Ahmedabad: અરવિંદ કેજરીવાલે કર્યો મિશન ગુજરાતનો પ્રારંભ, ભગવત માન સાથે કરી ગાંધી આશ્રમની મુલાકાત, કહ્યું ”આશ્રમમાં આવીને શાંતિનો અનુભવ થયો”
ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા બંને આપ નેતાઓની આ સૂચક મુલાકાત છે. બંને નેતાઓએ આ મુલાકાત સાથે ચૂંટણી માટે આપને ગુજરાતમાં મજબૂત બનાવવાની કામગીરી શરુ કરી દીધી છે.
દિલ્લીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) ગાંધી બાપુને નમન કરીને મિશન ગુજરાત (Gujarat) નો પ્રારંભ કર્યો છે. અરવિંદ કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવંત માન (Bhagwant Mann) બે દિવસીય અમદાવાદની મુલાકાતે છે. બંને નેતાઓએ આજે ગાંધી આશ્રમની મુલાકાત લીધી. જ્યાં તેમણે ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. ગાંધી આશ્રમ (Gandhi Ashram) પહોંચતા જ બંને નેતાઓનું સ્વાગત કરવામાં આવ્યું. બાદમાં હૃદયકુંજની મુલાકાત લીધી. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માને રેંટિયો પણ કાંત્યો. બંને નેતાઓ એ શીખ્યા કે કેવી રીતે રેંટિયો કાંતવામાં આવે છે.. ત્યારબાદ આશ્રમની વિઝિટર બૂકમાં તેમણે પોતાનો સંદેશ લખ્યો. બંને મહાનુભાવોની આશ્રમ મુલાકાતને યાદગાર બનાવવા આશ્રમ તરફથી ચરખો અને ગાંધીજીનું પુસ્તક ભેટ આપવામાં આવ્યા.
આ પ્રસંગે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માને પત્રકાર પરિષદ પણ યોજી. જોકે બંનેએ કોઈપણ રાજકીય નિવેદન આપવાનું ટાળ્યું.. અરવિંદ કેજરીવાલે કહ્યું કે- તેઓને આશ્રમમાં આવીને ખૂબ સારું લાગ્યું.. ગાંધી બાપુને નમન કરીને ધન્યતા અનુભવી.અહીં આવીને શાંતિનો અનુભવ થાય છે. કેજરીવાલે કહ્યું કે તેઓ પહેલા પણ અહીં આવી ચૂક્યા છે.. પરંતુ દિલ્લીના સીએમ બન્યા બાદની આ તેમની પહેલી મુલાકાત છે. આશ્રમની મુલાકાત બાદ બંને નેતા ત્યાંથી ફરી હોટલ પર જવા રવાના થયા હતા. મહત્વનું છે કે સાંજે બંને નેતાઓ અમદાવાદ પૂર્વમાં તિરંગા યાત્રામાં જોડાવાના છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા બંને આપ નેતાઓની આ સૂચક મુલાકાત છે. બંને નેતાઓએ આ મુલાકાત સાથે ચૂંટણી માટે આપને ગુજરાતમાં મજબૂત બનાવવાની કામગીરી શરુ કરી દીધી છે. પંજાબની વિધાનસભાની ચૂંટણી જીત્યા બાદ હવે અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં પણ પોતાની પકડ જમાવવામાં માગે છે. જેની માટે તૈયારીઓ ગુજરાતના આ પ્રવાસ સાથે શરુ કરી દેવાઇ છે.
આ પણ વાંચો-
Arvind Kejriwal Rally Live Updates: અમદાવાદમાં આમ આદમી પાર્ટીનું શક્તિ પ્રદર્શન, અરવિંદ કેજરીવાલ અને ભગવત માન ઉતર્યા ગુજરાતના રોડ પર
આ પણ વાંચો-