરાત થઇ નથી. કારણકે બીજી તરફ આમ આદમી પાર્ટી અને ભાજપ દ્વારા પણ અગાઉ નરેશ પટેલને તેમના પક્ષમાં જોડાવાનું આમંત્રણ આપવામાં આવેલુ છે. જો કે નરેશ પટેલે અત્યાર સુધી યોગ્ય સમય આવ્યે રાજકારણમાં જોડાવાનો જ રાગ આલાપ્યો છે.
આ પણ વાંચો-
વડાપ્રધાન મોદી સુરત મેટ્રો પ્રોજેક્ટની કામગીરીની સમીક્ષા કરશે, એક રૂટની કામગીરી જૂન 2024 સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન
આ પણ વાંચો-