Ahmedabad: ચૂંટણીને લઈને ભાજપ એક્શન મોડમાં, આજે CM ભૂપેન્દ્ર પટેલ વિવિધ કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ રન ફોર ડેવલપમેન્ટ મેરેથોન (Run for development marathon) કાર્યક્રમમાં હાજર રહેશે.ત્યારબાદ તેઓ કાલુપુર રેલવે સ્ટેશન અને મેટ્રો સ્ટેશનનું નિરીક્ષણ કરશે.જે બાદ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અંબાજીની મુલાકાત કરશે, ત્યાં વડાપ્રધાનના આગમનને લઈને અધિકારીઓ સાથે બેઠક યોજશે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીને (Gujarat Election) હવે ગણતરીના મહિનાઓ બાકી છે,ત્યારે ભાજપ પણ એક્શન મોડમાં દેખાઈ રહ્યું છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra patel) આજે અમદાવાદ અને બનાસકાંઠામાં (banaskantha) વિવિધ કાર્યક્રમમાં હાજર રહેવાના છે. અમદાવાદમાં વહેલી સવાલે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ રન ફોર ડેવલપમેન્ટ મેરેથોન (Run for development marathon) કાર્યક્રમમાં હાજર રહેશે. ત્યારબાદ તેઓ કાલુપુર રેલવે સ્ટેશન અને મેટ્રો સ્ટેશનનું નિરીક્ષણ કરશે. તેઓ અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પણ જશે. અમદાવાદમાં કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ મુખ્યપ્રધાન ગાંધીનગરમાં (gandhinagar) રોહિત સમાજ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.જે બાદ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અંબાજીની મુલાકાત કરશે, ત્યાં વડાપ્રધાનના આગમનને લઈને અધિકારીઓ સાથે બેઠક યોજશે.
વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થશે: ભાજપ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ
ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થશે. ગુજરાતના લોકો ભાજપ અને ભાજપે કરેલા વિકાસની સાથે છે તેમ ગુજરાત ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવે (Bhupendra Yadav) નર્મદા ખાતે જણાવ્યું છે. ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષોએ પ્રચાર ઝુંબેશ શરૂ કરી દીધી છે. જેમાં ભાજપે પણ હાલ એકશન મોડમાં છે. જેમાં ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ સહિત રાષ્ટ્રીય નેતાઓ પણ રાજ્યનું મુલાકાતે આવી રહ્યા છે. જેમાં પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ વારંવાર રાજ્યના પ્રવાસે આવી રહ્યા છે. તેમજ પીએમ મોદી 30 સપ્ટેમ્બરના ફરી એક વાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.