ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને લઈ ભાજપ એક્શન મોડમાં, 25 સપ્ટેમ્બરે  યુવા મોરચાએ રન ફોર ડેવલોપમેન્ટનું આયોજન કર્યું  

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને(Gujarat Assembly Election 2022) લઈ ભાજપ(BJP)એક્શન મોડમાં આવ્યું છે. જેમાં રાજ્યના યુવા મતદારોને પક્ષ સાથે જોડવા માટે ગુજરાત ભાજપ યુવા મોરચા(Bjp Yuva Morcho) દ્વારા રન ફોર ડેવલપમેન્ટ શરૂ કરવામાં આવશે.

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને લઈ ભાજપ એક્શન મોડમાં, 25 સપ્ટેમ્બરે  યુવા મોરચાએ રન ફોર ડેવલોપમેન્ટનું આયોજન કર્યું  
Gujarat BJP
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 23, 2022 | 6:38 PM

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને(Gujarat Assembly Election 2022) લઈ ભાજપ(BJP)એક્શન મોડમાં આવ્યું છે. જેમાં રાજ્યના યુવા મતદારોને પક્ષ સાથે જોડવા માટે ગુજરાત ભાજપ યુવા મોરચા(Bjp Yuva Morcho) દ્વારા રન ફોર ડેવલપમેન્ટ શરૂ કરવામાં આવશે. જેમાં દેશના પીએમ મોદીના જન્મ દિવસના રોજ સેવા પખવાડિયા અંતર્ગત શરૂ કરવામાં આવ્યા છે. રન ફોર ડેવલપમેન્ટ યુવા મોરચા દ્વારા શરૂ કરવામાં આવ્યો છે. જેમાં સેવા પખવાડિયા અંતર્ગત પીએમ મોદી ગુજરાતના સીએમ હતા ત્યારેથી લઈ અત્યાર સુધી વિકાસના કામો કર્યા છે. તેમજ ગુજરાત નહિ દેશ અને દુનિયાના લોકો વિકાસ પુરુષ તારીખે ઓળખે છે. જેના પગલે યુવા મોરચા દ્વારા મેરોથોન દોડનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં જે જગ્યાએ દોડનું આયોજન કરવામાં આવશે ત્યાં એક વિકાસની જગ્યાએથી બીજા વિકાસના સ્થળ સુધી દોડનું આયોજન કરાશે. આ દોડમાં શાળા કોલેજના વિદ્યાર્થીઓ 18 થી 25 વર્ષ સુધીના જોડાશે.

તેમજ ગુજરાત ભાજપ યુવા મોરચા આયોજિત આ રન ફોર ડેવલોપમેન્ટમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સુરતથી જોડાશે. તેમજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદમાં જોડાશે. આ દોડમાં દરેક મહાનગર પાલિકામાં 7 કિમી જેટલો રૂટ હશે. તેમજ અમદાવાદમાં કાંકરિયાથી આ દોડ શરૂ કરવામાં આવશે. ગુજરાત ભાજપ યુવા મોરચા દ્વારા 25 સપ્ટેમબરના રોજ આ દોડનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યમાં 25 સપ્ટેમ્બરના રોજ 156 નગર પાલિકા અને 8 મહાનગર પાલિકાના કુલ 1 લાખથી વધુ લોકો આ દોડમાં જોડાશે.

અનેક વિકાસકાર્યોની ભેટ આપશે વડાપ્રધાન મોદી

નવરાત્રી શરૂ થતાં જ PM મોદીનો ઝંઝાવાતી ગુજરાત પ્રવાસ  શરૂ થઈ જશે. 5 દિવસની ગુજરાત મુલાકાત દરમિયાન તેઓ 12 થી વધુ જનસભા સંબોધી શકે છે. જો વિગતે વાત કરીએ તો 29,30 સપ્ટેમ્બર અને 9 થી 11 ઓકટોબર દરમિયાન વડાપ્રધાન મોદી ગુજરાતમાં ધામા નાખશે. જેમાં29-30 સપ્ટેમ્બરએ PM મોદી સુરત, ભાવનગર, અમદાવાદ અને અંબાજીનો  પ્રવાસ કરશે. 9 ઓક્ટોબરે મોડાસામાં  વડાપ્રધાનનો સંભવિત પ્રવાસ માનવામાં આવી રહ્યો છે. તો 10 ઑક્ટોબરએ જામનગર અને ભરૂચ અને 11 ઑકટોબરએ રાજકોટના જામ કંડોરણાની મુલાકાત કરશે.આ દરમિયાન રાજ્યને અનેક વિકાસ કાર્યોની વડાપ્રધાન મોદી PM મોદી ભેટ આપશે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ચૂંટણી પહેલા રાષ્ટ્રીય નેતાઓના ગુજરાત પ્રવાસ વધ્યા

આ પહેલા 27 અને 28 ઓગસ્ટે વડાપ્રધાન મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા હતા.આ દરમિયાન કચ્છના  ભુજમાં ભવ્ય રોડ શો યોજ્યા બાદ તેમણે  સ્મૃતિવનનું લોકાર્પણ કર્યું. જે બાદ પીએમ મોદીએ કચ્છ યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં  જનસભાને સંબોધિત કર્યુ હતુ.કચ્છ યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં કચ્છી ભાષાથી વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનની શરુઆત કરી હતી. સંબોધનની શરુઆતમાં વડાપ્રધાને જણાવ્યુ હતુ કે, આજે મારુ મન ઘણી બધી ભાવનાઓથી ભરેલુ છે. કચ્છમાં બનેલુ સ્મૃતિવન આખા દેશની વેદનાનું પ્રતીક છે. અનેક લોકોના આંસુથી સ્મૃતિવનના પથ્થરો સિંચાયા છે. રોડ શોમાં જે સ્વાગત થયુ અને ત્યાર બાદ સ્મૃતિવનના મેમોરિયલમાં હું ગયો તો ત્યાથી બહાર આવવાની ઇચ્છા જ નહોંતી થતી.’

Latest News Updates

સુરતમાં લાખોનું ડ્રગ્સ ઝડપાયું
સુરતમાં લાખોનું ડ્રગ્સ ઝડપાયું
PM મોદીની ચૂંટણી સભા દરમિયાન બંદોબસ્તમાં બેદરકારી
PM મોદીની ચૂંટણી સભા દરમિયાન બંદોબસ્તમાં બેદરકારી
Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
g clip-path="url(#clip0_868_265)">